બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The Yamuna assumed a raudra form, shifting 14 thousand people from the low-lying areas at once

આસમાની આફત / હવે દિલ્હીમાં પૂરનું સંકટ! યમુનાએ ધર્યું રૌદ્ર સ્વરૂપ, નીચાણવાળા વિસ્તારમાંથી એકસાથે 14 હજાર લોકોને કરાયા શિફ્ટ

Priyakant

Last Updated: 08:51 AM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi News: હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ યમુનામાં પાણી વધી ગયું છે. 12 જુલાઈના રોજ સવારે 5 વાગ્યે જૂની દિલ્હી રેલવે બ્રિજ પર યમુનાનું પાણીનું સ્તર 207.08 નોંધાયું

  • ભારે વરસાદ બાદ દિલ્હીમાં યમુનાનું જળસ્તર ભયજનક સ્તરે
  • હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું 
  • આજે સવારે 7 વાગ્યે જૂની દિલ્હી રેલવે બ્રિજ પર યમુનાનું પાણીનું સ્તર 207.18 નોંધાયું

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ બાદ દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. જૂના દિલ્હી રેલ્વે બ્રિજ પર આજે સવારે યમુનાનું જળસ્તર 207 મીટરને પાર કરી ગયું હતું. વાત જાણે એમ છે કે, હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ યમુનામાં પાણી વધી ગયું છે. 12 જુલાઈના રોજ સવારે 5 વાગ્યે જૂની દિલ્હી રેલવે બ્રિજ પર યમુનાનું પાણીનું સ્તર 207.08 નોંધાયું હતું, જ્યારે તે સવારે 7 વાગ્યે વધીને 207.18 થઈ ગયું હતું. PTI અનુસાર અત્યાર સુધી યમુનાનું મહત્તમ જળસ્તર વર્ષ 1978માં 207.49 નોંધાયું હતું. અધિકારીઓએ મંગળવારે જ ચેતવણી આપી હતી કે, દિલ્હીમાં યમુના નદી તેનું ઉચ્ચ સ્તર રેકોર્ડ કરી શકે છે. મંગળવારે જ યમુના નદીનું જળસ્તર 10 વર્ષના સર્વોચ્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું.

સેન્ટ્રલ વોટર કમિશનના ફ્લડ-મોનિટરિંગ પોર્ટલ અનુસાર જૂના રેલવે બ્રિજ પર પાણીનું સ્તર સોમવારે સાંજે 5 વાગ્યે 205.4 મીટરથી વધીને મંગળવારે રાત્રે 8 વાગ્યે 206.76 મીટર થયું કારણ કે હરિયાણાએ હથનીકુંડમાંથી નદીમાં વધુ પાણી છોડ્યું હતું. સીડબ્લ્યુસીએ યમુનાનું જળસ્તર 207 મીટર સુધી વધવાની આશા પણ વ્યક્ત કરી હતી. દિલ્હીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. કાશ્મીરી ગેટના મોન્સ્ટી માર્કેટમાં પૂરના પાણી પહોંચી ગયા છે. અહીં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે શેરીઓમાં પાણી વહી રહ્યું છે.

ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે યમુના 
યમુના નદીમાં જળસ્તર વધવાને કારણે દિલ્હીમાં પૂરનો ખતરો છે. યમુના ખતરાના નિશાનથી 1.36 મીટર ઉપર વહી રહી છે. નદીના વહેણને ઘટાડવા માટે ઓખલા બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં યમુનાના જળસ્તરમાં ઝડપી વધારો નોંધાયો છે. તે રવિવારે સવારે 11 વાગ્યે 203.14 મીટરથી વધીને સોમવારે સાંજે 5 વાગ્યે 205.4 મીટર થયું હતું, જે અપેક્ષા કરતાં 18 કલાક વહેલા 205.33 મીટરના જોખમના નિશાનને વટાવી ગયું હતું. સોમવારે રાત્રે જ જૂનો રેલવે બ્રિજ રેલ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

બચાવ કાર્ય માટે 45 બોટ તૈનાત
સિંચાઈ વિભાગે મંગળવારે સાંજે જણાવ્યું હતું કે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વધુ ઊંચાઈએ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે 45 બોટ તૈનાત કરવામાં આવી છે. આ તરફ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં પૂર જેવી સ્થિતિની કોઈ શક્યતા નથી. શહેર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. નદીનું જળસ્તર 206 મીટરથી ઉપર પહોંચતા જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ થશે. દિલ્હીમાં નદી પાસેના નીચાણવાળા વિસ્તારને સંવેદનશીલ માનવામાં આવે છે. આ વિસ્તારોમાં લગભગ 41 હજાર લોકો રહે છે. ડીડીએ, મહેસૂલ વિભાગની જમીન હોવા છતાં, છેલ્લા કેટલાક વર્ષોમાં નદીના પૂરના વિસ્તારમાં અતિક્રમણ થયું છે.

1978 પછી પાણીનું સ્તર હવે રેકોર્ડ સ્તરે પહોંચી ગયું
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, યમુનાએ બે વાર ખતરાના નિશાનને પાર કર્યું હતું અને પાણીનું સ્તર 206.38 પર પહોંચી ગયું હતું. એ જ રીતે, જ્યારે ઓગસ્ટ 2019માં હરિયાણામાંથી 8.28 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે પાણીનું સ્તર 206.6 પર પહોંચ્યું હતું. અગાઉ 2013માં તે 207.32 મીટરે પહોંચ્યું હતું અને 1978માં નદીનું જળસ્તર 207.49 મીટરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ