બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 05:42 PM, 6 April 2024
ADVERTISEMENT
પરષોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. તેમની એક જ માંગ છે કે, ભાજપ રૂપાલાની ટિકિટ પરત ખેંચે. જેને લઈ વિવિધ સંમેલનો તેમજ આવેદન પત્ર પાઠવવાનું ચાલી રહ્યું છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજ રાજકોટમાં મહારેલી યોજવાની તૈયારી કરી રહ્યું છે. જે રેલીને લઈ તેમને મંજૂરી પણ મળી ગઈ છે. ત્યારે રેસકોર્સ રોડ થઇને કલેક્ટર કચેરીએ ક્ષત્રિય સમાજ જશે ત્યાં આવેદ પત્ર પાઠવવામાં આવશે
ADVERTISEMENT
ક્ષત્રિય સમાજને રાજકોટમાં મહારેલી યોજવાની કલેક્ટર તંત્રએ મંજૂરી પણ આપી દીધી છે. 300થી 350 વ્યક્તિની રેલી માટે મંજૂરી માગવામાં આવી હતી. ક્ષત્રિય સંગઠનો દ્વારા એક કલાક માટે રેલીનું આયોજન કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી, જે વહીવટી તંત્રએ આપી દીધી છે.
બહુમાળી ચોક ખાતે પોલીસ બંદોબસ્ત
રાજકોટ સ્થિત બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યાં વોટર કેનન અને વજ્ર વાહનો તકેદારીના ભાગ રૂપે રાખવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનો કેસરી સાફા પહેરીને બહુમાળી ચોક ખાતે પહોંચ્યા પણ છે.
ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ થવાની છે એ અમને વિશ્વાસ છે. ઉમેદવારી નોંધાવે તે પહેલાં અમે કેટલાક નિર્ણયો કરવાના છીએ. જે બાબતને લઈ આવતીકાલે ધંધુકા ખાતે અસ્મિતા નામનું વિશાળ સંમેલન યોજાશે. તેમણે વિગતો આપતા કહ્યું કે, ધંધુકાના સંમેલનમાં ક્ષત્રિય અને રાજપૂત સમાજના તમામ સંગઠનો જોડાશે.
કરણસિંહ ચાવડાએ ઉમેર્યું હતું કે, રાજકોટ બેઠક પર 400થી વધુ ઉમેદવારી પત્રો ભરાશે. રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજનુ વિશાળ સંમેલન યોજાશે. જે ગુપ્ત રણનીતિ હોવાથી બાદમાં જાહેર કરાશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.