બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Tribal leaders of BJP-Congress face off in Chotaudepur

રાજનીતિ / 'સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો', પૂર્વ MP રામસિંહ રાઠવાએ પ્રહાર કરતા અર્જુન રાઠવાએ કહ્યું 'જેમ ભરૂચમાં ચૈતર વસાવા જોડે...'

Priyakant

Last Updated: 01:04 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhotaudepur News: છોટાઉદેપુર ભાજપ-કોંગ્રેસના આદિવાસી નેતાઓ ટ્રાઈફેડ દ્વારા મળતી ગ્રાન્ટને લઈને આમને સામને, પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાએ કોંગ્રેસના અર્જુન રાઠવા પર પ્રહારો કર્યા

  • છોટાઉદેપુરમાં ભાજપ-કોંગ્રેસના આદિવાસી નેતા આમનેસામને
  • ટ્રાઈફેડની ગ્રાન્ટને લઈને બંને નેતા આમનેસામને
  • રામસિંહ રાઠવાએ અર્જુન રાઠવા પર કર્યા પ્રહાર
  • અર્જુન રાઠવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છેઃ રામસિંહ રાઠવા

Chhotaudepur News : છોટાઉદેપુર ભાજપ-કોંગ્રેસના આદિવાસી નેતાઓ આમને સામને આવ્યા છે. વાત જાણે એમ છે કે, ટ્રાઈફેડ દ્વારા મળતી ગ્રાન્ટને લઈને બંને નેતાઓએ એકબીજા પર પ્રહાર કર્યા છે. વિગતો મુજબ તાજેતરમાં કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ ટ્રાઈફેડ યોજનાને લઈ કેટલાક સવાલ કર્યા હતા. જે બાદમાં પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ કોંગ્રેસના અર્જુન રાઠવા પર પ્રહારો કર્યા છે. 

છોટાઉદેપુરના તેજગઢમાં સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જ્યાં પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ કોંગ્રેસના અર્જુન રાઠવાને આડે હાથ લીધા હતા. ટ્રાઇફેડ યોજનાને ગ્રાન્ટને લઈ રામસિંહ રાઠવાએ કોંગ્રેસના અર્જુન રાઠવાને સાચા આંકડા આપવા કહ્યું હતું. આ સાથે આદિવાસી સમાજને ગેરમાર્ગે નહીં દોરવાનું કહી અને કાનૂની કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી. 

શું કહ્યું હતું રામસિંહ રાઠવાએ ? 
છોટાઉદેપુરમાં ટ્રાઈફેડની ગ્રાન્ટને લઈને બંને નેતા આમનેસામને આવ્યા છે. પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ કોંગ્રેસના અર્જુન રાઠવા પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, અર્જુન રાઠવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. ટ્રાઈફેડની ગ્રાન્ટ વિશે અર્જુન રાઠવા લોકોને ગેરમાર્ગે દોરે છે. સમાજ સેવા કરવી હોય તો કોઈ પાર્ટીમાં કેમ જોડાયા?. મહત્વનું છે કે, રામસિંહ રાઠવાભારત સરકારના ટ્રાઈફેડ વિભાગના ચેરમેન છે. બોડેલીમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં રામસિંહ રાઠવાએ આ પ્રહાર કર્યા હતા. 

શું કહ્યું કોંગ્રેસના અર્જુન રાઠવાએ ? 
આ તરફ કોંગ્રેસના અર્જુન રાઠવાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, રામસિંહ રાઠવાએ સ્નેહમિલનમાં શુભેચ્છા આપવાના બદલે માત્ર આક્ષેપ કર્યા છે. મે માત્ર મળેલી ગ્રાન્ટ ક્યા કેટલી વપરાઇ તે પુછ્યુ હતુ. મે માહીતી માંગી હતી પરંતુ માહીતીના બદલે તુચ્છ ભાષાનો પ્રયોગ કરી મને દબાવવાનો પ્રયત્ન કર્યો. આ સાથે લીગલ કરીશ તેવુ કહીને અયોગ્ય વર્તન કર્યુ. અર્જુન રાઠવાએ કહ્યું કે, ગોળ ગોળ વાતો કરી મને દબાવવાનો પ્રયત્ન કરે છે તે ખુબ નિંદનીય છે. તેમણે કહ્યું કે, ભાજપમાં ટ્રેન્ડ છે જ્યા જ્યા લોકો બોલે તેના ખોટા કેસમાં ફસાવી દેવા- ડેડીયાપાડામાં ચૈતર વસાવાને દબાવવા કેસ કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ