બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Tragic death of eight people: Chimney blast tragedy in Bihar

દુર્ઘટના / આઠ લોકોના કરૂણ મૃત્યુ: બિહારમાં ચીમની બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના, CM-PMએ વ્યક્ત કર્યું દુ:ખ

Priyakant

Last Updated: 11:10 AM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જિલ્લા પ્રશાસને અત્યાર સુધીમાં કાટમાળમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા, મોડી રાતથી ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવમાં મુશ્કેલી

  • બિહારના પૂર્વ ચંપારણમાં ઈંટના કારખાનામાં પ્રચંડ ચીમની બ્લાસ્ટ
  • આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા 
  • પ્રશાસને અત્યાર સુધીમાં કાટમાળમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા 
  • એક ડઝનથી વધુ મજૂરો સારવાર હેઠળ ખસેડાયા 

બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રામગઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે સાંજે ઈંટના કારખાનામાં પ્રચંડ ચીમની બ્લાસ્ટની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જિલ્લા પ્રશાસને અત્યાર સુધીમાં કાટમાળમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. જોકે મોડી રાતથી ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવમાં મુશ્કેલી પડી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ ગઈકાલે રાતથી જ સ્થળ પર તૈનાત છે. ટૂંક સમયમાં જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ તરફ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરી જાહેરાત કરાઇ હતી કે, PMNRF તરફથી દરેક મૃતકના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50,000નો વળતરની જાહેરાત કરાઇ છે. 

બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રામગઢવા વિસ્તારમાં ઈંટના કારખાનામાં કામ કરતી વખતે અચાનક એક ચીમની તૂટી પડી હતી. જેમાં ડઝનબંધ લોકો દટાઈ ગયા હતા. મોડી રાત સુધી કાટમાળમાંથી આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ તરફ રાત્રે અંધારું થવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવામાં આવે છે કે, પૂર્વ ચંપારણના રામગઢવા બ્લોકના નારીગીર ગામના સારેહમાં ત્રણ ભાગીદારો સાથે મળીને ચીમની ચલાવે છે. બપોરથી રાઉન્ડ માટે ચીમની નીચે કાચી ઇંટો સજાવવામાં આવી રહી હતી જેમાં અચાનક ઉદ્યોગની ચીમની ધરાશાયી થતાં ડઝનબંધ મજૂરો કામ કરી રહ્યા હતા.

શું કહ્યું જિલ્લા મેજિસ્ટ્રેટે ? 
  
મોતિહારી જિલ્લા મેજિસ્ટ્રેટ કપિલ શિરશત અશોકે જણાવ્યું કે, રાહત ટીમ સ્થળ પર તૈનાત છે. જોકે ઠંડી અને ધુમ્મસના કારણે કાટમાળ હટાવવામાં મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. ટૂંક સમયમાં કાટમાળ દૂર કરવામાં આવશે. આ કેસમાં એડીએમ રેન્કના ત્રણ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે. તપાસ બાદ અધિકારી ટૂંક સમયમાં ઘટનાનું કારણ અને તેનાથી થયેલા નુકસાન અંગેનો રિપોર્ટ જાહેર કરશે. જોરદાર અવાજ સાથે ચીમની ધરાશાયી થવાને કારણે લોકોને ભાગવાનો સમય પણ ન મળ્યો અને કામ કરતા મજૂરો દટાઈ ગયા. કામ દરમિયાન ચીમનીના બે ભાગીદારો સ્થળ પર હાજર હતા. બનાવમાં બંને ભાગીદારો મો. ઇર્શાદ અને નુરુલ હક ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને રક્સૌલની એસઆરપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક ડઝનથી વધુ મજૂરો સારવાર હેઠળ 

આ સિવાય ચિમનીના કાટમાળ નીચે દટાયેલા એક ડઝનથી વધુ મજૂરોને રામગઢવા અને રક્સૌલ પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. નારીગીર ગામની આ ઈંટ ફેક્ટરીની ચીમની લગભગ 100 ફૂટ ઉંચી છે, જેમાંથી અડધી એટલે કે 50 ફૂટ નીચે પડી ગઈ છે. રક્સૌલના એસડીઓ અને ડીએસપી સહિત અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય ચલાવી રહી છે. 

વડાપ્રધાન કાર્યાલય તરફથી મૃતકોને સહાય 

વડાપ્રધાન કાર્યાલય દ્વારા મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં થયેલી દુર્ઘટનાને કારણે જીવ ગુમાવવાથી દુઃખ પ્રગટ કરવામાં આવ્યું છે. આ સાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઇ છે. આ સાથે  PMNRF તરફથી 2 લાખ દરેક મૃતકના પરિજનોને ઘાયલોને રૂ. 50,000 વળતરની જાહેરાત કરાઇ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ