બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The state Congress delegation met the victim families of Rojid village

બોટાદ / 'આ કેમિકલકાંડ નહીં લઠ્ઠાકાંડ જ છે', રોજિદ ગામે પહોંચ્યુ કોંગ્રેસનું ડેલિગેશન, લલિત કથાગરાએ આપ્યું નિવેદન

Khyati

Last Updated: 11:42 AM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ડેલિગેશન બોટાદ કેમિકાંડથી પીડિત પરિવારની કરી મુલાકાત, રોજિદ ગામે પહોંચીને પરિવાર સમક્ષ વ્યક્ત કર્યુ દુઃખ

  • કોંગ્રેસ ડેલિગેશને રોજિદ ગામની લીધી મુલાકાત 
  • ઋત્વીક મકવાણા, પ્રતાપ દૂધાત, લલિત કગથરાએ લીધી મુલાકાત
  • સરકાર તાત્કાલિક સહાય આપે- લલિત કગથરા

ગુજરાતના બોટાદમાં કેમિકલ કાંડમાં 43 લોકોના મોત નીપજ્યા. કોઇએ ભાઇ ગુમાવ્યો તો કોઇએ પિતા. કોઇએ પિતાની છત્રછાયા ગુમાવી તો કોઇએ ઘરનો મોભી.  દરેક ઘરની એટલી દયનીય અને કરુણ સ્થિતિ છે કે સાંભળીને હૃદય કંપી ઉઠે. કેમિકલ કાંડમાં સૌથી વધારે મોત બોટાદ જિલ્લામાં 32 અને અમદાવાદમાં 11 લોકોના મોત નીપજ્યા. તેમાં પણ બોટાદનું રોજિદ ગામના વધારે લોકો આ કેમિકલકાંડનો ભોગ બન્યા. 

આ કેમિકલ કાંડ નથી આ લઠ્ઠાકાંડ જ છેઃ કગથરા

ત્યારે આ મામલે પ્રદેશ કોંગ્રેસ ડેલિગેશન રોજિદ ગામે પહોંચ્યુ હતું. પ્રદેશ કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણા, અમરીશ ડેર, પ્રતાપ દુધાત, લલીત કગથરા, રાજેશ ગોહિલ સહિતના નેતાઓએ રોજિંદની મુલાકાત લીધી. રોજિદ ગામના મૃતકોના પરિવારની મુલાકાત લીધી.  તેઓ સાથે ચર્ચા કરી.  આ બાદ લલિત કગથરાએ નિવેદન આપતા જણાવ્યું કે આ કેમિકલ કાંડ નથી લઠ્ઠાકાંડ જ છે. સરકાર તાત્કાલિક સહાય આપે તેવી કોંગ્રેસે માગ કરી. તેમજ લલિત કગથરા અને રાજેશ ગોહિલ એક મહિનાનો પગાર પીડિત પરિવારને આપશે તેમ જણાવ્યું હતું. 

 

વધુ 7 આરોપીઓ કોર્ટમાં રજૂ કરાશે

બોટાદ કેમિકલ કાંડમાં 15 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે ગજુબેન અને પીન્ટુ ગોરહવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 10 દિવસની રિમાન્ડની માંગણી વચ્ચે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.ત્યારે આજે વધુ 7 આરોપીઓને બરવાળાની કોર્ટમાં કરવામાં રજૂ કરવામાં આવશે. આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગવામાં આવશે.

આરોપીઓએ 43 લોકોના લીધા જીવ અનેકને બેઘર કર્યા

જયેશના ફુઆના છોકરા સંજયને 600 લિટર કેમિકલ અપાયું. 600 લિટરમાંથી સંજય ઉર્ફે પિન્ટુ નામ શખ્સને આ કેમિકલ અપાયું. જયેશ કેમિકલ કંપનીના ગોડાઉનનો ઇન્ચાર્જ હતો. 600 લિટરમાંથી 200 લિટર કેમિકલ પિન્ટુને આપવામાં આવ્યું હતું.  જેમાં પાણી મિલાવીને તેનું વેચાણ કરાતું. આ રીતે ગામમાં ટુકડે-ટુકડે મિથેનોલનું વેચાણ થયું હતું

ઝડપાયેલા આરોપીઓના નામ

ગજુબેન વડદરિયા, રહેવાસી - રોજીંદ, બરવાળા 
પીન્ટુ દેવીપૂજક, રહે. ચોકડી , બરવાળા
વિનોદ કુમારખાણીયા, રહે. નભોઈ
સંજય કુમારખાણીયા, રહે. નભોઈ
હરેશ આંબલિયા, રહે. ધંધુકા
જટુભા લાલુભા, રહે. રાણપરી
વિજય પઢિયાર, રહે. રામપરા
ભવાન નારાયણ, રહે. વેયા
સન્ની રતિલાલ, રહે. પોલારપુર
નસીબ છના, રહે. ચોકડી
રાજુ, રહે. અમદાવાદ 
અજીત કુમારખાણીયા, રહે. ચોકડી 
ભવાન રામુ, રહે. નભોઈ
યમન રસીક, રહે. ચોકડી

 

રિપોર્ટમાં મીથાઈલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 હતું

મહત્વનું છે કે પોલીસે જપ્ત કરેલા દારૂનો FSL રિપોર્ટ આવતા મોટો ખુલાસો થયો હતો કે આરોપીઓએ દારૂના નામે લોકોને કેમિકલ પીવડાવી દીધું હતું. કારણ કે K અને Lના નમૂનામાં મીથાઈલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 તથા 98.99 આવ્યું હતું. જ્યારે ઇથાઇલ આલ્કોહોલમાં 0 પ્રમાણ આવ્યુ હતું જે બાદ કેમિકલ કાંડમાં કાવતરું થયું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ