The director finally apologized for the 'series' on the web series, and the government took action
OTT /
વેબ સીરિઝ પર 'તાંડવ' થતાં આખરે ડિરેક્ટરે માંગી માફી, સરકારે કરી આ કાર્યવાહી
Team VTV08:08 PM, 18 Jan 21
| Updated: 08:22 PM, 18 Jan 21
એમેઝોન પ્રાઈમ વિડીયો પ્લેટફોર્મ પર રજૂ થયેલી નવી વેબસીરીઝ તાંડવનો વિવાદ વધતો જ જઈ રહ્યો છે, આ મામલે દેશભરમાં ઘણી જગ્યાએ ફરીયાદો પણ નોંધાવવામાં આવી છે, અને હવે કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ મામલે એક હાઈ લેવલની મિટિંગ પણ કરવામાં આવી હતી.
મોદી સરકાર કરી રહી છે વિચારણા
OTT પ્લેટફોર્મને લઈને લીવાઈ શકે છે મોટો નિર્ણય
રેગ્યુલેશન કોડને લઈને સરકારનું પગલું
તાજેતરમાં જ એમેઝોન પ્રાઈમ પ્લેટફોર્મ પર રજૂ થયેલી સૈફ અલી ખાન અને ડિમ્પલ કપાડિયા અભિનીત નવી વેબ સિરીઝ તાંડવને રિલીઝ થયાને હજુ થોડો સમય પણ નથી થયો ત્યારે આ વેબસીરીઝને લગતો વિવાદ પણ વધતો જઈ રહ્યો છે, જો કે હવે કેન્દ્ર સરકાર પણ આ મામલે કડક થવાનું વિચારી રહી હોય તેવું જણાઈ રહ્યું છે, સૂચના અને પ્રસારણ મંત્રાલયની ટીમ દ્વારા આ મામલે આજે એક હાઈ લેવલની મિટિંગ પણ યોજવામાં આવી હતી.મહત્વનું છે કે એવું મનાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર ઓટીટી પ્લેટફોર્મ પર પીરસવામાં આવતા કન્ટેન્ટને લઈને કોઈ મોટો નિર્ણય લઇ શકે છે.
રેગ્યુલેશન કોડની માંગણી તેજ
સરકારે પહેલા જ પહોંતાનો પક્ષ સાફ કરતા સ્પષ્ટ કરી દીધું હતું કે ઓટીટી પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ બતાવાઈ રહ્યું છે તેને લઈને કોઈ સેલ્ફ રેગ્યુલેશન કોડ બનાવવામાં આવે, જો આ રીતનો કોઈ સેલ્ફ રેગ્યુલેશન કોડ નથી બનાવી શકાતો તો પછી સરકાર પોતે આ મામલે હસ્તક્ષેપ કરીને રેગ્યુલેશન કોડ બનાવી શકે છે. મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે આજની બેઠકમાં એક વાત પર સહમતિ સાધવામાં આવી હતી કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની સાથે જ તેની જવાબદારીઓ પણ નક્કી થવી જોઈએ, ક્રિએટિવ ફ્રીડમના નામ પર કાયદો અને વ્યવસ્થાને બગાડવાની મંજૂરી ન આપી શકાય.
ઓટીટી માટે કોઈ અલગ સ્ટાન્ડર્ડ નથી
સરકારનું માનવું છે કે હાલમાં કોરોના મહામારીને કારણે ઘણી ખરી ફિલ્મો થિએટરોમાં રિલિઝ નથી થઈ શકી જેના લીધે તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે, જો તે ટીવી કે થીએટરમાં રિલીઝ થતી હોત તો તેના પર કેબલ ટીવી રેગ્યુલેશન એક્ટ અથવા સીબીએફસીની કન્ટેન્ટ ગાઇડલાઇનનું પાલન થાત, પરંતુ થીએટર અને ઓટીટી માટે અલગ સ્ટાન્ડર્ડ ન બની શકે.
મહત્વનું છે કે આની પહેલા તાંડવ વેબસિરીઝની સામે લખનૌમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, આ ફરિયાદમાં વેબસીરીઝના કલાકારો અને નિર્માતાની સામે કેસ નોંધાયો છે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તેમની ધરપકડના પ્રયાસો પણ કરવામાં આવી રહયા છે. તે જ સમયે ભારત હિન્દૂ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણિએ આ સિરીઝને લઈને સવાલો ઉભા કર્યા હતા અને મહત્વનું છે કે બીએસપી પ્રમુખ માયાવતી પણ આ સિરીઝના કન્ટેન્ટને લઈને આપત્તિ દર્શાવી ચૂક્યા છે.
લખનૌમાં નોંધાઈ છે ફરિયાદ
એમેઝોન પ્રાઈમ વિડીયો પ્લેટફોર્મ પર રજૂ થયેલી નવી વેબસીરીઝ તાંડવનો વિવાદ વધતો જ જઈ રહ્યો છે, આ મામલે દેશભરમાં ઘણી જગ્યાએ ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે, અને હવે કેન્દ્ર સરકાર ના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ મામલે એક હાઈ લેવલની મિટિંગ પણ કરવામાં આવી હતી.
તાજેતરમાં જ એમેઝોન પ્રાઈમ પ્લેટફોર્મ પર રજૂ થયેલી સૈફ અલી ખાન અને ડિમ્પલ કપાડિયા અભિનીત નવી વેબ સિરીઝ તાંડવને રિલીઝ થયાને હજુ થોડો સમય પણ નથી થયો ત્યારે આ વેબસીરીઝને લગતો વિવાદ પણ વધતો જઈ રહ્યો છે, જો કે હવે કેન્દ્ર સરકાર પણ આ મામલે કડક થવાનું વિચારી રહી હોય તેવું જણાઈ રહ્યું છે, સૂચના અને પ્રસારણ મંત્રાલયની ટીમ દ્વારા આ મામલે આજે એક હાઈ લેવલની મિટિંગ પણ યોજવામાં આવી હતી.મહત્વનું છે કે એવું મનાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર ઓટીટી પ્લેટફોર્મ પર પીરસવામાં આવતા કન્ટેન્ટને લઈને કોઈ મોટો નિર્ણય લઇ શકે છે.
રેગ્યુલેશન કોડની માંગણી તેજ
સરકારે પહેલા જ પહોંતાનો પક્ષ સાફ કરતા સ્પષ્ટ કરી દીધું હતું કે ઓટીટી પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ બતાવાઈ રહ્યું છે તેને લઈને કોઈ સેલ્ફ રેગ્યુલેશન કોડ બનાવવામાં આવે, જો આ રીતનો કોઈ સેલ્ફ રેગ્યુલેશન કોડ નથી બનાવી શકાતો તો પછી સરકાર પોતે આ મામલે હસ્તક્ષેપ કરીને રેગ્યુલેશન કોડ બનાવી શકે છે. મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે આજની બેઠકમાં એક વાત પર સહમતિ સાધવામાં આવી હતી કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની સાથે જ તેની જવાબદારીઓ પણ નક્કી થવી જોઈએ, ક્રિએટિવ ફ્રીડમના નામ પર કાયદો અને વ્યવસ્થાને બગાડવાની મંજૂરી ન આપી શકાય.
ઓટીટી માટે કોઈ અલગ સ્ટાન્ડર્ડ નથી
સરકારનું માનવું છે કે હાલમાં કોરોના મહામારીને કારણે ઘણી ખરી ફિલ્મો થિએટરોમાં રિલિઝ નથી થઈ શકી જેના લીધે તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે, જો તે ટીવી કે થીએટરમાં રિલીઝ થતી હોત તો તેના પર કેબલ ટીવી રેગ્યુલેશન એક્ટ અથવા સીબીએફસીની કન્ટેન્ટ ગાઇડલાઇનનું પાલન થાત, પરંતુ થીએટર અને ઓટીટી માટે અલગ સ્ટાન્ડર્ડ ન બની શકે.
મહત્વનું છે કે આની પહેલા તાંડવ વેબસિરીઝની સામે લખનૌમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, આ ફરિયાદમાં વેબસીરીઝના કલાકારો અને નિર્માતાની સામે કેસ નોંધાયો છે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તેમની ધરપકડના પ્રયાસો પણ કરવામાં આવી રહયા છે. તે જ સમયે ભારત હિન્દૂ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણિએ આ સિરીઝને લઈને સવાલો ઉભા કર્યા હતા અને મહત્વનું છે કે બીએસપી પ્રમુખ માયાવતી પણ આ સિરીઝના કન્ટેન્ટને લઈને આપત્તિ દર્શાવી ચૂક્યા છે.
આ સેક્શનના અંતર્ગત નોંધાઈ ફરિયાદ
લખનૌના હજ઼રતગંજ પોલીસ મથકમાં આ સિરીઝ અને તેના કલાકારોની સામે આઇપીસીના સેક્શન 153-એ , 295, 501(1)બી, 505(2), 469 અને આઇટી એક્ટના 66, 66એફ અને 67 અંતર્ગત આ ફરિયાદ નોંધવામાં આવી છે, જો કે મહત્વનું છે કે આ સિરીઝના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર દ્વારા આ મામલે માફી માંગવામાં આવી છે.