બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Jamnagar Prime Minister Narendra Modi Grand Road Show

વેલકમ / VIDEO : જામનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ હરખભેર વધાવ્યાં, કાલે 'ઠાકર'ને ચરણે

Dinesh

Last Updated: 10:37 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે જેઓ આવતીકાલે ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. કરોડોના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આજે રાત્રે પ્રધાનમંત્રી મોદી જામનગર રાત્રી રોકાણ કરવાના છે. જામનગરની ધરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયું છે જ્યાં તેમનું જાજરમાન સ્વાગત કરાયું છે તેમજ ભવ્ય રોડ શૉનું પણ આયોજન કરાયું છે. લોકો અનેરો ઉત્સાહ સાથે PM મોદીને આવકારી રહ્યાં છે 

પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શૉ
જામનગરમાં દીગજામ સર્કલથી પાયલોટ બંગલા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શોનુ આયોજન કરાયું છે. જેમાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રીએ પણ લોકોના અભિવાદનને ઝીલ્યું હતું. આજે PM જામનગર ખાતે રાત્રી રોકાણ કરશે. તેઓ સર્કિટ હાઉસ ખાતે કાઠીયાવાડી ભોજન માણશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના સ્વાગતમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સાંસદ સી. આર. પાટિલ, કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી પૂનમબેન માડમ, ચીફ સેક્રેટરી રાજકુમાર, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

જાણો સમગ્ર કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દ્વારકા અને રાજકોટના કાર્યક્રમોમાં હાજર રહેશે.જેમાં સૌથી પ્રથમ જામનગરથી પીએમ મોદી સીધા દ્વારકા જશે. જ્યાં બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ ઓખા-બેટ દ્વારકા વચ્ચે 900 કરોડના ખર્ચે નિર્માણ થયેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે.બ્રિજના લોકાર્પણ બાદ PM મોદી દ્વારકાધીશના નિજ મંદિરે દર્શન કરશે. એટલું જ નહીં પીએમ મોદી દ્વારકામાં ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી શકે છે. 

વાંચવા જેવું: વિધાનસભામાં હારનો સ્વાદ ચાખનાર AAP લોકસભામાં કોંગ્રેસને સહારે, જીતશે 2 બેઠકો? ગઠબંધન ફળશે કે ફેલ?

દ્વારકામાં જનસભાને પણ સંબોધન કરશે. દ્વારકામાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી રાજકોટ જશે. જ્યાં પણ સૌરાષ્ટ્રવાસીઓને આરોગ્યલક્ષી સુવિધાની ભેટ આપશે. એઈમ્સના 250 બેડના IPD વિભાગનું લોકાર્પણ કરશે. ત્યારબાદ PM મોદી રેસકોર્સ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ સાંજે તેઓ દિલ્લી જવા રવાના થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Grand Road Show PMનો ભવ્ય રોડ શૉ jamnagar news pm gujarat visit pm modi road show PM Gujarat visit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ