બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The government has decided that the security of External Affairs Minister S Jaishankar will be given in Z category

એલર્ટ / ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચે દિલ્હીમાં હાઇ એલર્ટ, વિદેશ મંત્રી જયશંકરની સુરક્ષામાં પણ વધારો

Pravin Joshi

Last Updated: 09:50 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષાને Z શ્રેણીમાં અપગ્રેડ કરી છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ આ માહિતી આપી હતી. કેનેડામાં ખાલિસ્તાની જૂથોએ નવા પોસ્ટરો લગાવ્યા છે, જેમાં વિદેશ મંત્રી જયશંકર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો છે.

  • ખાલિસ્તાન સમર્થકોની ધમકી બાદ ભારત સરકાર એલર્ટ
  • વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષાને Z શ્રેણીમાં અપગ્રેડ કરી 
  • કેનેડામાં ખાલિસ્તાની જૂથોએ નવા પોસ્ટરો લગાવ્યા હતા
  • જેમાં વિદેશ મંત્રી જયશંકર તેમજ PM મોદીની તસવીરો લગાવી

એસ જયશંકર: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષાને Z શ્રેણીમાં અપગ્રેડ કરી છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ આ માહિતી આપી હતી. કેનેડામાં ખાલિસ્તાની જૂથોએ નવા પોસ્ટરો લગાવ્યા છે, જેમાં વિદેશ મંત્રી જયશંકર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો છે. પોસ્ટરોમાં તેને કેનેડાનો દુશ્મન ગણાવીને તેની હત્યાની માંગ કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને જયશંકરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એક અહેવાલ મુજબ ખાલિસ્તાન જૂથ 'સિખ ફોર જસ્ટિસ' એ મંગળવારે  પોસ્ટરો લગાવ્યા હતા. તેણે ખાલિસ્તાનના રૂપમાં અલગ દેશ માટે જનમત લેવાની પણ જાહેરાત કરી હતી. આ બધુ બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત એ જ ગુરુદ્વારાની બહાર કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હતો. આ ગુરુદ્વારાની બહાર, આ વર્ષે 18 જૂને, નિજ્જરને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી.

ખાલિસ્તાન સમર્થકોની વિવાદિત ઝાંકી જોઈને ભડક્યા વિદેશમંત્રી જયશંકર, કેનેડાને  આપી કડક ચેતવણી, જુઓ શું કહ્યું / Indira Gandhi Assassination: External  Affairs ...

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા 7 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની પરોક્ષ અસર હવે ભારતના શહેરોમાં પણ દેખાઈ રહી છે. ખરેખર, ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીની સાથે ઘણા શહેરો માટે એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓનું કહેવું છે કે આજે દેશની રાજધાની સહિત અનેક શહેરોમાં પ્રદર્શનની આડમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ શકે છે. આ ઈન્ટેલિજન્સ ઈનપુટ બાદ દિલ્હી પોલીસ હવે એલર્ટ મોડ પર આવી ગઈ છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા બાદ દિલ્હીના તમામ જિલ્લાના અધિકારીઓ શુક્રવારની નમાજ દરમિયાન ભારે પોલીસ બળ સાથે રસ્તા પર હાજર રહેશે. ઈનપુટ મુજબ દિલ્હી સહિત અન્ય કેટલાક શહેરોમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે દિલ્હી પોલીસે ઈઝરાયેલની એમ્બેસી સહિત યહૂદીઓ અને યહૂદી ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા તમામ સ્થળો પર સુરક્ષા વધારી દીધી છે.

PM મોદીને મળવા પહોંચ્યા એસ જયશંકર, બીજી તરફ ગૃહમંત્રી શાહ સાથે ડોભાલની  મીટિંગ: શું કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે સરકાર? / Jaishankar meets PM  Modi, Ajit ...

ભારતીય અધિકારીઓને પણ ધમકી આપવામાં આવી હતી

પોસ્ટર્સ પર લખવામાં આવ્યું છે કે 29 ઓક્ટોબરે વેનકુવરમાં જનમત સંગ્રહ થશે. આ પહેલા 21 ઓક્ટોબરે સરેમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ મામલાની જાણકારી ધરાવતા એક વ્યક્તિએ કહ્યું કે પોસ્ટરમાં કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા, કાઉન્સિલ જનરલ મનીષ અને અપૂર્વ શ્રીવાસ્તવની હત્યા વિશે પણ વાત કરવામાં આવી છે. આ પહેલા પણ ભારતીય અધિકારીઓને આવા પોસ્ટર લગાવીને ચેતવણી આપવામાં આવી છે.

Topic | VTV Gujarati

પન્નુએ હમાસની જેમ હુમલો કરવાની ધમકી આપી હતી

કેનેડામાં પોસ્ટરોનો ખેલ એવા સમયે શરૂ થયો છે જ્યારે ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ ભારતને ધમકી આપી છે. પેલેસ્ટાઈનની સ્થિતિનું વર્ણન કરતાં તેણે કહ્યું છે કે શીખ ફોર જસ્ટિસ પણ હમાસની જેમ હુમલા કરશે. તમને જણાવી દઈએ કે હમાસે ગાઝા પટ્ટીથી ઈઝરાયલ પર મિસાઈલ છોડી હતી. આ સિવાય તેના લડવૈયાઓએ ઈઝરાયેલમાં ઘૂસીને લોકોની હત્યા કરી છે અને ઈઝરાયેલના નાગરિકોને બંધક બનાવ્યા છે.

સોશિયલ મીડિયામાં પણ ખાલિસ્તાનીઓ પર સ્ટ્રાઇક : ટ્વિટર પર કરાઈ કડક કાર્યવાહી  | Strike on Khalistanis in social media Strict action taken on Twitter pro  khalistani twitter account blocked

ભારતે કેનેડાના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતમાં કેનેડાના હાઈ કમિશનર કેમેરોન મેકેને બુધવારે સાઉથ બ્લોકમાં બોલાવવામાં આવ્યા હતા અને પોસ્ટરો સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. સરકારે કેનેડાના હાઈ કમિશનરને કહ્યું કે કેનેડાએ ગુરુદ્વારાની બહારના પોસ્ટરોને તાત્કાલિક હટાવી દેવા જોઈએ. પોસ્ટર લગાવનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું હતું. આ જ વાત ઓટાવામાં ગ્લોબલ અફેર્સ કેનેડાને કહેવામાં આવી હતી.

વિદેશ મંત્રીની સુરક્ષા કેવી રહેશે?

સરકારે વિદેશ મંત્રી જયશંકરને Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. મતલબ કે હવે તેમની સુરક્ષા સેન્ટ્રલ રિઝર્વ સિક્યુરિટી ફોર્સ (CRPF)ની VIP સુરક્ષા વિંગ કરશે. દેશમાં માત્ર 176 લોકોને જ આ સુરક્ષા મળી છે. જયશંકરની સુરક્ષામાં 14 થી 15 સશસ્ત્ર કમાન્ડો હશે, જેઓ તેમની આસપાસ 24 કલાક હાજર રહેશે.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે સાતમો દિવસ

તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે સાતમો દિવસ છે. ઇઝરાયેલ એરફોર્સ (IDF) અનુસાર, હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 1200 થી વધુ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા છે. ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. હમાસના આતંકવાદીઓએ 95થી વધુ પરિવારોના સભ્યોને બંધક બનાવ્યા છે. IDF અનુસાર, હમાસ અત્યાર સુધીમાં ઇઝરાયેલ પર પાંચ હજારથી વધુ રોકેટ છોડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેલેસ્ટાઈનમાં 900 થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 4 હજાર લોકો ઘાયલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ