બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / The dog saw the girl's body hanging in the running car

અપડેટ / પોલીસ ઊંઘતી રહી પણ શ્વાનને દેખાઈ ગયો હતો ચાલુ કારમાં યુવતીનો લટકતો મૃતદેહ, નવા CCTV જાહેર

Priyakant

Last Updated: 03:01 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોકરીને 5 કિલોમીટર સુધી કારની નીચે ખેંચી જવાની દિલ્હી પોલીસને જાણ ન હતી, પરંતુ એક પ્રાણીએ તેની જાણ કરી અને 100 મીટરથી વધુ સુધી કારનો પીછો કર્યો

  • પોલીસ ઊંઘતી રહી પણ શ્વાનને દેખાઈ ગયો ચાલુ કારમાં યુવતીનો મૃતદેહ 
  • ઘટનાનો વધુ એક CCTVમાં કાર યુ-ટર્ન પરથી વળતી જોવા મળી 
  • CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે એક કૂતરો કારની પાછળ દોડતો દેખાય છે 

દિલ્હીના કંઝાવાલામાં એક છોકરીને 5 કિલોમીટર સુધી કારની નીચે ખેંચી જવાની દિલ્હી પોલીસને જાણ ન હતી, પરંતુ એક પ્રાણીએ તેની જાણ કરી અને 100 મીટરથી વધુ સુધી કારનો પીછો કર્યો. વાત જાણે એમ છે કે, આ ઘટનાનો વધુ એક સીસીટીવીનો વિડીયો જાહેર થયો છે. જે 1લી ડિસેમ્બર સવારના ફૂટેજ છે. આ ફૂટેજમાં જ કાર યુ-ટર્ન પરથી વળતી જોવા મળે છ

વાસ્તવમાં આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પોલીસ પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. લોકો ટ્વિટ કરીને પૂછે છે કે, આ કેવી રીતે શક્ય છે? કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે નવા વર્ષ પર આખી દિલ્હીમાં પોલીસની કડકાઈ હતી, આવી સ્થિતિમાં પોલીસને 5 કિલોમીટર સુધી ખેંચીને લઈ જતી કારમાં રહેલી યુવતીની માહિતી કેવી રીતે ન મળી ? 

મહત્વનું છે કે, સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે એક કૂતરો ઘટનાની કારની પાછળ દોડતો દેખાય છે. સામાન્ય રીતે કૂતરા કોઈપણ ડ્રાઈવરની પાછળ દોડે છે જેના પર તેમને કોઈ શંકા હોય. આ વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે, કૂતરો ઘટનાની કારની પાછળ દૂર દૂરથી દોડી રહ્યો હતો. કાર યુ-ટર્ન લેતાં જ કૂતરો અટકી જાય છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, તે પસાર થઈ રહેલી કાર તરફ જોઈ રહ્યો છે. આ દરમિયાન પાછળથી બીજો કૂતરો ત્યાં પહોંચે છે. જ્યારે કાર અટકતી નથી, ત્યારે કૂતરો જતો જોવા મળે છે. તેનો અર્થ એ કે કૂતરાને પહેલેથી જ કોઈ અપ્રિય ઘટનાની માહિતી મળી ગઈ હતી. પછી તે કારની પાછળ દોડ્યો. 

વાસ્તવમાં કૂતરાઓને કોઈપણ અનહોનીની તરત ખબર પડી જાય છે. આવી સ્થિતિમાં વીડિયોમાં દેખાતા કૂતરાને યુવતીને કાર સાથે ખેંચી જવાની પણ ખબર પડી ગઈ હતી. પછી તે કારની પાછળ દોડ્યો. જ્યારે કાર બંધ ન થઈ, ત્યારે કૂતરો નજીકના બિલ્ડિંગમાં ગયો જોકે તેને અંત સુધી કારની દિશામાં જોવાનું ચાલુ રાખ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ