બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / The student died after writing a sad suicide note to her parents and brother

અરેરાટી / 'મમ્મી-પપ્પા-ભાઈ SORRY 'મને કાંઈ જ વાંધો નથી પણ મને..' સુસાઇડ નોટ લખી રાજકોટની વિદ્યાર્થિનીએ કરી લીધો આપઘાત

Kishor

Last Updated: 08:14 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં રુવાટા ઉભા કરી દેતો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીનીએ મમ્મી-પપ્પા અને ભાઈને સંબોધી કરુણ સુસાઇડ નોટ લખ્યા બાદ મોત વહાલું કરી લેતા ગમગીની છવાઇ છે.

  • રાજકોટ ના સાધુ વાસવાણી રોડ નજીક ની ઘટના
  • ખાનગી ગર્લ્સ હોસ્ટેલ માં 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નો આપઘાત 
  • આપઘાત કરતા પેહલા વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખી 

છેલ્લા કેટલાક સમયથી આપઘાતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં સામે આવતા આપઘાતના કિસ્સાઓ અટકવાનું નામ જ ન લેતા હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે રાજકોટમાં એવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે જેમાં શહેરના સાધુવાસવાણી રોડ પર ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારજનો અરેરાટી મચી જવા પામી છે.


બીમારીના કારણે આ અંતિમ પગલું ભરી લીધુ

રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલી ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દેવાંશી સરવૈયા (જેતપુર, કેરાડી)એ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આયખું ટૂંકાવતા પહેલા વિદ્યાર્થીનીએ કરુણ સુસાઇડ નોટ લખી છે. જેમાં બીમારીના કારણે આ અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.

કરુણ સુસાઇડ નોટ મળી

આ મામલે જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો તાબડતો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં તપાસ હાથ ધરતા મૃતદેહ નજીકથી સુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં મૃતક વિદ્યાર્થીનીએ લખ્યું હતું કે ' Good bye and sorry' 'મને કોઈ વાંધો જ નથી પણ મને નથી ગમતું. માથું બહુ જ દુઃખે છે અને પપ્પા તમે કાંઈ ટેન્શન ન લેતા સોરી પપ્પા મને માફ કરી દેજો અને મમ્મી મને માફ કરી દેજો. ભાઈ મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે બાય' આ પ્રકારનું હૈયું હચમચાવતી કરુણ સુસાઈડ નોટ લખી હતી હાલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ