બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / The Taliban, in preparation for establishing rule in Afghanistan,india can take this big decision for the sake of humanity

આ'પાર' આશરો / અફઘાનિસ્તાનમાં શાસન સ્થાપવાની તૈયારીમાં તાલિબાન, માનવતા માટે ભારત લઈ શકે છે આ મોટો નિર્ણય

Vishnu

Last Updated: 09:47 PM, 14 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન સરકાર સર્જાયેલા તાલિબાની હાલાત પરથી કાબૂ ગુમાવી રહી છે. ભારત સકારાત્મક અભિગમ દાખવી શકે છે.

ભારત આપી શકે છે અફઘાની નાગરિકને શરણ : સૂત્રો
તાલિબાન કાબુલથી માત્ર 50 કિલોમીટર દૂર
ભારતીયોને અમારાથી કોઈ ખતરો નથી : તાલિબાન

તાલિબાનના વધતાં આંતક વચ્ચે અફઘાનિસ્તાનથી મોટી સંખ્યામાં લોકો ભારત આવવા ઈચ્છી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તાલિબાનની ખતરાને ઓળખી અફઘાની નાગરિકો ભારત આવવા વીઝા માંગી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વીઝા નિવેદનની અરજીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.  અફઘાનિસ્તાનમાં તાલિબાન એક બાદ એક શહેરોને પોતાની બાનમાં લઈ રહ્યું છે કાબુલ સુધી પણ પહોંચવાની તૈયારી છે. ત્યારે ત્યાંથી બચીને ભારત આવતા અફઘાની નાગરિકો માટે ભારત સરકાર રહેમ નજર રાખી શકે છે. અને ગહન ચર્ચા વિચારણા કરી આ બાબતે સકારાત્મક અભિગમ દાખવી શકે છે.

 

સયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાઇ શકે છે

મહત્વનું છે કે આ જ  અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું છે કે તાલિબાનનો મુકાબલો કોઈ પણ ભોગે કરવામાં આવશે,તાલિબાનને  અફઘાનિસ્તાનના બાકી હિસ્સાઓ પર બળજબરીથી કબજો કરવા દેવામાં આવશે નહીં. સયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષને નાતે ભારતે તાલિબાન સામે કડક રૂખ અપનાવ્યો છે.આ સાથે જલ્દીથી અફઘાનિસ્તાનના નિવેદન પર સયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક વધૂ તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી શકે છે. અફઘાનિસ્તાન ભારતનું મિત્ર દેશ રહ્યું છે અને આ સંકટના સમયે ભારત કોઈ પણ અફઘાની નગરિકનો સાથ છોડવા માંગતુ નથી. 

તાલિબાને શનિવારે કાબુલનાં દક્ષિણ પર આવેલા એક મોટા પ્રાંત પર કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનના મહત્વના શહેર મઝાર-એ-શરીફ પર તાલિબાને ચારેય તરફથી હુમલો શરૂ કરી દીધો છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સંપૂર્ણ પરત ફરવાને લઈને ત્રણ અઠવાડિયા જેટલો જ સમય બાકી રહ્યો છે. આવામાં તાલિબાન ઉત્તર, પ્રશ્ચીમ અને દક્ષિણ અફઘાનિસ્તાનના મોટા ભાગના વિસ્તારો પર કબજો મેળવી લીધો છે. આ કારણે આશંકા વધી ગઈ છે કે તાલિબાન ફરી અફઘાનિસ્તાન પર કબજો મેળવી શકે છે.  નહીં તો અફઘાનિસ્તાનમાં ગૃહ યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે.

ભારતીયોને અમારાથી કોઈ ખતરો નથી : તાલિબાન

ભારતને લઈ તેમણે કહ્યું કે, તાલિબાનના વિરૂદ્ધમાં અફઘાનની ધરતીનો ઉપયોગ કરવાની મંજૂરી નહી આપીએ. આ ઉપરાંત કહ્યું કે, અમે કોઈ પણ પાડોશી દેશને તાલિબાનીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે અફઘાનની ધરતીના ઉપયોગ કરવાની મંજૂરી નહી આપીએ. ભારતીય સૈન્યને અફઘાનિસ્તાનમાં આવતા પહેલા અન્ય દેશની સ્થિતિને જોઈ લેવી જોઈએ. સાથે જ તેમણે ગુરુદ્વારાને ટાર્ગેટ બનાવવા માટે કહ્યું કે, ગુરુદ્વારામાંથી ઝંડો અમે નહીં શિખ સમુદાય દ્વારા જ હટાવવામાં આવ્યો હતો અને જ્યારે અમારા સુરક્ષા અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે શિખ સમુદાય દ્વારા ઝંડો હટાવવામાં આવ્યો હતો, ત્યારે અમારા અધિકારીઓએ ફરીથી ઝંડો ફરકાવવા દેવાનું આશ્વાસન પણ આપ્યું.

ભારતીય સેના આવશે તો...

તો આ સાથે જ તાલિબાનોના પ્રવક્તાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત સૈન્ય રૂપે અફઘાનિસ્તાન આવશે કે તેમની હાજરી જોવા મળશે તો મને લાગે છે કે, આ તેમના માટે સારું નહીં રહે. તેમણે અફઘાનિસ્તાનમાં અન્ય દેશોના સેન્યની સ્થિતિ જોઈ છે માટે તેમના માટે એક ખુલ્લી કિતાબ છે. 

આતંકી સંગઠન તાલિબાન કાબુલથી માત્ર 15 કિલોમીટર દૂર

અફઘાનિસ્તાન પર ફરી તાલિબાન તેજીથી કબ્જો કરી રહ્યું છે. અને રાજધાની કાબુલ તરફ આગળ વધી રહ્યું છે. આતંકી સંગઠન તાલિબાન કાબુલથી માત્ર 15 કિલોમીટર દૂર છે. અને મળતી માહિતી મુજબ અશરફ ગની સરકાર તરફથી તાલિબાનના સંયુક્ત સત્તાનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ તાલિબાને પ્રસ્તાવ ફગાવી દીધો અને અફઘાનિસ્તાન પ્રાંતો પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. અને શાંતિવાર્તા સમિતિ નવી રણનીતિ તૈયાર કરવામાં લાગી છે. જેમાં રાષ્ટ્રપતિ અશરફ ગીની સરકાર જ પડી જશે. મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં યુદ્ધ વિરામ માટે જે નવા ફોર્મૂલા પર કામ થઇ રહ્યું છે. તેના અંતર્ગત ગની સરકારે પીછેહટ કરવી પડશે. તાલિબાન સેના અધિકારીઓ અને કેટલાક વર્તમાન પ્રતિનિધિઓ સાથે અંતરિમ સરકાર બનાવશે. અને તમામ વિચારવિમર્શ બાદ આ ફોર્મૂલા તમામ સંબંધિત દળો સાથે ચર્ચા કરાશે. પરંતુ જો તાલિબાન અફઘાનિસ્તાન પર સત્તા મેળવી લે તો તેમનો નેતા કોણ હશે તે પણ સવાલ છે. ત્યારે હાલ હૈબતુલ્લા અખુનજાદાના હાથમાં આતંકી સંગઠનની કમાન છે અને તે જ તાલિબાનનો નેતા હશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ