બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / The husband stabbed his wife's genitals after seeing her in a dire condition with her younger brother, an incident that shook the hea
Last Updated: 11:28 PM, 17 July 2023
ADVERTISEMENT
ગોંડલ તાલુકાનાં દેવચડી ગામે રહેતી પરપ્રાંતિય મહિલાને વહેલી સવારે તેનાં પતિએ ગુપ્તભાગ પર તથા અન્ય જગ્યાએ હથિયાર વડે આડેધડ મારી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ બપોરે સાસુ સસરા દ્વારા તેણીને તાવ આવવાથી મોત નિપજ્યું હોવાનું જણાવી મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યારે આ બાબતે શિવમ સાર્વજનિક ટ્રસ્ટરનાં પ્રમુખને શંકાસ્પદ લાગતા તેમણે પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરતા પોલીસે ગુનો નોંધી સ્થળ પર જ હત્યારા પતિની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
નાનાભાઈ સાથે બે થી ત્રણ વખત રંગરેલીયા મનાવતા જોઈઃ હત્યારો પતિ દીપક
મૂળ મધ્યપ્રદેશનાં વતની અને છેલ્લા પંદર વર્ષથી દેવચડી ગામે ઝુંપડું બાંધીને રહેતા આદિવાસી ચરણભાઈની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરતા તેઓએ જણાવ્યું હતું કે, હત્યા દિપકે કરી છે. હોસ્પિટલમાં હાજર દીપકની પોલીસે હોસ્પિટલમાં અટકાયત કર્યા બાદ દીપકની પૂછપરછ હાથ ધરતા તેણે જણાવ્યું હતું કે તેણે તેની પત્નિને તેના નાના ભાઈ સાથે બે થી ત્રણ વખત રંગરેલીયા મનાવતા જોઈ હતી. જે બાદ તેણે ગુસ્સામાં હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. ત્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.