વર્લ્ડ કપમાં ભારત સામેની જીત બાદ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સના વખાણ થઈ રહ્યા હતા. જોકે ટીમ ઇન્ડીયાની હાર બાદ મેચનો માહોલ જ બદલાઈ ગયો હતો અને વિજેતા ટીમને ખાલીખમ્મ મેદાનમાં ટ્રોફી લેવાની નોબત આવી હતી.
ટીમ ઇન્ડીયાની હાર બાદ મેચનો માહોલ જ બદલાઈ ગયો
વિજેતા ટીમને ખાલીખમ્મ મેદાનમાં ટ્રોફી લેવાની નોબત આવી
ભારત હારતાં કોઈ ઊભું જ ન રહ્યું
ગઈકાલે ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચે વર્લ્ડ કપના જંગમાં ભારતને નિરાશા મળી હતી અને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતને છઠ્ઠી વખત હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. રવિવારે રમવામાં આવેલા ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ઓપનર બોલર ટ્રેવિસ હેડની 137 રનની સદીની ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાનો 241 રનનો ટાર્ગેટ 6 વિકેટે હાંસલ કરી લીધો હતો.
આ વિશ્વ કપમાં અત્યાર સુધી અજય રહેલા ભારત સામે જીત મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના ખુબ વખાણ થઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાઈ મીડિયાએ ભારતીય ખેલાડીઓ અને દર્શકોના રવૈયાને લઈને ટિપ્પણી કરી છે. ઓસ્ટ્રેલિયાઈ મીડિયાએ લખ્યું છે કે પેટ-કમિંસ અને તેમની ટીમને આ મોટી જીતનો અહેસાસ જ નહીં થયો હોય. કારણ કે એક લાખ 30 હજારથી વધુ ક્ષમતાવાળા સ્ટેડિયમમાં કમિંસને ટ્રોફી આપવામાં આવી હતી. ત્યારે આખુ સ્ટેડિયમ ખાલીખમ હતું. ભારતે સતત 9 લીગ મેચ અને સેમિફાઈનલ મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે જીત પોતાના નામે કરી શક્યુ નહીં. રવિવારે જ્યારે ટીમ ઓસ્ટ્રેલિયાની જીત થઈ અને જ્યારે વર્લ્ડ કપ આપવામાં આવ્યો ત્યારે સ્ટેડિયમ આખુ ખાલીખમ હતું. એટલે કે ભારતની હાર થતાં કોઈ પણ વ્યક્તિ ઉભુ રહેવા માટે તૈયાર ન હતું.
Delivering when it matters the most 🤩
Travis Head dazzles on the grandest stage once again!
'ધ ક્રોનિકલ'એ ભારત સામેની જીતને લઈને હેડલાઈન પણ છાપી હતી.. તેમાં ભારતીયો લોકોની તેને ખુબ ટીકા કરી હતી.. આ વેબસાઈટ પર લખવામાં આવ્યું હતું કે "ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીયોની ખેલ ભાવના જોવા મળી ન હતી.. જેથી ભારતીયોની હવે ટીકા થઈ રહી છે.. કારણ કે જ્યારે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની ટ્રોફી આપવામાં આવી રહી હતી.. ત્યારે સ્ટેડિયમ ખાલીખમ હતું... ત્યારે ભારતીય લોકોનો આવો વ્યવહાર શોભનીય નથી.
સમારોહને નજરઅંદાજ કરી દીધો
ભારતીય ખેલાડીઓ માટે આ દુખની વાત હતી કે તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો.. કારણ કે ભારતીય ટીમ એક પણ મેચ અત્યાર સુધી હારી ન હતી.. પણ ઓસ્ટ્રેલિયાએ આ મેચ જીતીને 1.4 અરબ ભારતીયોનું દિલ તોડી નાખ્યું.જ્યારે ટીમ ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ ટ્રોફી સાથે જશ્ન મનાવી રહી હતી.. ત્યારે એ સમયે ભારતીય ખેલાડીઓએ ખેલ ભાવના ન દેખાડીને આ ટ્રોફી સમારોહને નજરઅંદાજ કરી દીધો હતો..