બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / These 5 vegetarian foods are best then non-veg in terms of protein, know the benefits

હેલ્ધી લાઇફસ્ટાઇલ / પ્રોટીન મામલે નોનવેજના પણ બાપ છે આ 5 શાકાહારી ફૂડ્સ, ફાયદા જાણીને ચોંકી જશો

Megha

Last Updated: 10:17 AM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયટમાં પ્રોટીન લેવા માટે ઈંડા અને નોનવેજનો સહારો લેતા હોય છે પણ જો તમે  વેજીટેરીયન ફૂડમાં પ્રોટીનના ઓપ્શન શોધી રહ્યા છો તો આ ફૂડ્સ તમારા માટે બેસ્ટ છે.

  • બીમારીઓથી બચવા માટે પ્રોટીન આહારમાં સામેલ કરો 
  • પ્રોટીન યુક્ત આહાર પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે
  • વેજીટેરીયન ફૂડમાં પ્રોટીનના ઓપ્શન શોધી રહ્યા છો?

તત્વો આહારમાં સામેલ કરવાં ખૂબ જરૂરી છે. તેમાંથી એક છે પ્રોટીન. તે હાડકાં ઉપરાંત વાળ, સ્કિન, માંસપેશીઓ માટે પણ જરૂરી છે. સાથે પ્રોટીન યુક્ત આહાર પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.  પ્રોટીન પોતે જ આવશ્યક એમિનો એસિડ બનાવે છે જેમાંથી જીવનનો પ્રથમ પદાર્થ બને છે. દરેક વ્યક્તિને દરરોજ 50 થી 60 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. 

ભારતમાં મોટાભાગના લોકોમાં પ્રોટીનની ઉણપ છે.  પ્રોટીનની અછતથી સ્નાયુઓના જથ્થામાં ઘટાડો થાય છે અને અતિશય નબળાઇ અને થાક લાગે છે. એવામાં ઘણા લોકો ડાયટમાં પ્રોટીન લેવા માટે ઈંડા અને નોનવેજનો સહારો લેતા હોય છે પણ જો તમે  વેજીટેરીયન ફૂડમાં પ્રોટીનના ઓપ્શન શોધી રહ્યા છો તો આ ફૂડ્સ તમારા માટે બેસ્ટ છે.

1. સોયાબિન


તેમાં સેચ્યુરેટેડ ફેડ ખૂબ ઓછી હોય છે અને વિટામિન સી, પ્રોટીન અને ફોલેટનું પ્રમાણ વધારે હોય છે. 1 કટોરી સોયાબીનના શાકમાં 28 ગ્રામ પ્રોટીન મળી આવે છે. 

2. લીલા વટાણા
મોટાભાગના લોકોને વટાણા ખાવા પસંદ હોય છે. લીલા વટાણા પ્રોટીન સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીલા વટાણાનું શાક, સૂપ, પુલાવ વગેરે બનાવી શકાય છે. એક કપ બોઈલ લીલા વટાણામાં 8.58 ગ્રામ પ્રોટીન હોય છે.

ટોફુ


જો તમે શાકાહારી હો તો ટોફુ પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે. તેમાં 10થી 19 ટકા પ્રોટીનની સાથે આયરન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. 

બાફેલા ચણા


એક કપ બાફેલા ચણામાં 16 ગ્રામ પ્રોટીન હોય છે. તે શરીરને એનર્જી આપે છે. સાથે સાથે શરીરમાં લોહીની કમી પણ પૂરી થાય છે. તમે ઇચ્છો તો સલાડ બનાવીને ખાઇ શકો છો. 

બ્રોકલી


એક કપ બ્રોકલીમાં 6 ગ્રામ પ્રોટીનની સાથે 30 ટકા કેલ્શિયમ પણ હોય છે. તમે ઇચ્છો તો સૂપ, સલાડ કે શાકભાજીના રૂપમાં બ્રોકલીનું સેવન કરી શકો છો.

દાળ


મસૂર, અડદ, મગ જેવી દાળમાં પ્રોટીન ઉપરાંત વિટામિન્સ, આયર્ન, કેલ્શિયમ હોય છે. સાથે તેમાં ફાઇબર પણ હોય છે. જે પેટ સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર કરે છે. 

બદામ 
બદામ હાર્ટ માટે તો હેલ્ધી છે જ સાતે જ તેમાં પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોય છે. 1/4 કપ બદામમાં 7.5 ગ્રામ પ્રોટીન મળી આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ