બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The Tenancy Act, 2021 deals with disputes between landlords and tenants

તમારા કામનું / ક્યારે વધારી શકાય ભાડું? એડવાન્સ ડિપોઝિટ કેટલા? ભાડા કરારને લઈને મોદી સરકારે બનાવેલા આ નિયમો જાણી લો

Pravin Joshi

Last Updated: 02:27 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાડૂત અને મકાનમાલિક વચ્ચે ભાડાથી લઈને સુવિધાઓ સુધીના કોઈપણ બાબતે વિવાદ છે. આ વિવાદોના ઉકેલ માટે કેન્દ્ર સરકારે 2021માં નવા ભાડા કાયદાને મંજૂરી આપી હતી. જેમાં મકાનમાલિક અને ભાડુઆત બંનેના અધિકારો નક્કી કરવામાં આવ્યા છે.

  • Tenacny Act, 2021 મકાનમાલિક અને ભાડૂત વચ્ચેના વિવાદને ઉકેલે છે
  • કાયદામાં મકાનમાલિક અને ભાડુઆતને વિવિઘ અધિકાર આપવામાં આવ્યા
  • ભાડા પર કોઈપણ મિલકત આપતા પહેલા ભાડા કરાર કરવો ફરજિયાત 

ભાડુઆત અને મકાન માલિક વચ્ચે ભાડાથી લઈને સુવિધાઓ સુધી અનેક બાબતે વિવાદ છે. આ વિવાદોના ઉકેલ માટે કેન્દ્ર સરકારે 2021માં નવા ભાડા કાયદાને મંજૂરી આપી હતી. જેમાં મકાનમાલિક અને ભાડુઆત બંનેના અધિકારો નક્કી કરવામાં આવ્યા છે. જો કે હજુ પણ મોટાભાગના લોકો આ કાયદાથી અજાણ છે.

11 મહિનાનું જ કેમ હોય છે ભાડા કરાર? શું મકાન માલિકોને મળે છે ફાયદો only for  11 months rule of rent agreement in india

Model Tenacny Act શું છે?

Model Tenacny Act, 2021નો ઉદ્દેશ્ય મકાન-દુકાન અથવા કોઈપણ જગ્યાના ભાડાને નિયંત્રિત કરવાનો અને મકાનમાલિકો અને ભાડૂતોના હિતોનું રક્ષણ કરવાનો અને ભાડા સત્તામંડળની સ્થાપના કરવાનો છે. આના માધ્યમથી સરકારનો હેતુ દેશમાં એક સમાન ભાડા બજાર બનાવવાનો છે.  આ કાયદા હેઠળ મિલકતના માલિક અને ભાડૂત વચ્ચે લેખિત કરાર એટલે કે ભાડા કરાર ફરજિયાત છે. ભાડા કરારની નોંધણી માટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એક સ્વતંત્ર સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે અને ભાડૂઆત સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવા માટે એક અલગ કોર્ટ પણ બનાવવામાં આવી છે.

રેન્ટ એગ્રીમેન્ટ' તૈયાર કરતા પહેલાં આટલું ખાસ ધ્યાનમાં રાખજો, ન કરતા આ 8  ભૂલ નહીં તો... | avoid these mistakes while making rent agreement for house

આ નિયમો તોડી શકતા નથી

ભાડા પર કોઈપણ મિલકત લેતા પહેલા સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડે છે, પરંતુ Model Tenacny Act માં કેટલાક નિશ્ચિત નિયમો છે. ભાડૂતને રહેણાંક જગ્યા માટે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે મહત્તમ 2 મહિનાનું ભાડું અને બિન-રહેણાંક જગ્યા માટે વધુમાં વધુ 6 મહિનાનું ભાડું ચૂકવવું પડશે. યાદ રાખો કે મકાનમાલિક આ સિક્યોરિટી ડિપોઝિટ કરતાં વધુ લઈ શકશે નહીં. મકાનમાલિકે ભાડૂત ઘર છોડ્યાના 1 મહિનાની અંદર સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવાની રહેશે. મકાનમાલિક ભાડુઆતને ભાડુ વધારવા માટે ઓછામાં ઓછા 3 મહિના અગાઉથી નોટિસ આપશે.

રેન્ટ એગ્રીમેન્ટ' તૈયાર કરતા પહેલાં આટલું ખાસ ધ્યાનમાં રાખજો, ન કરતા આ 8  ભૂલ નહીં તો... | avoid these mistakes while making rent agreement for house

મિલકતની જાળવણી મકાનમાલિક અને ભાડૂત બંને દ્વારા સંયુક્ત રીતે કરવાની રહેશે

ભાડાની મિલકતની જાળવણી મકાનમાલિક અને ભાડૂત બંને દ્વારા સંયુક્ત રીતે કરવાની રહેશે. મકાનમાલિક ઘરના રંગકામ માટે જવાબદાર રહેશે, જ્યારે ભાડૂત પાણીના જોડાણની મરામત અને વીજ જોડાણની મરામત માટે જવાબદાર રહેશે. આ કાયદા મુજબ મકાનમાલિક જ્યારે ઇચ્છે ત્યારે ભાડુઆતના ઘરે આવી શકતો નથી. મકાનમાલિકે આગમનના 24 કલાક પહેલાં ભાડૂતને જાણ કરવી આવશ્યક છે. કોઈપણ વિવાદના કિસ્સામાં મકાનમાલિક ભાડૂતને વીજળી અને પાણીનો પુરવઠો રદ કરી શકશે નહીં. જો મકાનમાલિકે ભાડા કરારમાં દર્શાવેલ તમામ શરતો પૂરી કરી હોય. આ પછી પણ જો ભાડૂત મુદતની સમાપ્તિ પર જગ્યા ખાલી કરવામાં નિષ્ફળ જાય, તો મકાનમાલિક માસિક ભાડું બમણું અને 2 મહિના માટે અને આગળ 4 ગણા સુધીનો હકદાર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ