બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / 'The Kerala Story' released in America and Canada, the director said - this film is a mission

મનોરંજન / અમેરિકા અને કેનેડામાં રિલીઝ થઈ 'The Kerala Story', ડિરેક્ટરે કહ્યું- આ ફિલ્મ એક મિશન છે

Megha

Last Updated: 03:26 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ધ કેરલા સ્ટોરી' વિશે સુદીપ્તો સેને કહ્યું કે, "દેશ લાંબા સમયથી કેરળ રાજ્યમાં ચાલી રહેલા આ મુદ્દાને નકારી રહ્યો હતો. કેરળની વાર્તા એક મિશન છે જે સિનેમાની સર્જનાત્મક સીમાઓથી આગળ વધે છે.

  • 'ધ કેરલા સ્ટોરી' હવે આંતરરાષ્ટ્રીય થિયેટરોમાં પણ રિલીઝ થઈ
  • સુદીપ્તો સેને કહ્યું કે કેરળની વાર્તા એક મિશન છે
  • ફિલ્મ એક ચળવળ જે વિશ્વભરના લોકો સુધી પહોંચવી જોઈએ

રિલીઝ પહેલા અને પછી પણ વિવાદોમાં ફસાયેલ બ્લોકબસ્ટર ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' હવે આંતરરાષ્ટ્રીય થિયેટરોમાં પણ રિલીઝ થઈ છે. જણાવી દઈએ કે શુક્રવારે 'ધ કેરલા સ્ટોરી' અમેરિકા અને કેનેડામાં 200થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી અને એ સમયે ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેને જણાવ્યું હતું કે આ ફિલ્મ એક મિશન છે જે સિનેમાની સર્જનાત્મક સીમાઓથી ઘણી આગળ છે. નોંધનીય છે કે આ ફિલ્મ ત્રણ છોકરીઓની વાર્તા કહે છે જેઓ કથિત રૂપે ઇસ્લામ સ્વીકારીને ISISમાં જોડાઈ હતી. આ સાથે જ ફિલ્મને ભારતીય જનતા પાર્ટી (BJP) સહિત હિન્દુ દક્ષિણપંથીએ સમર્થન આપ્યું છે.

કેરળની વાર્તા એક મિશન છે
સુદીપ્તો સેને કહ્યું, "દેશ લાંબા સમયથી કેરળ રાજ્યમાં ચાલી રહેલા આ મુદ્દાને નકારી રહ્યો હતો. કેરળની વાર્તા એક મિશન છે જે સિનેમાની સર્જનાત્મક સીમાઓથી આગળ વધે છે, એક ચળવળ જે વિશ્વભરના લોકો સુધી પહોંચવી જોઈએ અને જાગૃતિ ફેલાવી જોઈએ." 

વિપુલ શાહે કહ્યું-
ફિલ્મના નિર્માતા વિપુલ શાહે કહ્યું, "ફિલ્મનો વિષય લોકોથી છુપાવવામાં આવ્યો હતો અને તે જણાવવો જરૂરી હતો. અમે વિશ્વવ્યાપી ચર્ચા શરૂ કરવા માટે આ ફિલ્મ બનાવી છે."

બોક્સ ઓફિસ કલેક્શન -
'ધ કેરાલા સ્ટોરી'એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે પરંતુ હજુ સુધી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો રેકોર્ડ તોડી શકી નથી. આ ફિલ્મમાં અદા શર્માની સાથે યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની પણ મુખ્ય ભૂમિકામાં છે. સુદીપ્તો સેનના નિર્દેશનમાં બનેલી 'ધ કેરલ સ્ટોરી'એ 7 દિવસમાં 81.36 કરોડનું કલેક્શન કરી દીધુ હતું.

ટેક્સ ફ્રી ફિલ્મ જુઓ -
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' હવે હરિયાણામાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ પહેલા આ ફિલ્મને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. 

 જો કે તમિલનાડુના થિયેટરોએ ફિલ્મનો બહિષ્કાર કરીને ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો છે. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ