બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / Daily Horoscope / This time is the most auspicious time to celebrate Holi, know what is the mythology associated with Holika Dahan

ધર્મ / હોલિકા દહન કેમ મનાવવામાં આવે છે? યુવા પેઢી ખાસ વાંચે પૌરાણિક કથા, મુહૂર્ત પણ જાણી લો

Vishal Dave

Last Updated: 06:14 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસભર ભદ્રાની છાયાને કારણે હોલિકા દહનનો શુભ સમય રાત્રે  11:13 થી રાત્રે 12:27 સુધીનો છે. પુનમની તિથી 25 માર્ચે સવારે 11:31 વાગ્યે સમાપ્ત થશે

સનાતન ધર્મમાં, હોલિકા દહન દર વર્ષે ફાગણ મહિનાની પુનમની રાત્રે  કરવામાં આવે છે અને રંગોત્સવ કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિના બીજા દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હોલિકા દહનની અગ્નિથી જીવનના તમામ દુ:ખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. . અધર્મ પર ધર્મની જીતના આ પાવન પર્વનુ ખુબજ મહત્વ છે..  

હોલિકા દહનનો શુભ સમય

દર વર્ષે હોલિકા પૂજા સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે અને હોલિકા દહન પણ કરવામાં આવે છે. દ્રિક પંચાંગ અનુસાર આજે સવારે 9.23 વાગ્યાથી પૂર્ણિમા તિથિ શરૂ થઈ છે, જે 25 માર્ચે સવારે 11:31 વાગ્યે સમાપ્ત થશે. દિવસભર ભદ્રાની છાયાને કારણે હોલિકા દહનનો શુભ સમય રાત્રે  11:13 થી રાત્રે 12:27 સુધીનો છે. પૌરાણિક કથાઓમાં, હોલિકા દહનની ઉજવણી પાછળ ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભક્ત પ્રહલાદની વાર્તા વર્ણવવામાં આવી છે. ચાલો જાણીએ હોલિકા દહન સાથે જોડાયેલી પૌરાણિક કથા...

આ પણ વાંચોઃ આજે હોળી અને ચંદ્રગ્રહણનો સંયોગ: 12 રાશિઓ પર પડશે આવી અસર, જીવનમાં થશે હેરાનીભર્યું

શું છે હોલિકા દહનની કથાઃ
 ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદના પિતા રાક્ષસ હિરણ્યકશ્યપ હતા. જે પોતાને ભગવાન માનતા હતા. હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુને ખુબજ નફરત કરતો હતો..પરંતુ તેનો પુત્ર  પ્રહલાદ વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો..હિરણ્યકશ્યપ ઇચ્છતો હતો કે તેનો પુત્ર તેને ભગવાન માને.. અને તેની ભક્તિ કરે, પરંતુ પ્રહલાદ વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો. જેથી હિરણ્યકશ્યપ પુત્રને મારવા માટે અનેક પ્રયાસ કરે છે. જેના એક ભાગરૂપે તે પોતાની બહેન હોલિકાને તૈયાર કરે છે. હોલિકાને વરદાન હોય છે કે અગ્નિ તેને બાળી શકશે નહીં,  તેથી હિરણ્યકશ્યપ બહેન હોલિકાને કહે છે કે તે પ્રહલાદને લઇને આગમાં બેસી જાય, હોલિકા ભાઇની વાત માનીને આગની જ્વાળામાં બેસે છે, પરંતુ વિષ્ણું ભગવાનની કૃપાથી પ્રહલાદને ઉની આંચ નથી આવતી અને હોલિકા બળીને ભસ્મ થઇ જાય છે. ત્યારથી ફાગણ મહિનાની પુનમની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ