બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Today's results of by-elections to 7 assembly seats in 6 states

મતગણતરી / ક્ષેત્રીય પાર્ટીઓ મજબૂત કે ભાજપ? 6 રાજ્યોની સાત વિધાનસભા સીટ પર પેટાચૂંટણીના આજે આવશે પરિણામ

Malay

Last Updated: 08:02 AM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર ગત ગુરુવારે પેટાચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામો આજે જાહેર થશે.

  • 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના આજે પરિણામો
  • ગુરુવારે 7 વિધાનસભા સીટો પર યોજાઈ હતી પેટાચૂંટણી
  • ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે જોવા મળી શકે છે જોરદાર ટક્કર 

દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના આજે પરિણામો જાહેર થશે. આ માટે તમામ જગ્યાએ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુરુવારે ઉત્તર પ્રદેશના ગોલા ગોકર્ણનાથ, બિહારના મોકામા અને ગોપાલગંજ, મહારાષ્ટ્રના અંધેરી ઈસ્ટ, તેલંગાણાના મુનુગોડે, ઓડિશાના ધામનગર અને હરિયાણાના આદમપુર વિધાનસભાની સીટો પર મતદાન થયું હતું. આ બેઠકો પર ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.

7 વિધાનસભા સીટો પર યોજાઈ હતી પેટાચૂંટણી
જણાવી દઈએ કે, જે 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આમાંથી કેટલીક બેઠકો ધારાસભ્યના નિધન બાદ ખાલી હતી. આ તમામ 7 બેઠકોમાંથી 3 પર ભાજપ, 2 પર કોંગ્રેસ અને એક-એક બેઠક પર આરજેડી અને ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીનો કબ્જો હતો. 

કઈ કઈ બેઠકો પર યોજાઈ હતી પેટાચૂંટણી?

ઉત્તર પ્રદેશ (ગોલા ગોકર્ણનાથ)
ગોલા ગોકર્ણનાથ બેઠક લખીમપુર ખીરી જિલ્લામાં છે. આ બેઠક પર માર્ચ મહિનામાં ભાજપના ધારાસભ્ય અરવિંદ ગિરી ચૂંટાયા હતા. તેમના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે.  પેટાચૂંટણીમાં BSP અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા નથી, તેથી સીધો મુકાબલો ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે છે.

ગોપાલગંજ સીટ પર ભાજપના ધારાસભ્ય સુભાષ સિંહના નિધન બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. આ સીટ પર લાલુ યાદવના સાળા અને આરજેડી સાંસદ સાધુ યાદવે પોતાની પત્નીને બીએસપીની ટિકિટ પર ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની સીધી સ્પર્ધા આરજેડીના મોહન ગુપ્તા સાથે છે.

બિહાર (મોકામા)
બિહારની મોકામા સીટ પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ સીટ આરજેડીના ધારાસભ્ય અનંત કુમાર સિંહને ગેરલાયક ઠેરવ્યા બાદ ખાલી પડી હતી. આ બેઠકને બાહુબલી અનંત સિંહનો ગઢ માનવામાં આવે છે. આ પેટાચૂંટણીમાં પહેલીવાર ભાજપે અહીંથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. ભાજપે અનંત સિંહની પત્ની સામે બાહુબલી લલ્લન સિંહની પત્નીને મેદાનમાં ઉતાર્યા છે.

હરિયાણા (આદમપુર)
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલના પુત્ર કુલદીપ બિશ્નોઈ આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, જેઓ આ વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. હરિયાણામાં સત્તાધારી ગઠબંધન ભાજપ-જેજેપીએ અહીંથી બિશ્નોઈના પુત્ર ભવ્યને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે જય પ્રકાશને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

મહારાષ્ટ્ર (અંધેરી ઈસ્ટ - મુંબઈ)
આ વર્ષે મે મહિનામાં ઋતુજા લટકેના પતિ અને શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેના અવસાનના કારણે અંધેરી (ઈસ્ટ) બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર ભાજપે મનસે અને એનસીપીની અપીલ પર છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવાર મુરજી પટેલને મેદાનમાંથી હટાવી દીધા હતા. આવી સ્થિતિમાં ઉદ્ધવ જૂથના ઉમેદવાર ઋતુજાની જીત નિશ્ચિત માનવામાં આવે છે.

તેલંગાણા (મુનુગોડે)
કોંગ્રેસના ધારાસભ્ય કોમિતા રેડ્ડીએ પક્ષ બદલ્યો અને રાજીનામું આપ્યા બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ સીટ પર 47 ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ મુખ્ય સ્પર્ધા ભાજપના ઉમેદવાર રાજગોપાલ રેડ્ડી, TRSના પૂર્વ ધારાસભ્ય કુસુકુંતલા પ્રભાકર રેડ્ડી અને કોંગ્રેસના પી શ્રવંતી વચ્ચે જોવા મળી રહી છે.

ઓડિશા (ધામનગર)
ધામનગર બેઠક પર ભાજપના ધારાસભ્ય બિષ્ણુ સેઠીના અવસાન બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. અહીંથી ભાજપે સેઠીના પુત્ર સૂર્યવંશી સૂરજને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ ઓડિશાના સીએમ નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ અંબાતી દાસને ટિકિટ આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ