બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The terror of terrorists with the contamination of drugs in the state of Gujarat

ચિંતાજનક બાબત / છેલ્લા 50 દિવસમાં જ સૌરાષ્ટ્રમાંથી ઝડપાયા 7 આતંકીઓ, 40 હજાર કરોડનું ડ્રગ્સ પણ જપ્ત, જાણો કયા-કયા શહેર સાથે હતું કનેક્શન

Malay

Last Updated: 10:44 AM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સમયે પંજાબ ડ્રગ્સના દૂષણથી પંકાયેલું હતું. પરંતુ હવે નશાખોરીનું આ દૂષણ ગુજરાતને ભરડામાં લઈ રહ્યું છે. તો ગુજરાતમાંથી આતંકવાદીઓ પણ ઝડપાઈ રહ્યા છે. આ ચિંતાજનક બાબત છે.

  • રાજ્યમાં ડ્રગ્સના દૂષણ સાથે આતંકીઓનો આતંક
  • 50 દિવસમાં સૌરાષ્ટ્રમાંથી 7 આતંકી ઝડપાયા
  • 7 વર્ષમાં 40 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતમાં ડ્રગ્સના દૂષણ સાથે હવે આતંકીઓનો આતંક પણ સામે આવ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી છેલ્લા 50 દિવસમાં 7 આતંકીને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 7 વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 40 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. આંતકીઓ વિશે વાત કરીએ તો રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકીઓની ધરપકડ કરાયા પહેલા પોરબંદરમાંથી ત્રણ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે આ આતંકીઓ સાથે સતત સંપર્કમાં રહેતી મહિલા આતંકીને પણ સુરતથી ઝડપી પાડવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાંથી છેલ્લા 50 દિવસમાં જ 7 આતંકીઓ ઝડપાતા સુરક્ષા એજન્સીઓએ સૌરાષ્ટ્ર-કચ્છમાં પોતાનું નેટવર્ક વધુ મજબૂત કરવાની જરૂર છે. 

alqaeda - টুইটার অনুসন্ধান / টুইটার

ગુજરાત ATSએ આતંકી સંગઠનનો કર્યો હતો પર્દાફાશ
આ મામલે વિગતવાર વાત કરીએ તો 9 જૂન 2023ના રોજ ગુજરાત ATSએ આતંકી મોડ્યુલરનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSએ મોટું ઓપરેશન હાથ ધરીને આતંકી સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ હતી.  આમાં ત્રણ શખ્સોને પોરબંદરથી ઝડપી પાડ્યા હતા, જ્યારે એક મહિલાની સુરતથી અટકાયત કરવામં આવી હતી. 

એક મહિલા સહિત 4ની કરાઈ હતી ધરપકડ
જે બાદ ગુજરાતના DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, કેટલાક લોકો પ્રતિબંધિત આતંકી સંગઠન ISKP સાથે જોડાયેલા હોવાની માહિતી મળી હતી. જે બાદ તાત્કાલિક સુરત સિટી, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ATSની ટીમે સુરતથી સુમેરાબાનું નામની મહિલાની અટકાયત કરી હતી. તો પોરબંદરથી પણ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ, ટેબલેટ સહિતની વસ્તુઓ મળી આવી છે. જેની તપાસ કરતા સામે આવ્યું છે કે આ શખ્સો ISKP સાથે સંકળાયેલા છે. 

Image

આ તમામ ISKP સાથે સંકળાયેલા હતાઃ વિકાસ સહાય
તેમણે જણાવ્યું હતું કે, સુમેરાબાનુના ઘરેથી પણ કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેનાથી એ સાબિત થાય છે કે તે પણ ISKP સાથે સંકળાયેલી હતી. પોરબંદરથી ઉમેદ નાસિર (શ્રીનગર), મહોમ્મદ હાજીમ શાહ (શ્રીનગર), હનાન હયાત શોલ (શ્રીનગર)ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સુમેરાબાનુ મહોમ્મદ સૈયદ મલિકની સુરતથી અટકાયત કરવામાં આવી છે.

Image
 
'તાલીમ લઈ અન્ય દેશમાં કરવાના હતા હુમલો'
અત્યાર સુધીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ તમામ કોસ્ટલ એરીયામાંથી અફઘાનિસ્તાન અને ઈરાન જવાના હતા. આ તમામ ISKPના મુખ્ય મોડ્યુલમાં ભળી જઈને તાલીમ લઈ અન્ય દેશમાં હુમલો કરવાના હતા, જેનો વીડિયો પણ તેઓએ બનાવેલો છે, તે મળી આવ્યો છે. ISISના વિવિધ ગ્રુપ છે. જેમાનું એક ગ્રુપ ISKP છે, જે એક વિસ્તારના નામ પર બન્યું છે. પરંતુ આઈએસઆઈએસની સાથે એક જ છતની નીચે આવે છે.  આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સંગઠન પર પ્રતિબંધ છે, જેની સાથે અટકાયત કરવામાં આવેલા લોકો શામેલ હતા તેવું DGP વિકાસ સહાયે જણાવ્યું હતું. 

રાજકોટમાંથી પણ 3 આતંકીઓની કરવામાં આવી ધરપકડ
ગુજરાત એટીએસની ટીમે સોમવારે (31 જુલાઈ) રાજકોટની સોની બજારમાંથી સેફ નવાઝ, અબ્દુલ્લા અલી શેખ અને અમન અલી સિરાજ નામના ત્રણ આતંકીઓને ઝડપી લીધા હતા. આ ત્રણેય છેલ્લા 9 મહિનાથી રાજકોટ રહેતા હતા. આ તમામ સોની બજારમાં કામ કરતા હતા અને અલકાયદા નામના આતંકી સંગઠન સાથે મળીને સ્થાનિક સ્તરે આતંકી પ્રવૃત્તિઓને ફેલાવીને યુવાનોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. તેઓની પાસેથી અનેક વાંધાજનક સાહિત્ય સહિત એક પિસ્તોલ અને 10 કારતુસ મળી આવ્યા હતા. 

Tag | VTV Gujarati

હથિયાર ચલાવવાની લેતા હતા ટ્રેનિંગ
આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ ત્રણેય બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાના આદેશની રાહ જોઇ રહ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ત્રણ આતંકીઓ તેમના પાસે રહેલા હથિયારને ચલાવવાની ઓનલાઇન ટ્રેનિંગ પણ લેતા હતા. આતંકીઓ પાસે મળી આવેલા સેમિ ઓટોમેટિક હથિયારો કેવી રીતે ચલાવવા તેને લઇને આતંકીઓને તેમના આકાઓ ઓનલાઇન ટ્રેનિંગ આપતા હતા. જોકે ટ્રેનિંગ બાદ કોઇ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાનો આદેશ મળે તે પહેલા જ આતંકીઓને ઝડપી લેવાયા હતા. 

ડ્રગ્સ-માફિયાઓ ગુજરાતના દરિયાકાંઠા પર માંડી નજર
ડ્રગ્સની વાત કરીએ તો છેલ્લા 7 વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે અંદાજે 40 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે.  એક સમયે જમ્મુ કાશ્મીર અને પંજાબની સરહદથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હતું. પરંતુ હવે ડ્રગ્સ-માફિયાઓએ ગુજરાતના દરિયાકાંઠા પર નજર માંડી છે. હવે ડ્રગ્સ-માફિયાઓ ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય એવી સ્થિતિ સર્જાઈ છે. 2016થી 2023 સુધીમાં એટલે કે 7 વર્ષમાં ગુજરાતમાંથી લગભગ 40 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. સપ્ટેમ્બર 2021માં જ મુન્દ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાતા રાજ્ય સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે ગત મે મહિનામાં એટલે કે મે 2023માં જામનગરથી 12 હજાર કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું ડ્રગ્સ ઝડપાયું હતું. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ