બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The police made a big statement regarding the death of 5 youths in Kheda
Priyakant
Last Updated: 12:28 PM, 30 November 2023
ADVERTISEMENT
ખેડામાં 5 યુવાનોના શંકાસ્પદ મૃત્યુ બાદ હવે એક બાદ એક અપડેટ સામે આવી રહી છે. વિગતો મુજબ પાન પાર્લર પર મળતા પીણાંને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સિરપ મામલે પોલીસને સચેત કરાઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સાથે હવે DGPએ જણાવ્યું છે કે, ખેડા પોલીસ રેન્જ આઈજી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ ખેડામાં પાંચ લોકોના મોત મામલે તપાસ કરી રહી છે. આ તરફ ખેડા SPએ કહ્યું કે, બે મૃત્યુ થયા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરાઈ ન હતી. કરિયાણાવાળા કિશોરનું કહેવું છે કે પોતે આર્યુર્વેદિક સિરપ મેઘસવાનું વેચાણ કરે છે. આ પીણું વેચવા કોઈ પ્રકારની મંજૂરી લેવાની હોતી નથી.
ખેડામાં 5 યુવકોના શંકાસ્પદ મોત મામલે DGPનુ નિવેદન
ખેડામાં પાંચ લોકોના મોતને લઈ DGPએ કહ્યું છે કે, ખેડા પોલીસ રેન્જ આઈજી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે. આયુર્વેદીક સીરપ જેવું છે જેમાં 3 વ્યક્તિના મૃત્યુ થયું છે. 2 લોકોનુ મૃત્યુ સીરપના કારણે થયું નથી. 2 લોકોને પૂછપરછ થઈ રહી છે. આ સાથે કહ્યું કે, આલ્કોહોલ 12%થી ઓછું હોય તો લાઈસન્સની જરૂર નથી તેવું ફૂડ ડ્રગ્સ વિભાગે કહ્યું હતું.
ADVERTISEMENT
શું કહ્યું ખેડા SPએ ?
ખેડા SPએ કહ્યું કે, અચાનક થયેલા મોત બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. બે મૃત્યુ થયા તેમાં એક મહેમદાવાદ અને બગડુ ગામના છે. SPએ કહ્યું કે, બે મૃત્યુ થયા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરાઈ ન હતી. બિલોદરાના 3 લોકોના મૃત્યુ થયા પણ બિલોદરાના મૃતકના પરિવારે પણ પોલીસને માહિતી આપી ન હતી. મીડિયામાં સમાચાર જાણ્યા બાદ મૃતકના પરિજનો પાસેથી જાણકારી મેળવી હતી. ગતરાત્રે નટુભાઈનું મૃત્યુ થતા પરિજનો ઘરે લઈ જવા માંગતા હતા.
આર્યુર્વેદિક સિરપ મેઘસવાનું વેચાણ
આ સાથે ખેડા SPએ કહ્યું કે, કરિયાણાવાળા કિશોરનું કહેવું છે કે પોતે આર્યુર્વેદિક સિરપ મેઘસવાનું વેચાણ કરે છે. આ કેસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લેવાઇ છે . આ પીણું વેચવા કોઈ પ્રકારની મંજૂરી લેવાની હોતી નથી. કિશન કિરાણા સ્ટોરમાંથી પીણું પીધા બાદ ઘટના થયાની ચર્ચા હતી. ગામમાં મૃત્યુ થયાની ચર્ચા થતા કિરાણા સ્ટોરનો વેપારી ફરાર થયો છે. બિલોદરાનો દુકાનદાર 100 રૂપિયામાં સિરપ લાવી 130માં વેચતો હતો. આ સાથે SP એ કહ્યું કે, બિલોદરામાં જેટલા લોકોએ પીણું પીધું છે તેમની તપાસ ચાલુ છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પોલીસને સિરપ મામલે કરી હતી સચેત ?
ખેડામાં 5 યુવાનોના શંકાસ્પદ મૃત્યુ બાદ હવે પાન પાર્લર પર મળતા સિરપ અને પીણાં મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પોલીસને સિરપ મામલે સચેત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો પાન પાર્લર પર મળતા પીણાંની તપાસ કરવા સચેત કરી હતી. પીણાંની તપાસ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા ન હોવાથી તપાસ કરવા સચેત કર્યા હતા. મહત્વનું છે કે, પાર્લર પર મળતા પીણાંમાં તત્વો સંદર્ભે અગાઉ સતર્ક કરવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
ખેડા જીલ્લામાં નડીયાદના બિલોદરા અને ખેડાના બગડું ગામમાં મળી કુલ 5 યુવાનોના શંકાસ્પદ મોત મામલે હવે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ 5 લોકોનાં શંકાસ્પદ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. આ તરફ પરિવારજનો કથિત લઠ્ઠાકાંડની આશંકા સેવી રહ્યાં છે. આ બધાની વચ્ચે VTV ગુજરાતીની ટીમ જ્યારે બિલોદરા ગામે પહોંચી તો અમને અહીં રસ્તાની બાજુમાં શંકાસ્પદ પીણાંની બોટલો જાહેરમાં વેચાતી હોવાના પુરાવા મળ્યા હતા. આ સાથે ખાલી બોટલો અને ગ્લાસનો ઢગ જોવા મળ્યો હતો. જોકે પોલીસે પણ 3 વ્યક્તિની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા શંકાસ્પદ રીતે 5 યુવકોના મોત
નડીયાદના બિલોદરામાં નટુભાઈ, અશોકભાઈ, અર્જુન સોઢા નામના યુવકનું અને ખેડાના બગડુ ગામમાં અલ્પેશ સોઢા, મિતેષ ચૌહાણ નામના યુવકોના શંકાસ્પદ મોત થયા છે. મિતેષ ચૌહાણ મહેમદાવાદના વડદલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, મિતેષ જ અલ્પેશ દવાખાને લઈ ગયો હતો. આ તરફ પેઢામાં દુ:ખાવા બાદ આખા શરીરે દુખાવો થયો હતો અને કલાક બાદ આંખો દેખાતું બંધ થયું હતું. મહેમદાવાદના વેદ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. આ તરફ હવે બગડું ગામના ભરતપુર પરામાં શોકનો માહોલ છે.
ખેડા પોલીસે 3 શખ્સોની અટકાયત કરી
આ તરફ 5 યુવકોના મોત બાદ પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. વિગતો મુજબ ખેડા પોલીસે 3 શખ્સોની અટકાયત કરાઇ છે. પોલીસ દ્વારા આ 3 વ્યક્તિઓની પૂછપરછ કરાઈ રહી છે. ત્રણેય શખ્સોમાંથી એક બિલોદરા ગામનો રહેવાસી હોવાનું ખૂલ્યું છે. આ તરફ નડિયાદ અને અમદાવાદના શખ્સોની અટકાયત કરાઈ છે. વિગતો મુજબ અમદાવાદનો શખ્સ સીરપ સપ્લાય કરતો હતો અને નડિયાદ શખ્સ વચેટિયાઓ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
જાણો શું હતી સમગ્ર ઘટના ?
ખેડા જીલ્લામાં નડીયાદમાં ચાર લોકોનાં શંકાસ્પદ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે નડીયાદ પાસેનાં બિલોદરા અને બગડું ગામમાં શંકાસ્પદ 5 લોકોનાં મોત થતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. નડીયાદનાં બિલોદરા ગામે બે દિવસમાં 3 લોકોનાં શંકાસ્પદ મોત થયા હતા. જ્યારે મહુધા તાલુકાનાં બગડુ ગામે પણ શંકાસ્પદ મોત થયું છે. કથિત રીતે લઠ્ઠાકાંડની શક્યતા હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે.
શંકાસ્પદ પીણુ પીવાથી મોત થયાની લોકોમા ચર્ચા
આ તરફ પાંચ વ્યક્તિઓનાં શંકાસ્પદ મોતોની ચર્ચાએ જોર પકડ્યું છે. VTV ગુજરાતીની ટીમે જ્યારે બિલોદરા ગામની મુલાકાત લીધી ત્યારે રસ્તા પર આવી શંકાસ્પદ બોટલો મળી આવી હતી. સ્થાનિકોમાં પણ શંકાસ્પદ પીણું પીવાથી આ લોકોનું મોત થયાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ મોતથી લોકમુખે કથિત લઠ્ઠાકાંડની વાતો ચગડોળે ચઢતા મામલો ગરમાયો હતો. પોલીસ સહિત તંત્ર પાસે આ બાબતે કોઈ નક્કર પુરાવા લાગ્યા ન હોવાનું જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.