બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / The US has imposed a ban on three Chinese companies supplying parts to Pakistan

મોટો ઝટકો / પાકિસ્તાનના મિસાઇલ પ્રોગ્રામથી ભડક્યું અમેરિકા, પાર્ટસ સપ્લાય કરતી ત્રણ ચીની કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કારણ

Priyakant

Last Updated: 04:18 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Missile Program USA News: અમેરિકાએ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે મિસાઈલ સંબંધિત સાધનોની સપ્લાય કરવા બદલ ચીનની ત્રણ કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા

  • પાકિસ્તાનને અમેરિકા તરફથી મોટો ઝટકો લાગ્યો
  • અમેરિકાએ ચીનની ત્રણ કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા
  • આ કંપનીઓએ પાકિસ્તાનને બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે સાધનોની સપ્લાય કરી હતી 

Pakistan Missile Program USA : પાકિસ્તાનને અમેરિકા તરફથી મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, અમેરિકાએ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે મિસાઈલ સંબંધિત સાધનોની સપ્લાય કરવા બદલ ચીનની ત્રણ કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે.  યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શુક્રવારે કહ્યું કે, આ પ્રતિબંધો વૈશ્વિક અપ્રસાર સિસ્ટમ હેઠળ લાદવામાં આવ્યા છે. 

શું કહ્યુ વિદેશ મંત્રાલયે ? 
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે અમે ત્રણ કંપનીઓ પર એક્ઝિક્યુટિવ ઓર્ડર 13382 અનુસાર પ્રતિબંધો લાદી રહ્યા છીએ જે સામૂહિક વિનાશના શસ્ત્રોના પ્રસાર અને વિતરણ સાથે સંકળાયેલી છે. આ ત્રણેય કંપનીઓ ચીનની છે અને તેણે પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમને મિસાઈલ સંબંધિત ભાગો અને સાધનો સપ્લાય કર્યા છે.

પાકિસ્તાનનું સાથી રહ્યું છે ચીન 
મહત્વનું છે કે, ચીન પાકિસ્તાનનું સર્વકાલીન સાથી છે અને તે ઈસ્લામાબાદના લશ્કરી આધુનિકીકરણ કાર્યક્રમમાં શસ્ત્રો અને સંરક્ષણ સાધનોનો મુખ્ય સપ્લાયર રહ્યો છે. આ ત્રણ કંપનીઓ જનરલ ટેકનોલોજી લિમિટેડ, બેઇજિંગ લુઓ લુઓ ટેક્નોલોજી ડેવલપમેન્ટ કંપની લિમિટેડ અને ચાંગઝોઉ યુટેક કોમ્પોઝિટ કંપની લિમિટેડ છે. આ પ્રતિબંધો પાકિસ્તાનની અબાબિલ બેલેસ્ટિક મિસાઈલ સિસ્ટમના લોન્ચિંગના થોડા દિવસો બાદ લગાવવામાં આવ્યા છે.

ઈરાન પર પ્રતિબંધો લાદવામાં આવ્યા 
આ પહેલા બાઈડન સરકારે ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા હતા. આ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમો સામેના પ્રતિબંધો હતા. યુએનના પ્રતિબંધો ખતમ થયાના બીજા જ દિવસે અમેરિકાએ આ પગલું ભર્યું હતું. અમેરિકાએ 11 લોકો, 8 સંસ્થાઓ અને એક જહાજ પર પ્રતિબંધો લગાવ્યા છે. જેમના પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તેમના સંબંધો હોંગકોંગ, વેનેઝુએલા અને ચીન સાથે છે. આ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોમાં મદદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ