બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / The weather in Gujarat will change,IMD made an important forecast
Nirav
Last Updated: 11:42 PM, 1 May 2021
ADVERTISEMENT
મહત્વનું છે કે હાલમાં ઉનાળામાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે, તેમજ ઉનાળામાં મે મહિનામાં ગરમીનું પ્રમાણ પણ વધી જતું હોય છે, તેથી હવામાન વિભાગની આ આગાહીથી રાજ્યના લોકોને થોડા સમય માટે ગરમીથી છૂટકારો મળશે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં આગામી ત્રણ દિવસ સુધી માવઠું પડી શકે છે, જો કે આનાથી કેરીનાં પાકને નુકસાન થવાની પણ સંભાવના છે.
ADVERTISEMENT
કેરીનાં પાકને નુકસાનની ભીતિ
કોરોનાને કારણે ઘણી ખેતી માર્કેટ હાલ સુષુપ્ત અવસ્થામાં છે, હજુ કેરીનો ઘણો ફાલ વાડીઓમાં જ ઝૂલી રહ્યો છે, ત્યારે માવઠાનું પાણી વધુ એકવાર કેરીની રંગત બગાડી શકે છે, અને કેરીનાં ભાવમાં ઉછાળો પણ આવી શકે છે. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું હતું કે ગુજરાતના અન્ય ક્ષેત્રોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
નોંધનીય છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, આનાથી શહેરીજનોને ગરમીથી થોડી રાહત તો મળશે, પણ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારમાં માવઠાની અસરના પગલે ખૂબ ઝડપી એવી ધૂળની ડમરીઓ ઊડવાની પણ શક્યતાઓ બનતી હોય છે, મુખ્યત્વે આ અસર પંજાબની આગળથી ભૂમધ્ય સમુદ્રથી ઊડી આવતા પવનના લીધે છે, જેમાં ભેજ હોય છે અને તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા પશ્ચિમી વિક્ષોભ કહે છે. આગામી ત્રણ દિવસો સુધી 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાવાણી પણ શક્યતાઓ રહેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT