બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / TRAI warned people to stay aware of fraud calls who asks for completing KYC of your mobile number by using governments name
ADVERTISEMENT
શું તમને કોઈ સરકારી કર્મચારી તરફથી નંબર વેરિફિકેશન કરવાને લઈને કૉલ આવ્યાં છે? સાયબર ક્રિમિનલ્સ નિર્દોષ લોકોને ફસાવવા માટે એક નવો રસ્તો ખોજ્યો છે. તમારા ફોન નંબરનું KYC પૂરું કરવાને લઈને તમને કોલ કરવામાં આવે છે. સ્કેમર્સ URL લિંક મોકલે છે. જેના પર ક્લિક કરતાંની સાથે જ તમારું મોટું નુક્સાન થઈ શકે છે. સામાન્ય જનતા આ પ્રકારનાં ફ્રોડનો શિકાર ન બને એ માટે ટેલીકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઓફ ઈન્ડિયાએ ચેતવણી જાહેર કરી છે. TRAIએ સ્પષ્ટતા આપી છે કે તેઓ આવા પ્રકારનાં કોઈપણ કોલ કે મેસેજ નથી મોકલતી.
ફ્રોડ કોલથી સાવધાન રહેવું
ટેલિકોમ રેગ્યુલેટરે લોકોનાં મોબાઈલ પર મેસેજ મોકલ્યો છે અને આ પ્રકારનાં સ્કેમથી સાવધાન રહેવા માટે કહ્યું છે. સાયબર ક્રિમિનલ્સ સરકારનાં નામે લોકોને કોલ કરે છે અને તેમને પોતાનો ફોન નંબર વેરિફાઈ કરવા માટે કહે છે. કોલમાં લોકોને ડરાવવામાં આવે છે કે જો તેમણે કેવાયસી પૂરું ન કર્યું તો મોબાઈલ નંબર બંધ થઈ શકે છે. આ પ્રકારે લોકોને ફસાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
TRAIએ પોતાના SMSમાં શું લખ્યું?
TRAIએ લોકોને મેસેજ મોકલ્યો જેમાં લખ્યું કે- ટ્રાઈ મોબાઈ નંબરોનાં ડિસ્કનેક્શન/વેરિફિકેશન/ ગેરકાયદેસર એક્ટિવીટીની રિપોર્ટ કરવા માટે ક્યારેય પણ કોઈપણ પ્રકારનો મેસેજ કે કોલ કરતી નથી. ટ્રાઈનાં નામથી આવનારા મેસેજ કે કોલથી સાવધાન રહો. ટ્રાઈથી હોવાનો દાવો કરનારા કોઈપણ કોલ કે મેસેજને ફ્રોડ સમજવું જોઈએ.
વધુ વાંચો: કેનેડામાં જૉબ કરવી છે? તો Apply કરવા અપનાવો આ ત્રણ રસ્તા, ખર્ચો પણ ઓછો, મહિનામાં પરમિટ
ADVERTISEMENT
અહીં કરો ફરિયાદ
આવા પ્રકારનાં સાયબર ફ્રોડનો શિકાર તમે ન બનો એ માટે તમારે સતત સાવધાન રહેવું જોઈએ. જો તમને આવો કોઈ કોલ આવે છે તો તરત જ તમારે ફરિયાદ કરવી જોઈએ. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો અથવા તો સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર પણ જાણકારી આપી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.