બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The terrorists were planning to launch a major attack in Ahmedabad-Gandhinagar

BIG NEWS / અમદાવાદ-ગાંધીનગરમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા આતંકીઓ ! ISISના ટેરરિસ્ટના કબૂલનામાથી ચોંકાવનારો ઘટસ્ફોટ

Priyakant

Last Updated: 12:29 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat On Target of ISIS Latest News: ISISનું ટાર્ગેટ ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર હતું તેની યોજના અહીં મોટા બોમ્બ વિસ્ફોટ કરવાની હતી

  • આતંકી સંગઠન ISISની મોટી આતંકી યોજનાનો ખુલાસો 
  • દેશના બે મોટા શહેરોમાં મોટા આતંકવાદી વિસ્ફોટનું હતું કાવતરું 
  • ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગરમાં મોટા બોમ્બ વિસ્ફોટની હતી યોજના 

Gujarat On Target of ISIS : આતંકી સંગઠન ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા)ની મોટી આતંકી યોજનાનો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે, ધરપકડ કરાયેલ ISIS આતંકવાદીની કબૂલાતથી જાણવા મળ્યું છે કે તેમનું કાવતરું દેશના બે મોટા શહેરોમાં મોટા આતંકવાદી વિસ્ફોટને અંજામ આપવાનું હતું. ISISનું ટાર્ગેટ ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર હતું તેની યોજના અહીં મોટા બોમ્બ વિસ્ફોટ કરવાની હતી. આ સિવાય ISIS મુંબઈમાં નરીમન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર મોટા આતંકી હુમલા કરવાની પણ યોજના બનાવી રહ્યું હતું. એટલું જ નહીં ભારતના કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા.

ISISના એક ધરપકડ કરાયેલા આતંકવાદીએ કહ્યું કે, ભારતના મહત્વના સૈન્ય ઠેકાણાઓ નિયમિતપણે રેક કરવામાં આવતી હતી અને ત્યાંની તસવીરો પાકિસ્તાન અને સીરિયામાં મોકલવામાં આવતી હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ સુરક્ષા એજન્સીઓના રડાર પર છે.

કોણ છે ISISનો પકડાયેલ આતંકવાદી ? 

  • નામ- શાહનવાઝ આલમ
  • ISIS ઓપરેટિવ
  • ઉંમર- 31 વર્ષ
  • સરનામું- હજારી બાગ
  • વ્યવસાય- ફ્રીલાન્સ નોકરી
  • શિક્ષણ- NIT નાગપુરમાંથી B ટેક

શું કહ્યું ISIS આતંકવાદીએ ? 
શાહનવાઝના કહેવા પ્રમાણે તેની પત્ની હિંદુ હતી જેને તેણે ઈસ્લામ કબૂલ કરીને મુસ્લિમ બનાવી. બંનેની મુલાકાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં થઈ હતી અને તેમની પત્ની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ હતી. શાહનવાઝે જણાવ્યું કે, પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ 7-8 ગુનાહિત ઘટનાઓને અંજામ આપ્યો અને તે પછી તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો. શાહનવાઝના ગુરુ અનવર અવલાકી હતો, તે અલ કાયદાનો ટોચનો આતંકવાદી હતો જે અમેરિકી સેનાના હુમલામાં માર્યો ગયો હતો. અનવર અવલાકીથી પ્રભાવિત થઈને શાહનવાઝને આતંકવાદી બનવાનું ઝનૂન થઈ ગયું હતું. પછી તે ઓનલાઈન સાઈટ પર કટ્ટરપંથી મુસ્લિમો અને આઈએસઆઈએસ હેન્ડલર્સના જૂથોમાં જોડાયો.

હિઝબુલ તાહિર યુવાનોને ભડકાવી રહ્યું છે!
2016થી જામિયામાં રહેતા શાહનવાઝે જણાવ્યું કે, તે મુસ્લિમ સંગઠન હિઝબુલ તાહિર સાથે જોડાયો હતો અને અહીં તે જેહાદી વિચાર ધરાવતા ઘણા યુવાનોને મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, ઘણા દેશોમાં તે પ્રતિબંધિત સંગઠનની શ્રેણીમાં આવે છે અને તાજેતરમાં NIAએ દેશમાં તેના સ્થળો પર દરોડા પાડ્યા હતા. 

શાહનવાઝના જણાવ્યા અનુસાર ફરાર ISIS આતંકવાદી રિઝવાન અલી દરિયાગંજમાં રહેતો હતો અને તે હિઝબુલ તાહિરની મીટિંગમાં તેને મળ્યો હતો. આટલું જ નહીં, AMUના ઘણા વિદ્યાર્થીઓએ હિઝબુલ તાહિરની સભાઓમાં પણ ઘણી વખત ભાગ લીધો હતો. શાહનવાઝ તેના સાથીઓ સાથે સીરિયા જવા માંગતો હતો જ્યાં તે ISISના ટોચના નેતા પાસેથી ટ્રેનિંગ લેવા માંગતો હતો. હવાલા દ્વારા પુણેના તમામ આતંકવાદીઓને સમયાંતરે પૈસા મોકલવામાં આવતા હતા જેનો ઉપયોગ તેઓ બોમ્બ બનાવવા અને ટ્રેનિંગ કેમ્પમાં કરતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ