બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / The teacher made a spectacle of drinking alcohol in the classroom

દાદરા નગર હવેલી / VIDEO: શિક્ષકે ચિક્કાર દારૂ પીને ક્લાસરૂમમાં કર્યો તમાશો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

Ronak

Last Updated: 12:08 PM, 20 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાદરાનગર હવેલીમાં એક શિક્ષક દારૂ પીને ક્લાસરૂમમાં તમાશો કરી રહ્યો હતો. જેનો વીડયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને ઘણા સવાલો ઉઠ્યા છે.

  • દારૂ પી ને શિક્ષકે ક્લાસરૂમમાં કર્યો તમાશો 
  • વિદ્યાર્થીઓએ ઉતાર્યો શિક્ષકનો વીડિયો 
  • સોશિયલ મીડિયામાં વાયરલ થયો શિક્ષકનો વીડિયો 

દાદરા-નગર હવેલીની શાળાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્કૂલમાં શિક્ષક દારૂ પીને આવ્યાનું સામે આવ્યું છે. ખારવેલ વિસ્તારમાં દારૂના નશામાં શિક્ષક વર્ગખંડમાં આવ્યો. અને દારૂ પીધેલી હાલતમાં શિક્ષણ આપી રહ્યો છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે શિક્ષકને બિલકુલ ભાન જ નથી. 

વિદ્યાર્થીઓએ શિક્ષકનો વીડિયો ઉતાર્યો 

ઘટના સમયે ક્લાસના જ વિદ્યાર્થીઓએ શિક્ષકની હરકત મોબાઈલમાં શૂટ કરી દીધી. અને વીડિયો વાયરલ થતા હવે દાદરા-નગર હવેલી શિક્ષણ વિભાગ પણ હરકતમાં છે. અને વીડિયોમાં નજરે પડી રહેલા શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા છે. 

શાળા સામે ઉઠ્યા ગંભીર સવાલ 

સમગ્ર મામલે સ્કૂલના આચાર્યને પણ કારણદર્શક નોટિસ પાઠવી દેવાઇ છે. જો કે અહિંયા સવાલો ઉઠી રહ્યા છે કે દારૂ પીને સ્કૂલમાં આવે છે શરમ નથી આવતી?. આવા શરમ વિનાના શિક્ષકને તાત્કાલીક હટાવી દેવા જોઇએ. માત્ર સસ્પેન્ડ કરવાથી શું થશે?. વિદ્યામંદિરમાં આવા દારૂડિયા શિક્ષકને કેમ રાખાયો છે?

વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ઉઠ્યા સવાલ 

વિદ્યાર્થીઓ સામે દારૂ પીને જશો તો તેમના પર શું અસર પડશે તે પણ ભાન ન રહ્યું?. શિક્ષણ વિભાગ આવા શિક્ષકોને કેમ છાવરે છે? સમગ્ર મામલે સવાલ એ થાય છે કે શું શિક્ષણ વિભાગ પાસે સારા શિક્ષકો જ નથી જે દારૂડિયા શિક્ષકને છાવરે છે?. આવા શિક્ષકોની વિદ્યામંદિરમાં કોઇ જરૂર નથી.

વીદ્યાર્થીનીઓની સુરક્ષા મુદ્દે ઉઠ્યા સવાલ 

ઉલ્લેખનીય  કે જે શિક્ષકને શાળામાં કેવી રીતે આવવું તેનો ખ્યાલ નથી તે વિદ્યાર્થીને શું શિખવાડશે?આ શિક્ષક કેટલા સમયથી દારૂ પીને સ્કૂલમાં આવતો હશો?. સાથેજ એક ગંભીર સવાલ એ પણ થાય છે કે દારૂ પીને જો કોઇ અયોગ્ય કામ કરે તો જવાબદારી કોણ લેશે?. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની સુરક્ષાની જવાબદારી શિક્ષણ વિભાગ લેશે?.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ