બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / This year PM Modi will help Pakistan a big claim of the former chief of the Indian intelligence agency

શકયતા / આ વર્ષે PM મોદી કરશે પાકિસ્તાનની મદદ', ભારતીય ગુપ્તચર એજન્સીના પૂર્વ ચીફનો મોટો દાવો

Kishor

Last Updated: 12:22 AM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્થિક કટોકટી સામે ઝઝૂમતા પાકિસ્તાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મદદ કરી શકે તે અંગેનો ભારતીય ગુપ્તચર એજન્સીના અમરજીત દુલાતે દાવા સાથે શકયતા કરી છે.

  • કંગાળ બનેલા પાકિસ્તાનને વડાપ્રધાન મોદી કરી શકે છે મદદ: પૂર્વ રો ચીફનો દાવો
  • આર્થિક રીતે ભાંગી પડેલા પાકિસ્તાનને મદદની તાતી જરૂર 

કંગાળ બનેલા પાકિસ્તાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મદદ કરી શકે છે. તેમ ભારતીય જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના પૂર્વ વડા અમરજીત સિંહ દુલતે દાવા સાથે કહ્યું છે. એવું માનવામાં આવે છે કે, RAW ચીફ તરીકેના કાર્યકાળ દરમિયાન, અમરજીત સિંહ દુલતે પાડોશી દેશમાં ઘણી ગુપ્તચર કામગીરી હાથ ધરી હતી. તેમણે આજે કોલકાતાના એક કાર્યક્રમમાં કહ્યું કે, મને લાગે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષના અંતમાં રાજકીય અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન તરફ શાંતિનો હાથ લંબાવશે અને પાડોશી દેશને મદદ કરી શકે છે. આ અંગે વાર્તા-મંત્રણા મામલે સ્પષ્ટતા પણ કરી કે, આ કોઈ સૂત્રો પાસેની માહિતી નથી મળી પરંતુ પોતાનું અનુમાન હોવાનું કહ્યું હતું.

ભારત એક અમર બીજ છે, જે વિપરીત હાલતમાં દબાઈ શકે પરંતુ... PM મોદીએ આપ્યું  ઉદાહરણ I PM Modi remembers shri aurobindo india as immortal seed

અમરજીત સિંહ દુલતે ચેતવણી પણ આપી કે, ભારતનો મિત્ર દેશ અમેરિકા "ઘણો દૂર" છે. ઈરાન-રશિયા-ચીનનું શક્તિશાળી ગઠબંધન તૈયાર થઈ રહ્યું છે. હવે કોઈપણ સમય પાકિસ્તાન સાથે વાત કરવાનો શ્રેષ્ઠ સમય છે. આપણે આપણા પડોશીઓ સાથે સંપર્ક જાળવી રાખવાની જરૂર છે.  ભૂતકાળમાં, બે પડોશીઓ વચ્ચેની શાંતિ વાટાઘાટો ઘરેલું ધારણાઓને બંધક બનાવીને રહી છે અને પાકિસ્તાને ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવાનો ઇન્કાર કર્યો છે, જ્યારે તેણે WTOના તમામ હસ્તાક્ષરકર્તાઓને તે પ્રદાન કરવું પડશે.

યુએસ દૂર છે, પડોશીઓ નજીક છે

દુલતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠકો બાદ પણ ભારત અમેરિકાને સંબંધ મજબૂત રાખવામાં સફળ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં ચીનને લાગે છે કે ભારત તેને મદદરૂપ થવા માગે છે. તેમણે વધુમાં કહ્યું કે, તમે વલણ બદલો અને ટ્રમ્પનું સ્વાગત કરો, જે ચીનીઓને પસંદ નથી. તમામ પક્ષો સાથે સારા સંબંધો જાળવવા એ ભારતની પરંપરાનો એક ભાગ છે. પાડોશી દેશો સાથે સારા સંબંધોની જરૂરિયાત પર ભાર મૂકતા દુલતે કહ્યું, અમેરિકા સાથેના આપણા સંબંધોમાં સુધારો થયો છે, જે ખૂબ જ સકારાત્મક છે, પરંતુ યુએસ દૂર છે, આપણા પડોશીઓ નજીક છે.

પાકિસ્તાને દેવાળું ફૂંકયું છે

આ પહેલા પાકિસ્તાનના રક્ષા મંત્રીએ સ્વીકારતા કહ્યું હતું કે, પાકિસ્તાને દેવાળું ફૂંકયું છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMC) પાસેથી નાણાં મેળવવા મજબુર બન્યું છે. વિશ્લેષકોનું માનીએ તો કટોકટી સંભાળવાની પાકિસ્તાનની જૂની પદ્ધતિ હવે કામ કરી રહી નથી અને તેથી તે ભારત સાથે શાંતિ અને વેપારની વાત કરવા માટે વધુ ખુલ્લું પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ