બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / The house was destroyed due to tomato, the police made a settlement

મધ્યપ્રદેશ / ટામેટાના કારણે ઘર ભંગાયું હતું, પોલીસે કરાવ્યું સમાધાન: પતિએ વાયદો કર્યો કે પૂછ્યા વગર શાકમાં નહીં નાંખે ટામેટું

Priyakant

Last Updated: 04:33 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madhya Pradesh Tomato Price Hike News: પતિએ પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે માફી માંગી છે કે હવે તે પત્નીને પૂછ્યા વગર શાકભાજીમાં ટામેટાં નહીં નાખે અને પછી....

  • ટામેટાના કારણે નારાજ પત્ની આખરે માની ગઈ 
  • પતિએ ટિફિનમાં ટામેટાં મૂકતાં પત્નિએ કર્યો હતો ઝઘડો 
  • ઝઘડા બાદ પત્નીએ પતિનું ઘર છોડી દીધું
  • આખરે પોલીસે બંનેને બોલાવી મામલો શાંત પાડ્યો 

મધ્યપ્રદેશના શહડોલથી આવેલા એક રસપ્રદ મામલામાં આખરે સમાધાન થઈ ગયું છે. વાત જાણે એમ છે કે, પતિએ પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે માફી માંગી છે કે હવે તે પત્નીને પૂછ્યા વગર શાકભાજીમાં ટામેટાં નહીં નાખે. પતિએ માફી માગતાં જ પત્નીનો ગુસ્સો ઠંડો પડી ગયો. તે ખુશીથી તેના પતિ સાથે ઘરે ગઈ. નોંધનીય છે કે, પતિએ પત્નીને પૂછ્યા વગર શાકમાં ટામેટાં નાખ્યા હતા. આનાથી ગુસ્સે થઈને પત્ની ઘરની બહાર નીકળી ગઈ હતી. પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે પત્નીને શોધી કાઢી હતી.

ટામેટાને કારણે પરિવારમાં અશાંતિ સર્જાઈ 
મધ્યપ્રદેશમાં દરેક શાકભાજી મોંઘવારીથી ત્રસ્ત છે. શાકભાજી હવે પરિવારોને તોડવામાં પણ ભૂમિકા ભજવી રહી છે. આવો જ એક કિસ્સો ભૂતકાળમાં શાહડોલના બેમહોરી ગામમાં સામે આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બેમહૌરીમાં રહેતા સંજીવ વર્મા નાનો ઢાબા ચલાવે છે. તેઓ ટિફિન સેન્ટરનું પણ કામ કરે છે.

ટિફિનમાં ટામેટાં મૂક્યા અને પછી.... 
ચાર દિવસ પહેલા સંજીવ વર્માએ પત્નીને પૂછ્યા વગર ટિફિન માટે શાકભાજી બનાવતી વખતે બે ટામેટાં મૂકી દીધા હતા. ટામેટાં ઉમેરતાં જ તેની પત્ની ગુસ્સે થઈ ગઈ. તેણીએ તેના પતિ સાથે ઝઘડો શરૂ કર્યો. રોષે ભરાયેલી પત્ની પતિને વારંવાર કહેતી હતી કે, તમે શાકમાં ટામેટાં કેટલા મોંઘા થયા તે પૂછ્યા વગર કેવી રીતે નાખ્યા. પતિ-પત્ની વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે પત્નીએ પતિનું ઘર છોડી દીધું.

પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પછી....... 
શાકભાજીમાં ટામેટાં નાખવાના વિવાદ બાદ પત્ની ઘરની બહાર નીકળી જતાં પતિ સંજીવ વર્માએ પોલીસનો આશરો લીધો હતો. પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સંજીવ વર્માની પત્નીને શોધવાનો પ્રયાસ કર્યો હતો. આખરે પોલીસને સફળતા મળી હતી અને સંજીવ વર્માની પત્ની ઉમરિયામાં તેની મોટી બહેનના ઘરે મળી આવી હતી. પોલીસ સંજીવની પત્નીને શોધીને પોલીસ સ્ટેશન લાવી હતી. તેના પતિ સંજીવ વર્માને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. સંજીવ વર્માએ પોલીસની સામે જ પોલીસ સ્ટેશનમાં પત્નીની માફી માગી અને કહ્યું કે હવે પૂછ્યા વગર શાકમાં ટામેટાં નહીં નાખે. પતિએ માફી માગતાની સાથે જ બંને વચ્ચેનો ઝઘડો સમાપ્ત થઈ ગયો અને બંને ખુશીથી ઘરે પરત ફર્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ