બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / these 3 people can travel anywhere without a passport amid diplomatic passports g20

જાણવા જેવું / પાસપોર્ટ વગર જ દુનિયાના કોઈ પણ દેશમાં ફરી શકે છે આ 3 હસ્તીઓ, અમેરિકાના રાષ્ટ્રપતિને પણ નથી આવી છૂટ

Manisha Jogi

Last Updated: 05:53 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ નેતાને તકલીફ ના થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિપ્લોમેટીક પાસપોર્ટ હોય તેમ છતાં તમામ નેતાઓએ પાસપોર્ટ તપાસ કરાવવી જરૂરી છે.

  • અનેક નેતાઓ G20 સમિટમાં શામેલ થવા માટે ભારત પહોંચી રહ્યા છે
  • પાસપોર્ટ વગર જ દુનિયાના કોઈ પણ દેશમાં ફરી શકે છે આ 3 હસ્તી
  • ડિપ્લોમેટીક પાસપોર્ટ શું છે?

વિશ્વભરના અનેક નેતાઓ G20 સમિટમાં શામેલ થવા માટે ભારત પહોંચી રહ્યા છે. કોઈપણ નેતાને તકલીફ ના થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિપ્લોમેટીક પાસપોર્ટ હોય તેમ છતાં તમામ નેતાઓએ પાસપોર્ટ તપાસ કરાવવી જરૂરી છે. 

ડિપ્લોમેટીક પાસપોર્ટ શું છે?
રાહુલ ગાંધીએ થોડા મહિના પહેલા ડિપ્લોમેટીક પાસપોર્ટ સરેન્ડર કરવો પડ્યો હતો. ત્યારપછી તેઓ સામાન્ય પાસપોર્ટ સાથે અમેરિકા ગયા હતા. કેટલાક નેતાઓ અને અધિકારીઓને આ ડિપ્લોમેટીક પાસપોર્ટ આપવામાં આવે છે. આ પાસપોર્ટ બ્રાઉન રંગનો હોય છે અને 5 વર્ષે એક્સપાયર થાય છે, સામાન્ય પાસપોર્ટ 10 વર્ષે એક્સપાયર થાય છે. 

પાસપોર્ટના ફાયદા
ડિપ્લોમેટીક પાસપોર્ટમાં કેટલીક સુવિધા આપવામાં આવે છે, જેમ કે, હોસ્ટ દેશમાં ધરપકડ અથવા કાયદાકીય કાર્યવાહી ના થઈ શકે છે. કોઈપણ જોખમ હોય તો સૌથી પહેલા દેશમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે છે. વિદેશમાં એમ્બેંસીથી લઈને યાત્રા દરમિયાન અનેક સુવિધા પવામાં આવે છે. વિઝાની જરૂર રહેતી નથી. ઈમિગ્રેશન અથવા ઔપચારિકતા માટે લાઈનમાં ઉભા રહેવું પડતું નથી. 

જો બાઈડેનનો પાસપોર્ટ
અમેરિકાના રાષ્ટ્રપતિ, તેમના પરિવાર અને હાઈ રેન્કિંગ અધિકારીઓને કાળા રંગનો પાસપોર્ટ આપવામાં આવે છે. જે માટે કોઈ ફી આપવાની રહેતી નથી. સામાન્ય પાસપોર્ટ વાદળી રંગનો હોય છે. ઉપરાંત અન્ય 3 રંગના પાસપોર્ટ હોય છે, જે અલગ અલગ હેતુથી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ પાસે આ પાસપોર્ટ સાચવવા માટે અલગ પર્સનલ હોય છે. જેમણે પ્રેસિડેન્ટની સાથે જરૂરી ડોક્યુમેન્ટ લઈને જવાનું રહે છે. બાઈડેન ફ્લાઈટમાંથી ઉતરશે અને તેઓ તેમનો પાસપોર્ટ ચેક કરશે. બાઈડેન સુરક્ષા બંદોબસ્તની સાથે ચાલશે. વાપસી દરમિયાન પણ આ જ પ્રોસેસ જશે. 

ત્રણ લોકોને ખાસ સુવિધા આપવામાં આવી છે
દેશોમાં થતા ગેરકાયદાકીય પ્રવેશને રોકવા માટે પાસપોર્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. વિશ્વમાં 3 એવા વ્યક્તિ છે, જેમણે ઓળખાણ માટે પાસપોર્ટ અથવા આઈડીની જરૂર નથી. તેઓ પાસપોર્ટ વગર અન્ય દેશોમાં એન્ટ્રી મેળવી શકે છે. 

બ્રિટીશ કિંગ ચાર્લ્સ
કિંગ પહેલા બ્રિટીશ ક્વીન એલિઝાબેથ પાસે આ અધિકાર હતો. ક્વીનના નિધન પછી બ્રિટનના પછી વિદેશ મંત્રાલયે આદેશ આપ્યો હતો કે, હવે ચાર્લ્સ રાજા છે. જેથી હવે કિંગ ચાર્લ્સે પણ પાસપોર્ટ દર્શાવવાની જરૂર નથી. કિંગ ચાર્લ્સના પરિવાર પાસે પણ ડિપ્લોમેટીક પાસપોર્ટ છે. જેથી તેમને અનેક સુવિધાઓ આપવામાં આવે છે.

પાસપોર્ટની જરૂર શા માટે નથી
બ્રિટનમાં તમામ પાસપોર્ટ સમ્રાટના નામ પર જાહેર થાય છે, જેથી સમગ્ર દેશની ઓળખ કિંગ અથવા ક્વીન છે. આ કારણોસર તેમણે પાસપોર્ટની જરૂર રહેતી નથી. પાસપોર્ટ સિસ્ટમ શરૂ થઈ તે સમયે આ દેશે અનેક દેશો પર કબ્જો કરેલ હતો. 

જાપાનના રાજા-રાણીને વિશેષ અધિકાર
જાપાનમાં પણ રાજાશાહી છે. જાપાનના સમ્રાટ નારોહિતો અને ક્વીન મસાકો ઓવાદા છે. વર્ષ 2019માં તેમને આ પદ આપવામાં આવ્યું છે. 70 દાયકામાં સંસદમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, રાજા રાણીને આ તપાસ પ્રક્રિયામાંથી પસાર થવા દેવામાં નહીં આવે છે. જેથી જ્યારે પણ જાપાનમાં નવા સમ્રાટ આવે છે, ત્યારે જાપાનનું વિદેશ મંત્રાલય અન્ય દેશોને આ બાબતે સંદેશ આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ