બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / The comments against India hit the Maldives hard, all flight bookings were canceled by EaseMyTrip

માલદીવ વિવાદ / ભારત વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવી માલદીવને ભારે પડી, તમામ ફ્લાઇટ્સનું બુકિંગ EaseMyTripએ રદ કર્યું

Megha

Last Updated: 08:16 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી બાદ માલદીવ પર ભારતનો ગુસ્સો ઓછો નથી થઈ રહ્યો, હવે ટૂર અને ટ્રાવેલ કંપનીએ માલદીવ માટે તેની તમામ ફ્લાઈટ બુકિંગ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

  • પીએમ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીનો મામલો હજુ ઠંડો પડતો જણાતો નથી. 
  • ભારતની આ ટ્રાવેલ કંપનીએ માલદીવની ફ્લાઇટ બુકિંગ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો. 
  • કંપનીના CEO નિશાંતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી. 

PM નરેન્દ્ર મોદી વિશે માલદીવના કેટલાક મંત્રીઓ દ્વારા કરવામાં આવેલી અભદ્ર અને વાંધાજનક ટિપ્પણીનો મામલો હજુ ઠંડો પડતો જણાતો નથી. સોશિયલ મીડિયા પર આક્રોશ અને ભારતીય રાજદૂતના વાંધાને પગલે માલદીવ સરકારે તેના ત્રણ મંત્રીઓને પણ સસ્પેન્ડ કરી દીધા હતા. આ પછી, હવે ટૂર અને ટ્રાવેલ કંપની ઇઝી માય ટ્રીપે માલદીવ માટે તેની તમામ ફ્લાઇટ બુકિંગ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. 

વિવાદ વચ્ચે, EaseMyTrip ના સહ-સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) નિશાંત પિટ્ટીએ માલદીવના મંત્રીઓ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ બાદ માલદીવની તમામ ફ્લાઈટ બુકિંગ રદ કરી દીધી છે. Ease My Tripના CEO નિશાંતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. અગાઉ એક પોસ્ટમાં તેણે બધાને લક્ષદ્વીપ જવા અને ત્યાં ફરવા માટે પણ આહ્વાન કર્યું હતું. 

વધુ વાંચો: માલદીવના મંત્રીએ PM મોદીને કેમ કહ્યાં જોકર-કઠપૂતળી? કેમ થઈ ઈર્ષા, આ રહ્યું મોટું કારણ

જણાવી દઈએ કે પીએ મોદી પર માલદીવના નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ કરી રહ્યું છે. અત્યાર સુધી હજારો લોકોએ માલદીવ જવાનો પ્લાન કેન્સલ કર્યો છે. ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો માલદીવની મુલાકાત લે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે માલદીવના પ્રવાસનને મોટો ફટકો પડી શકે છે.

વાસ્તવમાં આ આખો મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ શરૂ થયો હતો. લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની યોજના બનાવવાની અપીલ કરી હતી. આ પછી માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિયુનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જો કે ટ્વીટની ટીકા થયા બાદ તેણે તેને ડીલીટ પણ કરી દીધું હતું.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ