બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Timings of primary schools will be from 7 am to 11 am. Primary teacher decision

BIG BREAKING / વાલીઓ-શિક્ષકો એલર્ટ! ગરમીને જોતાં પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર, ગાંધીનગરથી છૂટયો આદેશ

Dinesh

Last Updated: 10:12 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7થી 11 વાગ્યાનો રહેશે. પ્રાથમિક શિક્ષક નિયામકે નિર્ણય જાહેર કર્યો છે

હાલ સમગ્ર રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીને લઈ પ્રાથમિક શાળાઓના સમયમાં મોટો ફેરફાર કરાયો છે. ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષક નિયામકે નિર્ણય જાહેર કર્યો છે કે, પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7થી 11 વાગ્યાનો રહેશે. જે અનુસંધાને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ પણ કરવામાં આવી છે. સાથો સાથ ઓપન એર ક્લાસ ન લેવા પણ સૂચના અપાઈ છે તેમજ શિક્ષકોએ હીટવેવ અને તેનાથી બચવાના ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવા પણ આદેશ આપ્યો છે

અગાઉ 7થી 12 વાગ્યાનો સમય કરાયો હતો
અત્રે જણાવીએ કે, અગાઉ જિલ્લા પ્રાથમિક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આવ્યો હતો કે, સ્કૂલનો સમય સવારે 7 થી 12 વાગ્યાનો રહેશે. રાજ્યમાં હિટેવેવને લઈ એક્શન પ્લાન 2024ના પગલે આ સવારની શાળાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરાયો
તો બીજી તરફ કાળઝાળ ગરમીનાં પગલે હીટ સ્ટ્રોકનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ ઉભો કરાયો છે. ર્ડાક્ટરોનાં દ્વારા વૃદ્ધો અને બાળકોને બપોરનાં સમયે બહાર ન નીકળવા સૂચન કરવામાં આવ્યું છે. 

ઉનાળાની ગરમીમાં લૂ લાગવા (હિટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવાનાં આરોગ્યલક્ષી ઉપાયો

ઘરની બહાર હોવ ત્યરે માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરો
તરસ ન લાગે છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પાવાનો આગ્રહ રાખો
આંખોનાં રક્ષણ માટે સન ગ્લાસીસ અને લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નાળિયેર પાણી સહિતનાં પીણાંનું સેવન કરો
ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી
બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી

વાંચવા જેવું: રેલવેએ આપ્યા ગુડ ન્યૂઝ! હવે ઘરે બેઠા મળશે જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ, બસ આટલું કરવું જરૂરી

આટલું  કરશો: 

બપોરનાં 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તડકામાં ન જવું,  ઉઘાડા પગે બહાર ન જવું
બપોરનાં સમયે બહાર હોય ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃતિ ન કરવી
બપોરનાં સમયે રસોઈ કરવાનું ટાળો અને રસોડાનાં બારી અને બારણાં ખુલ્લા રાખો
શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘડાટે તેવા ચા, કોફી કે સોફ્ટ ડ્રિંક ન લેવા
પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહાર ન લેવા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ