બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The 110 km long Six Lane Expressway is being built near Ahmedabad
ADVERTISEMENT
અમદાવાદથી ધોલેરા વચ્ચે 6 માર્ગીય એક્સપ્રેસ હાઈવે બનવા જઈ રહ્યો છે જેને લંબાઈ 110 કિ.મી હશે, આ 6 લેન હાઈવે ને ઔદ્યાગિક વિકાસને ધ્યાનમાં રાખીને નિર્મણ કરવામાં આવી રહ્યું છે જ્યાં આતરાંષ્ટ્રી એરપોર્ટનું નિર્ણાન પણ પામનાર છે જેને સીધા જ અમદાવાદ એરપોર્ટ સાથે જોડી દેવામાં આવશે. ધોરેલાના વિકાસની સાથે સાથે 11 જેટલા અલગ અલગ બંદરગાહોનું નિર્મણ પણ કરવામાં આવશે. તેમજ ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રો સાથે રેલ્વે કનેક્ટિવિટી પણ જોડવામાં આવશે જેને લઈ સાત રેલ્વે પ્રોજક્ટનું પણ નિર્માણનું કાર્યહાથ ધરાઈ રહ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રથી ડાયરેક્ટ ફ્રેટ કોરિડોર સુધી રેલ્વે કનેક્ટિવિટી સાથે જોડવામાં આવનાર છે.
ધોલેરાનો ઔદ્યાગિક વિકાસ માળખાબદ્ધ રીત કરાશે
અમદાવાદ- ઘોલેરા વચ્ચે અમદાવાદ 6 લેન એક્સપ્રેસ-વે બનાવવા જઈ રહ્યો છે જેમાં NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ઈન્ટરનેશનલ ગ્લોબલ ટેન્ડર બહાર પણ પાડ્યું અને તેને સરકારે અગાઉ ધોલેરા પાસે એરપોર્ટને મંજૂરી આપી છે. ધોલેરા પ્રોજેક્ટના અનુસંધાનમાં રૂપિયા 3 હજાર કરોડનું માળખાગત કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે સાથે જ ધોળેરાનો પ્રોજેક્ટ સંપૂર્ણ તીવ્રતા સાથે આગળ વધી રહ્યો છે ધોરેલાનો વિકાસ એ વડાપ્રધાન મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. તેમજ ધોરેલાનો ઔદ્યાગિક વિકાસ માળખાબદ્ધ રીત કરવામાં આવનાર છે
ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ માટે ધોરેલા પીઢ સમાન
ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હબ માનવામાં આવે છે ત્યારે ધોરેલા એ તેની પીઢ સમાન બની રહેશે. 6 લેન એકસપ્રેસ હાઇવેને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન તરીકે ઓળખવામાં આવશે. ધોલેરાનો આ એકસપ્રેસ અમદાવાદ–વડોદરા કરતાં પણ વધુ સમૃદ્ધ હશે તેવું મનાઈ રહ્યું છે. અગાઉના વર્ષોમાં કોઇપણ પરેશાની વિના જમીન સંપાદનનું કામ પૂર્ણ પ્રોજેક્ટને શરૂ કરી દેવામાં આવ્યો છે પ્રોજેક્ટનું કામકાજ ચાર સ્ટેજમાં શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.
ધોલેરા એકસપ્રેસ હાઇવે માટેના ચાર તબક્કાનો કુલ ખર્ચ 3500 કરોડ
ધોલેરા એકસપ્રેસ હાઇવે માટેના ચાર તબક્કાનો કુલ ખર્ચ 3500 કરોડ રૂપિયા થવાનો છે. પહેલા પેકેજમાં 774.53 કરોડ, બીજા પેકેજમાં 913.77 કરોડ, ત્રીજા પેકેજમાં 946.55 કરોડ અને ચોથા પેકેજમાં 932.32 કરોડની પ્રોજેકટ કોસ્ટ નિયત કરવામાં આવી છે. આ બીડમાં સદભાવ એન્જિનિયરિંગ સહિત અનેક કંપનીઓએ રસ લીધો છે.
સિક્સલેન એકસપ્રેસ હાઇવેથી આગામી દિવસોમાં વધુ રોકાણ થશે
ધોલેરામાં 1000 મેગાવોટ પૈકી 700 મેગાવોટ સોલર પ્રોજેકટ માટેના કામને મંજૂરી પણ મળી ગઈ છે. પાવર જનરેશન અને એકસપ્રેસ હાઇવેના 8500 કરોડ રૂપિયાના પ્રોજેકટનું કામ શરૂ કરી દેવામાં આવશે. 110 કિલોમીટરનો 6લેનનો આ એકસપ્રેસ હાઇવે 18થી 24 મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે. આ એકસપ્રેસ હાઇવે અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનની કામગીરીની ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. આ હાઇવેમાં અન્ય હાઇવે કરતાં વધુ એડવાન્સ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોલેરામાં 3000 કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ અને સિક્સલેન એકસપ્રેસ હાઇવેથી આગામી દિવસોમાં વધુ રોકાણ થશે.
ભારતમાલા અને ઇકોનોમિક કોરિડોરમાં પણ સમાવેશ
ભારત સરકારના રાષ્ટ્ર્રીય રાજમાર્ગ અને પરિવહનમંત્રાલયના નિર્ણય પ્રમાણે ધોલેરાથી અમદાવાદ વચ્ચે આ એકસપ્રેસ હાઇવે બની રહ્યો છે, જે બન્ને સ્માર્ટ સિટીને જોડશે. ધોલેરા અમદાવાદ એકસપ્રેસ હાઇવેને ભારત સરકારના અતિમહત્વના પ્રોજેક્ટોમાંનો એક છે જેમાં ભારતમાલા અને ઇકોનોમિક કોરિડોરમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ હાઇવે માટે અમદાવાદ અને ધોલેરા આસપાસની 162 હેકટર જમીન ખેડૂતો પાસેથી સંપાદન કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.