ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / The dream of buying a home now ... will remain a dream! After Diwali, house prices will skyrocket

મોંઘવારી / હવે ઘરનું ઘર ખરીદવાનું સપનું... સપનું રહી જશે! દિવાળી બાદ મકાનોના ભાવ આસમાન આંબશે

Published By: Mehul

Last Updated: 07:18 PM, 21 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ડેવલપરોએ લગભગ ત્રણ વર્ષથી મકાનોના ભાવમાંનથી કર્યો વધારો.હવે બે-ત્રણ મહિનામાં મકાનોના ભાવમાં 10 ટકા જેટલો વધારો થવાની શક્યતા

ADVERTISEMENT

  • હવે મકાનોના ભાવ આંબશે ઊંચાઈ 
  • દિવાળી પછી વધશે મકાનોના ભાવ 
  • બે વર્ષથી વેચાણમાં હતો જબરો ઘટાડો 

એક પછી એક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે બિલ્ડરોએ પણ મકાનોના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદના રિયલ એસ્ટેટ ડેવલપરોની સંસ્થા ક્રેડાઈ અમદાવાદ અને ગાહેડે જણાવ્યું છે કે સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ ડેવલપરોએ લગભગ ત્રણ વર્ષ થી મકાનોના ભાવમાં વધારો કર્યો નથી તેથી આગામી બે-ત્રણ મહિનામાં મકાનોના ભાવમાં પણ 10 ટકા જેટલો વધારો થવાની શક્યતા છે. સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ એ કાર્ટેલ કરીને ભાવ વધારો કર્યો હોવાનો દાવો પણ બિલ્ડરો કરી રહ્યા છે. સાથોસાથ ખર્ચ ઘટાડવા માટે ગાહેડની આગામી બોર્ડ મિટિંગ માં અગ્રણી બિલ્ડરો બલ્ક બાઈન્ગ કરવાની પણ ચર્ચા કરશે.

આ રહી મોંઘારત

રાજ્યમાં મકાનોના ભાવ વધવા પાછળ અસામાન્ય રીતે થઇ રહેલો ભાવ વધારો કારણભૂત છે.અત્યાર સુધી  સિમેન્ટ ના ભાવ રુ. 350ની સપાટીએ હતા તેમાં પણ ભાવ વધતા હવે પરવડવું આકરું છે.તો સ્ટીલના ભાવ ગયા વર્ષે માર્ચમાં રુ. 40,000 આસપાસ હતાં તે હવે રુ. 65000  પર પહોંચ્યાં છે.આ ઉપરાંત ઈંટ, બ્લોક્સ ના ભાવમાં પણ તીવ્ર વધારો સામાન્ય માણસોના'ઘરનું ઘર' ના સપનાને ચૂર-ચૂર કરી નાખશે. હવે કોરોના કાળ પછી તમામ ધંધા-રોજગાર સામાન્ય થઇ  રહ્યા છે ત્યારે,રીયલ એસ્ટેટ પણ બાકાત નથી. 

કોરોના કાળમાં શી હતી સ્થિતિ ? 

કોરોનાનો કહેર રિયલ એસ્ટેટ પર પણ જોવા મળી રહ્યો છે.રિયલ એસ્ટેટમાં ભારે મંદીનો દાવો ક્રેડાઈએ કર્યો છે. ક્રેડાઈએ જણાવ્યુ છે કે 95 ટકા લોકોએ ઘર ખરીદવાનો નિર્ણય ટાળ્યો છે અને તેની પાછળ કારણ કોરોનાનો કહેર છે.નવા મકાન ખરીદવાની પૂછપરછમાં ભારે ઓટ આવી છે.એપ્રિલ પછી વેચાણ અને નવા પ્રોજેક્ટમાં મંદીનો માહોલ સામે આવ્યો છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે રિયલ એસ્ટેટમાં મંદીનો માર વધુ જોવા મળ્યો છે.મંદીને કારણે 95 ટકા બિલ્ડરોએ પ્રોજેક્ટમાં વિલંબની આશંકા પણ દર્શાવી છે.લોકોની ખરીદશક્તિ ઘટતાં રિયલ એસ્ટેટને મંદીનુ ગ્રહણ લાગ્યુ છે.કોરોનાના કપરા કાળમાં આવક ઘટી છે ત્યારે ગ્રાહકો હોમલોનનું જોખમ લેવા તૈયાર નથી.લાખો લોકોએ રોજગારી ગુમાવી છે તેથી પણ મકાનના વેચાણમાં ઘટાડો સામે આવ્યો છે.બિલ્ડરોની હાલત પણ ભારે કફોડી છે.77 ટકા બિલ્ડરો બેન્ક લોન ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.આમ, કોરોનાની બીજી લહેર પછી રિયલ એસ્ટેટની રિયાલીટી ખૂબ વરવી બની હતી .
 

સંકળાયેલા મુદ્દાઓ

CEMENT STEEL PRIESE HIKE real estate sector કોરોના કાળ મકાનોના ભાવ મોંઘવારી રીયલ એસ્ટેટ સિમેન્ટ-સ્ટીલ Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ