બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / રાજકોટ / Today on Friendship Day, a unique case of friendship came to light from Jetpur in Rajkot

યારાના / ભાઈબંધે અકસ્માત બાદ દુનિયા છોડી, તો સ્મશાનમાં જ કરી મૂર્તિની સ્થાપના: ગુજરાતનાં આ બે મિત્રોની કહાની જાણી ભાવુક થઈ જશો

Malay

Last Updated: 10:06 AM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Friendship Day News: મિત્રએ ફાની દુનિયામાંથી વિદાય લીધા બાદ તેની યાદ તાજી રાખવા માટે યુવકે જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી મૂર્તિ, દરરોજ સવારે કામ-ધંધે જતાં પહેલા સ્મશાનમાં જઈને મિત્રની મૂર્તિની કરે છે પૂજા.

  • મિત્રતાના સબંધનો અદભુત કિસ્સો
  • મિત્રએ બનાવ્યું મૃતક મિત્રની મૂર્તિ
  • ભગવાનની જેમ કરે છે મૂર્તિની પૂજા

મિત્રતા લોહીના સબંધથી નહીં પરંતુ આત્માના અતૂટ નાતાથી જોડાઈ છે. આવા મિત્રતાના નિઃસ્વાર્થ સબંધની લાગણીને દર્શાવતા ફ્રેન્ડશીપ ડેની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સુખમાં સદા પાછળ, દુઃખમાં હરહંમેશા આગળ રહે એનું નામ જ ભેરૂ છે. ત્યારે આવા ભેરૂ, મિત્ર, સખી-સહેલી, ભાઈબંધ પ્રત્યે લાગણી દર્શાવવાનો અવસર એટલે ફ્રેન્ડશીપ ડે. દર વર્ષે ઓગસ્ટ માસના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. પશ્ચિમી સંસ્કૃતિના આ અવસરને યુવાધન પણ ખૂબ જ ઉત્સાહથી મનાવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તો અગાઉથી જ શુભેચ્છા સંદેશાઓનો ધોધ વહેવા માંડે છે. સાથે ફ્રેન્ડશીપ ડેના દિવસે યુવાન-યુવતીઓ તેમના પાક્કા ભાઈબંધ-બહેનપણીને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી ગિફ્ટ આપે છે. ત્યારે આજે ફ્રેન્ડશીપ ડેના દિવસે રાજકોટના જેતપુરમાં મિત્રતાના સબંધને ઉજાગર કરતો અનોખો કિસ્સો સામે આવ્યો છે.

મિત્રની મૂર્તિને ભગવાનની જેમ પૂજે છે ચંદુભાઈ
ઇતિહાસમાં મિત્રતાના ઘણા કિસ્સાઓ અમર છે. આવી જ એક મિત્રતા જેતપુરમાં જોવા મળે છે. જીવતાં હોઇએ ત્યારે મિત્રતા નિભાવી શકાય પરંતુ જો કોઇ મિત્ર દુનિયાને અલવિદા કહી જાય, તો મિત્રતાને કેવી રીતે જીવંત રાખશો? આનો જવાબ આપતો એક રસપ્રદ કિસ્સો જેતપુરમાં સામે આવ્યો છે. પોતાના મિત્રએ ફાની દુનિયામાંથી વિદાય લીધા બાદ આ વ્યક્તિ તેને ભગવાનની જેમ પૂજે છે. 

મિત્રની મૂર્તિ બનાવી સ્મશાનમાં કરી સ્થાપિત
જેતપુરના સ્મશાનમાં અનેક મૂર્તિઓ છે અને લોકો તેની પૂજા કરતા જોવા મળે છે. અહીં એક મૂર્તિ અને તેની પૂજા કરતા એક વ્યક્તિ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. અમે જેતપુરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકડાયેલ ચંદુભાઈ મકવાણાની વાત કરી રહ્યા છે. ચંદુભાઈ મકવાણા દરરોજ સવારે જેતપુરના સ્મશાનમાં જાય છે અને એક મૂર્તિ પાસે જઈને તેની પૂજા કરે છે. ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરે છે તે કોઈ ભગવાનની મૂર્તિ નથી. આ મૂર્તિ તેમના પરમ મિત્ર 'Statue Of Friend' અપ્પુ જોગરણાની છે. 

અકસ્માતમાં થયું હતું અપ્પુભાઈનું અવસાન
અપ્પુભાઈ અને ચંદુભાઈ બંને બાળપણના ગાઢમિત્ર હતા. બન્ને મૂળ ભાવનગરના રહેવાસી હતા. જે બાદ ચંદુભાઈ પોતાના કામધંધા માટે જેતપુર આવી ગયા હતા. આ દરમિયાન અપ્પુભાઈનો અકસ્માત થયો હતો. અકસ્માતના સમાચાર મળતાં ચંદુભાઈ તેમને મળવા પહોંચે તે પહેલાં જ અપ્પુભાઇ દુનિયા છોડી ચાલ્યા ગયા હતા. 

દરરોજ સવારે સ્મશાનમાં જઈ કરે છે પૂજા
મિત્રના નિધન બાદ તેની યાદ તાજી રાખવા માટે ચંદુભાઈએ અનોખી રીત શોધી કાઢી. તેમણે મિત્રની મૂર્તિ બનાવીને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી, આજે પણ ચંદુભાઈ દરરોજ સવારે પહેલા સ્મશાનમાં જઈને મિત્રની મૂર્તિની પૂજા કરે છે, જે બાદ તેઓ કામ-ધંધે જાય છે. 

મિત્રના નામ પર કરાવે છે બટુક ભોજન
ચંદુભાઈ પોતાના મિત્ર અપ્પુભાઈના નામ પર બટુક ભોજન કરાવે છે. તો દર વર્ષે સમૂહ લગ્ન પણ પોતાના મિત્રના નામ પર કરાવે છે. એટલું જ નહીં તેમણે તેમના શો-રૂમનું નામ પણ પોતાના જીગર જાન મિત્રના નામ પર રાખ્યું છે. આ ઉપરાંત તેમની કન્ટ્રક્શન કંપનીનું નામ પણ અપ્પુ કન્ટ્રક્શન છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ