બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The government canceled the resolution of salary deduction for teachers conference

BIG NEWS / ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર, આ મામલે પગાર કપાતનો ઠરાવ સરકારે કર્યો રદ, થયો હતો મોટા પાયે વિરોધ

Dinesh

Last Updated: 06:35 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના શિક્ષકોના સંમેલન માટે પગાર કપાતનો ઠરાવ સરકારે રદ કર્યો છે, શિક્ષણ વિભાગે સંમેલન માટે ફાળાની રકમ પગારમાંથી કપાત કરવા કરેલો પરિપત્ર રદ્દ કર્યો છે.

  • શિક્ષકોના સંમેલન માટે પગાર કપાતનો ઠરાવ સરકારે કર્યો રદ
  • સંમેલન માટે ફાળાની રકમ પગારમાંથી કપાત કરવા માટે કર્યો હતો પરિપત્ર
  • શિક્ષકોના વિરોધ બાદ સરકારે રદ કર્યો ઠરાવ


રાજ્યમાં શિક્ષકોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષકોના સંમેલન માટે પગાર કપાતનો ઠરાવ સરકારે રદ કર્યો છે. શિક્ષણ વિભાગે સંમેલન માટે ફાળાની રકમ પગારમાંથી કપાત કરવા માટે પરિપત્ર કર્યો હતો. શિક્ષકોના વિરોધ બાદ સરકારે આ ઠરાવ રદ કર્યો છે. 

શુ હતો સમગ્ર મામલો
શિક્ષણ સંઘના સંમલેનને લઈ ફાળો ઉઘરાવવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કરી પરિપત્ર જાહેર કરાયો હતો. જે પરિપત્ર બાદ શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, સમગ્ર મામલો આ પ્રકારે છે કે, પ્રાથમિક શિક્ષણ નિયમાક દ્વારા શિક્ષકોના ફેબ્રુઆરી કે, માર્ચ 2023ના પગારમાંથી ફાળાની રકમ કટ કરવા માટે મંજૂરી શિક્ષણ વિભાગને દરખાસ્ત કરવામાં આવી હતી જેને શિક્ષણ વિભાગે મંજૂરી પણ આપી દીધી હતી.

પરિપત્રમાં શુ હતો
જે પરિપત્રમાં જણાવેલું હતું કે, રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘના અધિવેશનના આયોજન અને ખર્ચ માટે શિક્ષકદીઠ વિદ્યાસહાયકોના પગારમાંથી રૂ.500 તથા પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી રૂ.1000 સ્વૈચ્છિક ફાળાની ફેબ્રુઆરી કે માર્ચ-2023ના પગાર બિલમાંથી કપાત કરવા આદેશ થઈ આવવા દરખાસ્ત રજૂ કરે છે. જે દરખાસ્ત ધ્યાને લેતા આગામી માસના પગારમાંથી સ્વૈચ્છિક ફાળાની કપાત માટે યોગ્ય કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ