બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / There was no money to buy chappals today he is the owner of 3300 crores the story of Velumani full of passion

Success Story / ચપ્પલ ખરીદવાના રૂપિયા ન હતા, આજે છે 3300 કરોડના માલિક, જુસ્સાથી ભરપૂર વેલુમણિની કહાની

Vishal Dave

Last Updated: 07:50 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેલુમણિએ નાનપણથી જ તેમની માતાનો સંઘર્ષ જોયો હતો. આખો પરિવાર 50 રૂપિયામાં ગુજરાન ચલાવતો હતો.અભ્યાસની સાથે તેમણે કેમિસ્ટની દુકાનમાં નોકરી કરી હતી. .

જો તમે ઈમાનદારીથી પ્રયત્ન કરશો તો ચોક્કસ સફળતા મળશે. જેના સમગ્ર પરિવારનો ખર્ચ એક સમયે 50 રૂપિયામાં થતો હતો, જેની પાસે ન તો પેન્ટ ખરીદવાના પૈસા હતા અને ન તો ચપ્પલ... આટલી બધી મુશ્કેલીઓ અને ગરીબીનો સામનો કરનાર વ્યક્તિ ક્યારેય કરોડોની કંપની બનાવી શકે ?  થાઇરોકેર ટેક્નોલોજીસ લિમિટેડના સ્થાપક, ચેરમેન અને એમડી એ વેલુમણિની આ વાર્તા છે. તાજેતરમાં, તેમનો એક પોડકાસ્ટ વાયરલ થયો હતો, જેમાં તે તેમના સંઘર્ષ અને તેની પત્નીના મૃત્યુને લઈને ભાવુક થઈ ગયા હતા.

આખા પરિવારનું ગુજરાન માત્ર 50 રૂપિયામાં ચાલતું હતું 

વેલુમણિનો જન્મ તમિલનાડુના કોઈમ્બતુરમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. પિતાની માંદગીને કારણે આખો બોજ માતાના ખભા પર આવી ગયો. વેલુમણી ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. માતાએ કોઈપણ સંજોગોમાં તેના બાળકોનું શિક્ષણ અટકાવ્યું ન હતું. આખા પરિવારનું ગુજરાન 50 રૂપિયામાં ચલાવવામાં આવતું હતું.. વેલુમણિ તેની માતાનો સંઘર્ષ જોઈ રહ્યો હતા.. અભ્યાસની સાથે તેમણે કેમિસ્ટની દુકાનમાં નોકરી પણ કરી લીધી. જ્યાં તેમને 150 રૂપિયા પગાર મળતો હતો. તે 50 રૂપિયા પોતાની પાસે રાખતા હતા  અને બાકીના તમામ પૈસા તેમની માતાને મોકલી આપતા હતા. 

14 વર્ષની નોકરી પછી પોતાનો બિઝનેસ શરૂ કર્યો

કેમિસ્ટની દુકાનમાં કામ કરીને તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. પીએચડીની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેમને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી મળી. તેમણે સુમતિ વેલુમણિ સાથે લગ્ન કર્યા. સુમતિ બેંકમાં નોકરી કરતી હતી. 14 વર્ષ કામ કર્યા બાદ વેલુમણિએ નોકરી છોડી દીધી. પત્નીને સરકારી નોકરી હતી એટલે તેમણે પત્નીને જાણ કર્યા વગર જ નોકરી છોડી દીધી. થોડી બચત અને PF ના પૈસા સાથે, તેમણે વર્ષ 1995 માં તેમણે મુંબઈમાં પોતાની પ્રથમ લેબ શરૂ કરી.  શરૂઆતમાં એક-બે ટેસ્ટ જ આવ્યા, પણ તેમણે પ્રયાસ કરવાનું બંધ કર્યું નહીં. ઘણી વખત એવુ બનતું કે આખી-આખી રાત લેબમાં જ કામ કરતા રહેતા.અને પછી ત્યાં જ સૂઈ જતા. પ્રયત્નો ફળ આપવા લાગ્યા અને ધીમે ધીમે તેમનું કામ ચાલવા લાગ્યું.

આ પણ વાંચોઃ  ભારતના 'સુપર ચોર'ના હેરાનીભર્યાં કારનામા, 1000 કાર ચોરી, જજ બનીને પોતાને-હજારો ગુનેગારો છોડાવ્યાં

પત્નીનો સાથ છૂટ્યો 

કંપનીને મોટી બનાવવા માટે તેમણે શરૂઆતમાં પગાર પણ ન લીધો. કમાતા-કમાતા તમામ પૈસા તે કંપનીમાં જ રોકાણ કરતા હતા. પત્નીએ કોઈપણ શરત વગર પતિને પૂરો સાથ આપ્યો. વેલુમણિ એમ પણ કહે છે કે તેમની બિઝનેસ સફળતાનું કારણ તેમની પત્ની હતી. તેમના સંઘર્ષમાં તેમની પત્નીએ તેમને પૂરો સાથ આપ્યો, પરંતુ 2016માં તેમની કંપનીના IPOના 50 દિવસ પહેલા તેમને ખબર પડી કે તેમની પત્ની એડવાન્સ સ્ટેજ પેન્ક્રિયાટિક કેન્સરથી પીડિત છે. તેમના જીવનના અંતિમ દિવસ સુધી તેમની પત્નીએ તેમને સાથ આપ્યો. જ્યારે તેને સફળતા મળવા લાગી ત્યારે તેમની પત્નીહમેંશા માટે આ દુનિયા છોડીને ચાલી ગઇ.  આજે તેમની કંપનીનું માર્કેટ કેપ 3300 કરોડ રૂપિયા છે.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ