બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Terror of stray cattle and dogs is seen in various cities of the state

હવે તો હદ થઇ / તંત્રના પેટનું પાણી હલતું નથી, મેગા સિટીમાં રખડતા ઢોર અને શ્વાન સરેરાશ રોજ એક નિર્દોષનો ભોગ લે છે, કડક કાયદામાં સરકારને કોની શરમ નડે છે?

Dinesh

Last Updated: 04:03 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કેટલાક દિવસોથી રખડતા પશુ અને શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રખડતા પશુઓ 8 વ્યક્તિને અડફેટે લીધા છે તો ઈડરમાં રખડતા શ્વાને 2 વર્ષના બાળક પર હુમલો કર્યો છે.

  • ભાવનગરમાં આંખલાએ 8 વ્યક્તિને લીધા અડફેટે
  • ઈડરમાં રખડતા શ્વાને 2 વર્ષના બાળક પર હુમલો કર્યો
  • સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત

રાજ્યના વિવિધ શહેરોમાં રખડતા પશુઓનો અને શ્વાનનો આતંક યથાવત હોય તેવું જણાઈ રહ્યું છે.  ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રખડતા પશુઓએ આતંક મચાવ્યો હતો. તેમજ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં રખડતા પશુઓથી લોકો પરેશાન થયા છે. તો બીજી તરફ સુરત અને સાબરકાંઠામાં રખડતા શ્વાનનો ભારે આતંક સામે આવ્યો છે

ભાવનગરમાં રખડતા પશુના આતંક
ભાવનગરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુના આતંકમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રખડતા પશુઓએ આતંક મચાવ્યો હતો. તેમજ જુની ભગવતી પાર્કમાં આંખલાએ 8 વ્યક્તિને અડફેટે લીધા હતા. આંખલાના આતંકથી ઘટનાસ્થળે ભયનો માહોલ ફેલાયો હતો. રખડતા પશુના ત્રાસને લઈ સ્થાનિકોએ ફરિયાદ કરતા કોર્પોરેશનના કર્મચારી આવી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આંખલાને દોરડે બાંધ્યો હતો. રખડતા પશુને વિસ્તારમાંથી હટાવવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુના ત્રાસને લઈ સ્થાનિકો વારંવાર રજૂઆત કરે છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈ ભાવનગરના લોકોએ રખડતા પશુના આતંકનો ભોગ બનવુ પડે છે.

ફાઈલ તસવીર

અમદાવાદમાં રખડતા પશુઓનો ત્રાસ
અમદાવાદમાં રખડતા પશુઓનો આતંક સતત વધી રહ્યો છે. હાટકેશ્વર વિસ્તારમાં રખડતા પશુઓથી લોકો પરેશાન થયા છે. એક અઠવાડિયામાં હાટકેશ્વરમાં રખડતા ઢોરે બે લોકોને અડફેટે લીધા છે. રખડતા પશુના કારણે એક વૃદ્ધાનું મોત થયું છે તેમજ એક મહિલા સારવાર હેઠળ છે. ઢોરે અડફેટે લેતા પારૂલબેન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રેવીબેન વાઘેલા નામની વૃદ્ધાનું ઢોરની અડફેટે મોત થયું છે. રખડતા ઢોરના ત્રાસ વધતા સ્થાનિકોનો AMC સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. AMCના કર્મચારીઓ હપ્તા લેતા હોવાનો સ્થાનિકોનો આરોપ પણ છે.

સાબરકાંઠામાં રખડતા શ્વાને 2 વર્ષના બાળક પર હુમલો કર્યો
સાબરકાંઠામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ઈડરમાં રખડતા શ્વાને 2 વર્ષના બાળક પર હુમલો કર્યો છે. શ્વાને મોઢાના ભાગે બચકુ ભરતા બાળકને ગંભીર ઈજા થઈ છે. બાળકને મોઢાના ભાગે 80થી વધુ ટાંકા પણ લેવાયા છે. હાલ બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 4 દિવસ અગાઉ પણ એક બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકો પર રખડતા શ્વાને હુમલો કર્યો છે.

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં રખડતા શ્વાનનો આતંક
સુરતમાં રખડતા પશુ બાદ રખડતા શ્વાનનો આતંક વધી ગયો છે. શ્વાનોના હુમલા બાદ બે દિવસ અગાઉ સારવાર દરમિયાન એક બાળકીનું મોત નિપજ્યું હતું. ત્યાં તો સુરતમાં  ફરીથી શ્વાને ઘર પાસે રમતી બે બાળકીઓને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે.  શહેરના ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓને રખડતા શ્વાને બચકા ભર્યા છે. બન્ને બાળકીઓ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. સુરતમાં દિવસેને દિવસે રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે, મહાનગરપાલિકાને ખસીકરણની કામગીરી ઝડપથી કરવી પડશે. તેમણે કહ્યું કે, ઝોન વાઇઝ સેન્ટર બનાવવા જોઈએ. લોકોએ જાહેરમાં કચરો ન ફેંકવો જોઈએ. તેમણે કહ્યું કે, સિવિલ ખાતે 25થી વધુ દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. સુરત સિવિલમાં રસીકરણ માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામા આવ્યો હતો.

2 દિવસની સારવાર બાદ બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ સુરતમાં 2 વર્ષની બાળકી પર ચાર જેટલા શ્વાને હુમલો કરતા બાળકીનું કરૂણ મોત નિપજ્યું છે. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. શહેરના ખજોદ વિસ્તાર પાસે આવેલા ડાયમંડ બુર્શમાં આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની 2 વર્ષની દીકરી ગત રવિવારે રમતી હતી ત્યારે શ્વાનોએ અચાનક જ બાળકી પર હુમલો કરી દીધો હતો. બાળકીને શ્વાનોએ માથા તથા ફેંફસાના ભાગે એકપછી એક 40 જેટલા બચકા ભરી લીધા હતા. જે બાદ તેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 2 વર્ષની બાળકીને પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યાં ડોક્ટરોએ બાળકીને 30થી 40 જેટલા બચકા ભર્યા હોવાનું કહ્યું હતું. 2 દિવસ સારવાર બાદ બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ. સમગ્ર સિવિલ હોસ્પિટલમાં પરિવારના હૈયાફાટ રૂદનથી વાતાવરણ શોકમગ્ન બન્યું હતું. બાળકીના અવસાનને પગલે પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું.

જામનગરમાં શ્વાન કરડતા 4 લોકો ઈજાગ્રસ્ત
જામનગરના ધુતારપર-ધુળસીયા સીમ વિસ્તારમાં ખેત મજૂરી કરવા આવેલા પરિવાર પર શ્વાને હુમલો કર્યો હતો. જેના કારણે બે બાળક, વૃદ્ધા સહિત ચાર વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર માટે હાલ જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધુતારપર-ધુળસીયા ગામની સીમમાં આવેલા ખેતરમાં શ્વાને 2 બાળાઓ, એક વદ્ધા સહિત 4 લોકો પર હુમલો કર્યો હતો. જે પૈકીની એક બાળાનું તો શ્વાને નાક ફાળી ખાધું હતું. હાલ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ