બ્રેકિંગ ન્યુઝ

logo
logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / The World Cup schedule may be announced late! The statement of the PCB's prospective chairman gave a startling signal

World Cup 2023 / વર્લ્ડકપ શિડ્યુલ જાહેર થવામાં થઇ શકે છે મોડું! PCBના સંભવિત અધ્યક્ષના નિવેદને આપ્યા ચોંકાવનારા સંકેત

Megha

Last Updated: 09:11 AM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICCએ ODI વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત માટે 27 જૂન નક્કી કરી હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સંભવિત નવા અધ્યક્ષને કારણે સત્તાવાર શેડ્યૂલ માટે વધુ રાહ જોવી પડી શકે છે

  • ICC ODI વર્લ્ડ કપના સત્તાવાર શેડ્યૂલ માટે વધુ રાહ જોવી પડી શકે
  • શેડ્યૂલની જાહેરાત માટે લગભગ 27 જૂનની તારીખ નક્કી કરી હતી
  • PCBના સંભવિત નવા અધ્યક્ષના નિવેદને તેને લંબાવવાનો સંકેત આપ્યો

ભારતમાં યોજાનાર ICC ODI વર્લ્ડ કપના સત્તાવાર શેડ્યૂલ માટે વધુ રાહ જોવી પડી શકે છે. વાત એમ છે કે ICCએ ODI વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત માટે લગભગ 27 જૂનની તારીખ નક્કી કરી હતી અને સાથે એ પણ જાણીતું છે કે 5 ઓક્ટોબરથી ટૂર્નામેન્ટ શરૂ થવાની હતી. હવે આ બધા વચ્ચે  પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સંભવિત નવા અધ્યક્ષ ઝકા અશરફને કારણે ICC ODI વર્લ્ડ કપના સત્તાવાર શેડ્યૂલ માટે વધુ રાહ જોવી પડી શકે છે. સંભવિત નવા અધ્યક્ષે તેમના નિવેદન સાથે રાહ જોવા અને તેને લંબાવવાનો સંકેત આપ્યો છે.

જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI અને ICCએ 27 જૂનના રોજ મોટા પાયે શેડ્યૂલ જાહેર કરવાની યોજના બનાવી હતી. પણ હાલ જ ઝકા અશરફે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે આ મેગા ઈવેન્ટમાં ભાગ લેતા પહેલા ઘણા મુદ્દાઓ છે જેને ઉકેલવાની જરૂર છે. આ સાથે જ એમના નિવેદનમાં એમને હાઇબ્રિડ મોડલ હેઠળ એશિયા કપનું આયોજન કરવાની વાતને પણ નકારી કાઢી છે.

વાત એમ છે કે ઝકા અશરફે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પાકિસ્તાન સામે ઘણા પડકારો છે. ઘણા વર્ષોના કેસો ઉકેલવા પડે છે. હવે એશિયા કપ અને પછી વર્લ્ડ કપ છે. ટીમની તૈયારીઓથી લઈને ઘણા મુદ્દાઓ છે. હું કોઈની વિરુદ્ધ કોઈ નિવેદન આપવા માંગતો નથી. અત્યાર સુધી મેં આ પદ સંભાળ્યું નથી. એકવાર હું જવાબદારી સંભાળીશ, તે પછી હું જોઈશ કે સંજોગો શું છે. હું મીડિયાથી કંઈપણ છુપાવવામાં માનતો નથી. અમે બધા પાકિસ્તાનના સારા માટે કામ કરીએ છીએ.

ODI વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન તેની મેચો ભારતને બદલે અન્ય કોઈ જગ્યાએ યોજવાની માંગ કરી શકે છે. જો કે આઈસીસી અને બીસીસીઆઈ કોઈપણ કિંમતે તેની માંગ સ્વીકારશે નહીં. હવે લાગી રહ્યું છે કે એશિયા કપને લઈને ઝકા અશરફના આ વલણને કારણે બીસીસીઆઈ અને પીસીબી વચ્ચેના સંબંધો વધુ બગડવાની સંભાવના છે. આ પહેલા પાકિસ્તાને ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચનું સ્થળ બદલવાની માંગ કરી હતી જેને ICC દ્વારા ફગાવી દેવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ