બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Tomatoes will become even more expensive: the price of a kilo is likely to go up to Rs.

મોંઘવારી / ટામેટાં થશે હજુ વધારે લાલચોળ: કિલોનો ભાવ આટલાં રૂપિયાએ આંબે તેવી શક્યતા, રેટ સાંભળીને જ ચોંકી જશો

Megha

Last Updated: 04:19 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટામેટાંના ભાવ છેલ્લા એક મહિનાથી આકાશને આંબી રહ્યા છે, હાલ ૧૮૦થી ૨૦૦ રૂપિયે કિલોના ભાવે મળી રહ્યાં છે પણ આ કિંમત વધીને ૩૦૦ રૂપિયે કિલો સુધી જઇ શકે છે.

  • ટામેટાંના ભાવ છેલ્લા એક મહિનાથી આકાશને આંબી રહ્યા
  • કિંમત વધીને ૩૦૦ રૂપિયે કિલો સુધી જઇ શકે છે
  • ભારે વરસાદના ઉત્પાદકને કારણે સપ્લાયમાં આવી પરેશાનીઓ

રસોડામાં રોજ ઉપયોગમાં લેવાતાં ટામેટાં હવે સામાન્ય લોકોની પહોંચથી દૂર થઇ ગયાં છે. જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા મુજબ ટામેટાંમાં લાગેલી આગ હજુ વધુ ભડકે બળે તેવી શક્યતા છે. ટામેટાં હાલમાં ૧૮૦થી ૨૦૦ રૂપિયે કિલોના ભાવે મળી રહ્યાં છે. આ કિંમત વધીને ૩૦૦ રૂપિયે કિલો સુધી જઇ શકે છે. ટામેટાંના ભાવ છેલ્લા એક મહિનાથી આકાશને આંબી રહ્યા છે. ભારે વરસાદના કારણે ટામેટાં ઉત્પાદક વિસ્તારોમાં તેના ઉત્પાદન અને સપ્લાયમાં આવી રહેલી પરેશાનીઓના લીધે આવું થઇ રહ્યું છે.

એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટિંગ કમિટીના સભ્ય કૌશિકે જણાવ્યું કે ટામેટાં, શિમલા મરચાં જેવાં ઘણાં ‌સિઝનલ શાકભાજીના ભાવમાં થઇ રહેલા જોરદાર વધારા બાદ તેના વેચાણમાં ખૂબ જ ઘટાડો થયો છે. આ કારણે જથ્થાબંધ વેપારીઓ સહિત રિટેલ વેપારીઓને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે ટામેટાંના ભાવ હવે ૧૬૦ રૂપિયે કિલોથી વધીને ૨૨૦ રૂપિયે પ્રતિકિલો સુધી પહોંચી ચૂક્યા છે અને તેના કારણે રિટેલ બજારમાં આ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 

આ બધા વચ્ચે મધર ડેરીએ પોતાના સફળ રિટેલ સ્ટોર્સ દ્વારા બુધવારે ટામેટાંને ૨૫૯ રૂપિયે પ્રતિકિલોના ભાવે વેચવાનું શરૂ કરી દીધું છે. આઝાદપુર શાકમાર્કેટના જથ્થાબંધ વેપારી સંજય ભગતે જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં લેન્ડ સ્લાઇડ અને ભારે વરસાદના કારણે શાકભાજી લાવવા-લઇ જવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે ઉત્પાદકોને ટામેટાં સહિતનાં શાકભાજીના ટ્રાન્સપોર્ટેશનમાં સામાન્ય સમય કરતાં છથી આઠ કલાક વધુ લાગી રહ્યા છે. આ કારણે ટામેટાંના ભાવ ૩૦૦ રૂપિયે પ્રતિકિલો સુધી જાય તેવી શક્યતા છે. આ ઉપરાંત હિમાચલ અને કર્ણાટકની સાથે મહારાષ્ટ્રથી આવતાં શાકભાજીની ક્વોલિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ કારણે તેના વેચાણમાં પણ તકલીફ થઈ છે. શાકભાજી માર્કેટના જથ્થાબંધ વેપારીઓ કહે છે કે આવનારા સમયમાં ટામેટાંના ભાવ રૂ. ૩૦૦ પ્રતિકિલો સુધી જઇ શકે છે. દિલ્હીની બોર્ડર પર આવેલા નોઇડામાં ટામેટાં હાલમાં પણ ૩૦૦ રૂપિયે પ્રતિકિલોના ભાવે મળી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ