બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Today's last day for candidates to fill nomination form for gujarat election

ગુજરાત ઇલેક્શન / પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ, જાણો ફોર્મ પરત ખેંચવાની કઇ છે છેલ્લી તારીખ

Dhruv

Last Updated: 08:30 AM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી નોંધવા આજે પડાપડી કરશે.

  • પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
  • ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે
  • 17 નવેમ્બર સુધીમાં ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે

તારીખ 17 નવેમ્બર સુધીમાં તમામ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકાશે. જ્યારે આજે વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ઇલેક્શનના પ્રથમ તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો 12 અને 13 શનિ-રવિની રજાઓ હોવાથી તેઓની માટે આજે ફોર્મ ભરવાનો  છેલ્લો દિવસ છે. જેથી તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ફોર્મ ભરવા માટેની હોડ લાગી છે. નહીં તો આજે છેલ્લી ઘડીએ ઘણા ઉમેદવારોના ફોર્મ ન ભરાય એવી પણ સ્થિતિ સર્જાય તેવી વકી છે.

તમને જણાવી દઇએ કે, ભાજપે અત્યાર સુધીમાં કુલ 166 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં અગાઉ 160 અને પછી વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. તદુપરાંત કોંગ્રેસે અત્યાર સુધીમાં 142 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ કુલ 16 યાદી જાહેર કરતા અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ કુલ 184 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

કોણે કેટલાં ઉમેદવાર જાહેર કર્યા?

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે  છે. જેને લઈ 5 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે તો 17 નવેમ્બર સુધી  ઉમેદવારી પરત ખેંચી શકાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે.  બીજા તબક્કા માટે નામાંકન દાખલ કરવાની તારીખ 17 નવેમ્બર છે. તો બીજા તબક્કા માટે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. જોકે પ્રથમ અને બીજા તબક્કા બંનેની મતગણતરી 8 ડિસેમ્બરે જ યોજાશે. મહત્વનું છે કે, પહેલા તબક્કામાં 19 જિલ્લામાં  કુલ 89 બેઠકો પર  મતદાન થશે. આ સાથે બીજા તબક્કામાં 14 જિલ્લામાં  93 બેઠકો પર મતદાન થશે. 

પ્રથમ તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ? 

કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ.

બીજા તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ? 

અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા

2017માં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા

મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ