બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / The doctor who treated Sushmita sen said excessive exercise is dangerous for the body

બોલિવુડ / પરફેક્ટ સમયે સુષ્મિતા સેન હોસ્પિટલ પહોંચી નહીં તો....: ડૉક્ટરે કહ્યું 'જરૂરિયાતથી વધારે કસરત શરીર માટે ખતરનાક'

Arohi

Last Updated: 09:53 AM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુષ્મિતા પહેલા કરતા વધારે ફિટ હતી માટે તેને ઓછુ નુકસાન થયું. જોકે ડૉક્ટરના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિને જરૂર કરતા વધારે એક્સરસાઈઝ ન કરવી જોઈએ. કારણ કે બોડીને રિકવર થવાની તક નથી મળી શકતી.

  • 27 ફેબ્રુઆરીએ સેટ પર સુસ્મિતાને આવ્યો હતો એટેક 
  • ડોક્ટરે કહ્યું-સુષ્મિતા યોગ્ય સમયે આવી હોસ્પિટલ 
  • ફિટ હોવાના કારણે સુસ્મિતાને થયું ઓછુ નુકસાન 

સુષ્મિતા સેનને 27 ફેબ્રુઆરીએ શૂટિંગના સેટ પર હાર્ટ એટેક આવ્યો હતો. તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી હતી તેની એન્જિયોપ્લાસ્ટી થઈ. હવે તેની સારવાર કરનાર ડોક્ટરે જણાવ્યું છે કે સુષ્મિતા ખૂબ જ યોગ્ય ટાઈમ પર હોસ્પિટલ આવી માટે બચી ગઈ. 

ફિટ હોવાના કારણે થયું ઓછુ નુકસાન 
ડોક્ટરનું કહેવું છે કે સુષ્મિતા પહેલા કરતા વધારે ફિટ હતી માટે તેને ઓછુ નુકસાન થયું. જોકે ડૉક્ટરના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિને જરૂર કરતા વધારે એક્સરસાઈઝ ન કરવી જોઈએ. કારણ કે બોડીને રિકવર થવાની તક નથી મળી શકતી. 

સમય પર યોગ્ય સારવાર મળી 
સુસ્મિતાની સારવાર કરનાર કાર્ડિયોલોજીસ્ટે જણાવ્યું, "સુસ્મિતાની હાઈ ફિઝિકલ એક્ટિવિટીએ તેના હાર્ટને વધારે ડેમેજ કરવાથી બચાવી લીધું. જોકે હું કહું છું કે તે ખૂબ જ લકી છે કે યોગ્ય સમય પર જ યોગ્ય જગ્યા પર આવી ગઈ."

ડૉ.ના જણાવ્યા અનુસાર, "લાઈફસ્ટાઈલને યોગ્ય કરવાના કારણે હાર્ટ એટેકનું જોખમ ઓછુ થઈ જાય છે. ડૉક્ટરે જણાવ્યું સુષ્મિતા ફિઝિકલી એક્ટિવ હતી માટે તેમને ઓછામાં ઓછું નુકસાન થયું છે."

જરૂર કરતા વધારે એક્સરસાઈઝ બોડી માટે ખતરનાક 
ડૉક્ટર રાજીવે જણાવ્યું કે, "કોઈ પણ એક્સરસાઈઝ અઠવાડિયામાં 3થી 4 દિવસથી વધારે ન કરવી જોઈએ. બોડીને એક્સરસાઈઝથી રાહત આપવા માટે પણ સમય આપવો જોઈએ."

ડૉક્ટરના જણાવ્યા અનુસાર, "ત્યાં જ ઉંઘ પણ જરૂર લેવી જોઈએ. જો તમે સતત એક્સરસાઈઝ કરો છો અને તેના બાદ પુરતી ઉંઘ ન લો તો તે બોડી માટે ખૂબ જ ખતરનાક સાહિત થઈ શકે છે."

ફેશન માટે જીમ કરવું ખતરનાક 
ડૉક્ટર અનુસાર, "આપણે રાતના બે વાગ્યે સુવાની આદત બદલવી જોઈએ. સવારે ઉઠતા જ જોગિંગ પણ ન કરવી જોઈએ. આપણે આજકાલ એવી ઘટવનાઓ ખૂબ સાંભળીએ છીએ કે કોઈ જીમ કરવા ગયું અને એક્સરસાઈઝ કરતી વખતે તેનું નિધન થઈ ગયું."

તેમણે કહ્યું, જીમ કરવું કોઈ ફેશન નથી. વધારે જીમ કરવાથી સવારે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. જીમ જતા પહેલા 7થી 8 કલાકની ઉંઘ જરૂર લો. 

સુષ્મિતાના હાર્ટમાં 95% બ્લોકેજ 
હોસ્પિટલથી ડિસ્ચાર્જ થવાના બાદ સુષ્મિતાએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને જણાવ્યું કે તેને હાર્ટમાં 95% બ્લોકજ હતું. જોકે જીમ, વર્કઆઉટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે રિકવર થવામાં મદદ મળી છે. 

સુષ્મિતા કહે છે કે આજકાલ ઘણા યંગ લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. હું તો બધાને કહેવા માંગું છું કે બધા પોતાનું ધ્યાન રાખો પોતાને મોનિટક કરતા રહે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ