બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / The finance minister refused to remove GST from the vaccine, citing this reason

મહામારી / વેક્સિન પરથી GST હટાવવાનો નાણામંત્રીએ કર્યો ઇનકાર, આપ્યું આ કારણ

ParthB

Last Updated: 11:32 AM, 10 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણામંત્રી નિર્મલા સિતારમણે રવિવારે વેક્સિન, દવાઓ અને ઑક્સિજન કંસનટ્રેટર્સ પર GST હટાવવાની નાં પાડતા ટ્વિટ કરી હતી.

  • વેક્સિન પર 5 ટકા અને બીજી સામગ્રીઓ પર 12 ટકા GST
  • રવિવારે ટ્વિટર પર જવાબ આપી જાણકારી
  • CM મમતા દ્વારા PM મોદીને લખેલા પત્રના જવાબના સંદર્ભે કરી હતી ટ્વિટ  

વેક્સિન પર 5 ટકા અને બીજી સામગ્રીઓ પર 12 ટકા GST
આ પાછળનું કારણ બતાવતા તેમણે કહ્યું કે "જે કંપનીઓ આ સામાન અને દવાઓનું ઉત્પાદન કરી રહી છે, તે લોકોને કાચો સામાન ખરીદતા સમયે ચૂકવેલ GST - ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહીં મળે.  હાલમાં વેક્સિન પર  5 ટકા GST લાગે છે અને કોરોનાની દવા તથા ઑક્સિજન કંસનટ્રેટર્સ પર 12 ટકા GST લાગુ પડી રહ્યો છે. કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગયા મહિને જ કહ્યું હતું કે કોરોનાની સારવાર માટે વપરાતી વેક્સિન, દવાઓ, ઑક્સિજન કંસનટ્રેટર્સ અને બીજી દરેક સામગ્રી પર GST હટાવી લેવો જોઈએ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ જ પ્રકારની માંગ કરી હતી. 

 

રવિવારે ટ્વિટર પર જવાબ આપી જાણકારી
નિર્મલા સિતારમણે GST હટાવવાની માંગણી પર રવિવારે ટ્વિટર પર જવાબ આપતા લખ્યું હતું કે " કે જો વેક્સિન પર લાગુ પડતો GST હટાવી લેવામાં આવે તો વેક્સિન ઉત્પાદકોએ કાચા માલસામાન માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો લાભ નહીં મળે તેથી તેઓ આ ટેક્સ ગ્રાહકો પાસેથી વસૂલ કરશે. 5 ટકા GST લગાડવાથી ઉત્પાદકોને ITC નો લાભ મળે છે. અને તેઓ રિફંડની માંગણી પર કરી શકે છે. એટલે જો GST હટાવી દીધો તો છેવટે ગ્રાહકોને જ નુકશાન થશે. 

CM મમતા દ્વારા PM મોદીને લખેલા પત્રના જવાબના સંદર્ભે કરી હતી ટ્વિટ  
નિર્મલા સિતારમણે જે પણ ટ્વિટ કરી તેમાંથી 16 ટ્વિટ CM મમતા દ્વારા PM મોદીને લખેલા પત્રના જવાબના સંદર્ભે કરી હતી. હાલ ભારતની સ્થિતિ "હર ઘર કોરોના" જેવી છે. જે દુનિયામાં સૌથી ગંભીર છે. દેશની આરોગ્ય સુવિધાઓ પણ દબાણમાં આવી ગઈ છે. સિતારમણે કહ્યું કે "આ બધો જ સામાન દેશમાં ઉપલબ્ધ થઈ રહે તે માટે આ બધા જ સામાન પર લાગુ પડતી ટેક્સ પર ઘણી છૂટ છાટ આપવામાં આવી છે. સાથે જ આ બધી જ રાહત સામગ્રીના પરિવહન પર લાગતાં ટેક્સ પર પણ છૂટ આપવામાં આવી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ