બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / The 17-year-old Margabaje again showed his brilliance, defeating the world's No. 1 player

ફાયર હે મે! / 17 વર્ષનાં ભેજાબાજે ફરી કરી બતાવ્યો કમાલ, વિશ્વના નંબર 1 ખેલાડીને આપી માત

Megha

Last Updated: 12:10 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર પ્રજ્ઞાનાનંદે શાનદાર પ્રદશન કરતાં  FTX ક્રિપ્ટો કપના છેલ્લા મેચમાં વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને 4-2થી હરાવ્યો

  • ગ્રેન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદે વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવ્યો 
  • પ્રજ્ઞાનંદે 15 પોઈન્ટ સાથે બીજા નંબર પર આવ્યા હતા

ભારતના યુવા ગ્રેન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદે શાનદાર પ્રદશન કરતાં  FTX ક્રિપ્ટો કપના છેલ્લા મેચમાં વિશ્વના નંબર 1 ખેલાડી  મેગ્નસ કાર્લસનને 4-2થી હરાવ્યો છે. પ્રજ્ઞાનંદે કાર્લસન પાસેથી સળંગ ત્રણ ગેમ જીતી હતી જેમાં બે ટાઈબ્રેક મેચ જીતી છે. કાર્લસન સામેની જીત છતાં ભારતનો 17 વર્ષીય ખેલાડી અંતિમ ટેબલમાં બીજા સ્થાને રહ્યો હતો.

નોર્વેના કાર્લસને સૌથી વધુ પોઈન્ટ મેળવીને આ ખિતાબ જીત્યો હતો. તેણે કુલ 16 પોઈન્ટ બનાવ્યા જ્યારે પ્રજ્ઞાનંદે 15 પોઈન્ટ સાથે બીજા નંબર પર આવ્યા હતા. કાર્લસને મેચ બાદ કહ્યું હતું કે, “મેં આજે આખો દિવસ ઘણું ખરાબ પ્રદશન કર્યું પણ અંતે મને જે પરિણામ મળ્યું જે તેનો હું હકદાર છું. હારવું કોઈ પણ રીતે સારું નથી હોતું, પરંતુ હારનો એ સમય આગળ વધવા માટે ઘણો સારો હોય છે. "

આર પ્રજ્ઞાનાનંદ અને કાર્લસન વચ્ચે પહેલા બે મેચ ડ્રો રહ્યા હતા અને એ પછી કાર્લસને ત્રીજો રાઉન્ડ જીત્યો હતો. છતાં પણ આર પ્રજ્ઞાનાનંદે હાર ન માની. ચોથો રાઉન્ડ જીતીને આર પ્રજ્ઞાનાનંદે કાર્લસને ટાઈબ્રેકર લઈ ગયો હતો અને એ પછી આર પ્રજ્ઞાનાનંદે બે મેચ જીતીને કાર્લસને માત આપી હતી. 

પ્રજ્ઞાનંદ આ વર્ષે શાનદાર ફોર્મમાં છે અને અગાઉ તેણે ઓનલાઈન સ્પર્ધાઓમાં બે વખત વિશ્વ ચેમ્પિયન કાર્લસનને હરાવ્યો છે. ચેન્નાઈમાં તાજેતરમાં પૂર્ણ થયેલ ચેસ ઓલિમ્પિયાડમાં ભારત B ટીમી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચેન્નઈના રહેવાસી પ્રજ્ઞાનાનંદે વર્ષ 2018 માં ગ્રેન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. પ્રજ્ઞાનાનંદ આ ઉપલબ્ધિ મેળવવાવાળા સૌથી નાની ઉંમરના ભારતીય બન્યા હતા અને દુનિયામાં સૌથી નાની ઉંમરના બીજા ખેલાડી બન્યા હતા. 

એ પહેલા પણ ભારતીય ગ્રેન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે શનિવારે પૈરાસીન ઓપન 'એ' શતરંજ ટુર્નામેંટ 2022ના ખિતાબને તેના નામે કર્યો હતો. એ સમયે ખેલાડીએ નવ સ્પર્ધામાંથી આઠ અંક મેળવ્યા હતા. આખી સ્પર્ધા દરમિયાન આર. પ્રજ્ઞાનાનંદ આગળ રહ્યા અંતે ડબલ સ્કોર સાથે એમને જીત મેળવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ