બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / This is the unique bank of Ayodhya, where the account is opened only after typing Sitaram 5 lakh times

OMG! / આ છે અયોધ્યાની અનોખી બેંક, જ્યાં 5 લાખ વાર સીતારામ લખવા પર જ ખુલે છે એકાઉન્ટ

Megha

Last Updated: 09:30 AM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાની પવિત્ર ભૂમિમાં આવેલ એક અનોખી બેંક ખૂબ જ પ્રખ્યાત છે, અહીં પૈસા જમા નથી થતા એમ છતાં બેંકની મૂડી સતત વધી રહી છે. આ બેંકમાં લોકો રામના નામથી લખેલી નકલો જમા કરે છે.

  • રામ નગરી આયોધ્યામાં એક અનોખી આંતરરાષ્ટ્રીય બેંક આવેલી છે. 
  • અહીં રૂપિયાની લેવડદેવડ નહીં પણ રામના નામનું ખાતું જાળવવામાં આવે છે. 
  • સીતારામ બેંકની સ્થાપના વર્ષ 1970માં કરવામાં આવી હતી. 

આયોધ્યાનું નામ આવે એટલે સૌથી પહેલા હાલ નિર્માણ થતાં રામલલા મંદિરમાં ભગવાન રામના દર્શન કરવાનો વિચાર આવે. 700 એકરમાં બનેલું ભવ્ય રામ મંદિર આ દિવસોમાં ચર્ચામાં છે. અયોધ્યાનું આ મંદિર 500 વર્ષના યુદ્ધની જીત, ધાર્મિક આસ્થા, પૌરાણિક માન્યતા, આસ્થા અને ભગવાન રામની જન્મભૂમિ સાથે જોડાયેલું છે.

પણ શું તમને ખબર છે કે રામ નગરીમાં એક અનોખી આંતરરાષ્ટ્રીય બેંક આવેલી છે જ્યાં રૂપિયાની લેવડદેવડ નહીં પણ રામના નામનું ખાતું જાળવવામાં આવે છે. 

રામ નગરીમાં એક અનોખી આંતરરાષ્ટ્રીય બેંક આવેલી છે
એટલું જ નહીં, તમે સીતારામના નામે આ બેંકમાં ખાતું પણ ખોલાવી શકો છો. આજે અમે તમને ધાર્મિક શહેર અયોધ્યામાં સ્થિત આંતરરાષ્ટ્રીય રામનામ બેંક વિશે જણાવીએ જ્યાં સીતારામ નામનો જાપ જમા થાય છે. તેમજ બેંકની જેમ ખાતુ ખોલાવવાની સાથે પાસબુક પણ આપવામાં આવે છે. આ બેંકની સૌથી ખાસ વાત એ છે કે અહીં સીતારામના નામનો જાપ વિવિધ ભાષાઓમાં પણ જમા થાય છે. સાથે જ ભક્તો આ બેંકમાં ભગવાન રામનું નામ લખીને ચોખા, ચણા અને રાઈ પણ જમા કરાવે છે.

વાંચવા જેવુ: અયોધ્યાના ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં નહીં હોય સીતા માતાની પ્રતિમા, માત્ર બિરાજશે રામલલ્લા, કારણ ચોંકાવનારું

અનોખી બેંક જ્યાં પૈસા નહીં પરંતુ રામ નામની નકલો જમા થાય છે 
અયોધ્યાની પવિત્ર ભૂમિમાં આ અનોખી બેંક જે ખૂબ જ પ્રખ્યાત છે, જ્યાં પૈસા જમા નથી થતા. પરંતુ બેંકની મૂડી સતત વધી રહી છે. અહીં રામના નામથી લખેલી નકલો જ જમા છે. જેને સીતારામના ભક્તો આદરપૂર્વક લખે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે 84 લાખ રામનામ લખવાથી મનુષ્યને 84 લાખ જન્મોમાંથી મુક્તિ મળે છે. તેથી ભક્તો 84 લાખ રામનામો લખીને મોક્ષ મેળવવાનો પ્રયાસ કરે છે. આ બેંકનું નામ પણ ખૂબ જ આકર્ષક છે, સીતારામ બેંક. 

જાણીને નવાઈ લાગશે કે આ બેંક માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ શાખાઓ છે. સીતારામ બેંકની કુલ 124 શાખાઓ છે. આ બેંકમાં ભાષાનું કોઈ નિયંત્રણ નથી, રામનામીની નકલો કોઈપણ ભાષામાં લખી તેમાં જમા કરાવી શકાય છે.

સીતારામ બેંકની સ્થાપના વર્ષ 1970માં કરવામાં આવી હતી
શ્રી સીતારામ નામની આંતરરાષ્ટ્રીય બેંકની સ્થાપના વર્ષ 1970માં અયોધ્યામાં કરવામાં આવી હતી. રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસે આ બેંકની સ્થાપના કરી હતી. સીતારામ બેંકના ચેરમેન પુનીતરામદાસ છે.  એમનું કહેવું છે કે પહેલા અહીંથી નકલો આપવામાં આવે છે અને પછી લોકો સીતારામનું નામ લખીને જમા કરાવે છે. અહીં લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે અને અમે આ બેંકનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છીએ.

પાંચ લાખ વખત નામ લખવા પર કાયમી સભ્યપદ 
નામ લખવાની નકલ સીતારામ બેંક દ્વારા આપવામાં આવે છે, તે 64 પાનાની છે. અને તેમાં સીતારામ લખવા માટે 21 હજાર ત્રણસો કોલમ છે. એટલે કે જો કોઈએ નકલ લખી હોય તો તેણે સીતારામનું નામ 21 હજાર ત્રણસો વખત લખ્યું છે. ઓછામાં ઓછા પાંચ લાખ વખત નોંધણી કરાવનારને જ બેંકના સભ્ય બનાવવામાં આવે છે. તેનાથી ઓછું લખનારને હંગામી એટલે કે અસ્થાયી સભ્ય ગણવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ