બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / Two children drowned in a well while playing in Gowat village of Umarpada in Surat
Dinesh
Last Updated: 11:04 PM, 24 February 2024
સુરતના ઉમરપાડાના ગવાટમાં કમકમાટી ભરી દૂર્ઘટના ઘટી છે. ગવાટ ગામમાં રમતા રમતા બે બાળકો કૂવામાં પડ્યા હતા. જે બંન્ને બાળકોના ડૂબવાના કારણે મોત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
બંને બાળકોના ડૂબતા થયા મોત
મૃતક પાર્થ અને નેવિક ધોરણ 3માં અભ્યાસ કરતા હતા. ઘરેથી શાળાએ જવાનું કહીને બંને બાળકો નીકળ્યા હતા. બંન્ને બાળકો ખેતરમાં કૂવા પાસે રમતા હતા તે સમય કૂવામાં પડી ગયા હતા. બાળકો ઘરે ન આવતા તેમની શોધખોળ શરૂ કરતા બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા
ADVERTISEMENT
વાંચવા જેવું: VIDEO : જામનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ હરખભેર વધાવ્યાં, કાલે 'ઠાકર'ને ચરણે
શાળાએ જવાનું કહી ખેતરમાં પહોંચ્યા હતા બાળકો
જો કે, સમગ્ર ઘટનાને પગલે ઉમરપાડા પોલીસે વધુ તપાસ હાથધરી છે. પાર્થ અને નેવિકના મોતથી શોકનો માહોલ છવાયો છે. બાળકોના મોતના પગલે પરિજનોમાં ભારે ગમગીની છવાઈ જવા પામી છે. જો કે, આ કિસ્સો માત-પિતા માટે ચેતવતો કિસ્સો પણ કહી શકાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.