બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / today bjp foundation day pm narendra modi address

આજે ભાજપનો 42મો સ્થાપના દિન / PM મોદીનું કાર્યકર્તાઓને સંબોધન, કહ્યુું 'ભાજપ એક ભારત-શ્રેષ્ઠ ભારતના મંત્ર પર ચાલે છે'

Dhruv

Last Updated: 10:49 AM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારતીય જનતા પાર્ટી (BJP) નો 42મો સ્થાપના દિન છે. ત્યારે PM મોદીએ કાર્યકર્તાઓને સંબોન કરતા કહ્યું કે, 'ભાજપ એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના મંત્ર પર ચાલે છે.'

  • આજે ભારતીય જનતા પાર્ટીનો (BJP) નો 42મો સ્થાપના દિન
  • PM મોદીનું કાર્યકર્તાઓને સંબોધન
  • આજે દરેક નાગરિકો કહી રહ્યા છે દેશ બદલાઈ રહ્યો છે : PM મોદી

મોદીએ કહ્યું કે, ભાજપનો આ સ્થાપના દિવસ ત્રણ કારણોસર ખાસ મહત્વપૂર્ણ છે.

1. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
2. ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ કે જેમાં ભારત માટે સતત નવી શક્યતાઓ ઊભી થઈ રહી છે.
3. ચાર રાજ્યોમાં ભાજપની સરકાર પરત આવી છે. ત્રણ દાયકા બાદ રાજ્યસભામાં પાર્ટીના સભ્યોની સંખ્યા 100ને પાર કરી ગઈ છે.

વિશ્વ સામે એક એવું ભારત છે જે ડર અને દબાવમાં નથી આવતું : PM મોદી

એ સિવાય મોદીએ વધુમાં કહ્યું કે, 'ભાજપનું દાયિત્વ સતત વધી રહ્યું છે. ભારતની સોચ આત્મનિર્ભરતાની છે. લોકલને ગ્લોબલ બનાવવાનો ધ્યેય છે. ભાજપનો વિચાર સામાજિક સમરસતાનો છે. દેશના સંકલ્પો સાથે નિરંતર જોડાયેલા રહેવું જોઇએ. એક સમયે દેશના લોકોમાં નિરાશા હતી. હાલમાં દેશના લોકો ગર્વથી કહે છે દેશ બદલાઇ રહ્યો છે. વિશ્વ સામે એક એવું ભારત છે જે ડર અને દબાવમાં નથી આવતું. વિશ્વ સમક્ષ ભારત પોતાના હક માટે અડગ રહે છે. વિશ્વ બે ભાગમાં વહેચાયેલું છે. ભારત દ્રઢતા સાથે માનવતાની વાત કરી શકે છે. સરકાર રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને કામ કરે છે. દેશની પાસે નીતિઓ છે અને નિયત પણ છે. આજે દેશ પાસે નિર્ણયશક્તિ અને નિશ્ચિયશક્તિ પણ છે. દેશમાં 30 લાખ કરોડના ઉત્પાદકોના નિર્યાતનો ટાર્ગેટ પ્રાપ્ત થયો છે. મુશ્કેલ સમયમાં 80 કરોડ ગરીબોને મફત રાશન અપાયું. ભાજપને જનતા તરફથી ભરપૂર આશિર્વાદ મળ્યા છે.'

ભેદભાવ, ભ્રષ્ટાચાર એ તમામ મતબેંકની રાજનીતિની આડ અસરો હતી

PM મોદીએ કહ્યું કે, 'દાયકાઓ સુધી કેટલાંક પક્ષોએ વોટબેંકનું રાજકારણ કર્યું છે. માત્ર થોડા લોકોને જ વચન આપો અને મોટા ભાગના લોકોને તરસાવીને રાખો. ભેદભાવ, ભ્રષ્ટાચાર એ તમામ મતબેંકની રાજનીતિની આડ અસરો હતી. ભાજપે આ રાજકારણને ટક્કર આપી છે. ભાજપના કાર્યકર દેશના સપનાના પ્રતિનિધિ છે. ભાજપના કાર્યકરોનો આ ફરજનો સમયગાળો છે. દેશ બદલાઈ રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે. દેશ પોતાના હિત માટે અડગ રહે છે, દેશની આજે પણ એક નીતિ છે. દેશ પાસે નિર્ણય શક્તિની સાથે-સાથે નિર્ણય શક્તિ પણ છે, આથી આજે આપણે લક્ષ્યો નક્કી કરી રહ્યાં છીએ અને તેને પૂર્ણ કરી રહ્યાં છીએ. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી અને કચ્છથી કોહિમા સુધી ભાજપ એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સતત મજબૂત કરી રહ્યું છે.'

દેશમાં બે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે, એક છે પરિવારની ભક્તિ અને બીજી છે દેશભક્તિ

વધુમાં જણાવ્યું કે, 'દેશમાં અત્યારે બે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે. એક છે પરિવારની ભક્તિ, બીજી છે દેશભક્તિ. દેશમાં કેટલાંક રાજકીય પક્ષો એવાં છે કે જેઓ પોતાના પરિવાર માટે કામ કરી રહ્યાં છે. ભાજપે જ પરિવારવાદ વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું અને તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. લોકો સમજી ગયા છે કે, પારિવારિક સરકારો લોકતંત્રની દુશ્મન છે અને તેઓ બંધારણને કંઇ જ સમજતા નથી.'

PM મોદીએ કાર્યકર્તાઓને સંબોન કરતા કહ્યું કે, 'ભાજપ એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના મંત્ર પર ચાલે છે. ભાજપની વિચારધારા આત્મનિર્ભરતાની છે.' સંબોધન કરતા પહેલાં મોદીએ 'ભારત માતા કી જય'ના સૂત્રોચ્ચાર કરાવ્યાં હતાં. આ સાથે જ તેઓએ કહ્યું હતું કે, 'આજે નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા થાય છે. માતા કમળના આસન પર બેસે છે અને પોતાના બંને હાથમાં કમળનું ફૂલ ધરાવે છે.'

ભાજપ ગરીબોને મજબૂત કરવાની પાર્ટી : જે.પી નડ્ડા

પીએમ મોદી પહેલાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતાં. તેમણે કહ્યું કે, ભાજપ ગરીબોને મજબૂત કરવાની પાર્ટી છે અને મોદીએ ભાજપની વિકાસયાત્રામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

આ વખતનો સ્થાપના દિવસ કંઇક ખાસ રહેશે

ભાજપના મતે, આ વખતે તેમનો સ્થાપના દિવસ કંઇક ખાસ બનવા જઇ રહ્યો છે કારણ કે તેઓ દેશભરમાં સામાજિક ન્યાય પખવાડિયું બનાવવા જઈ રહ્યાં છે. આ અંતર્ગત 7 થી 20 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે., કેન્દ્રની જનકલ્યાણકારી યોજનાઓને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવામાં આવશે. તદુપરાંત ભાજપ 12મી એપ્રિલે દેશભરમાં રસીકરણ દિવસની ઉજવણી કરશે. ત્યાર બાદ 13મીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંગેના કાર્યક્રમો યોજાશે. 14મી એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવશે અને તેને લગતા કાર્યક્રમો પણ રાખવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ