Monsoon Update News: ચોમાસાના આગમન ટાણે હવે અલનીનો પણ સક્રિય, અલનીનો સમગ્ર ચોમાસા દરમિયાન પણ ચાલુ રહેવાની સંભાવના
ચોમાસું ગુરુવારે કેરળમાં પહોંચ્યું
ચોમાસાના આગમન ટાણે હવે અલનીનો પણ સક્રિય
અલનીનોની અસરને કારણે ચોમાસામાં વરસાદમાં ઘટાડો થઈ શકે
ચોમાસું ગુરુવારે કેરળમાં પહોંચ્યું છે અને આ મહીનાના અંત સુધીમાં દેશમાં મોટાભાગોમાં પહોંચી શકે છે. આ દરમિયાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, ચોમાસાના આગમન ટાણે હવે અલનીનો પણ સક્રિય છે. આ સાથે આ અલનીનો સમગ્ર ચોમાસા દરમિયાન પણ ચાલુ રહેવાની સંભાવના છે. જેને લઈ હવે આ વર્ષે અલનીનોની અસરને કારણે ચોમાસામાં વરસાદમાં ઘટાડો થઈ શકે છે.
દેશમાં ચોમાસાની ગતિવિધિ જુનના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય છે અને 15 જુલાઇ સુધી ચાલે છે. આ દરમિયાન લગભગ તમામ રાજ્યોમાં વરસાદ પડે છે. આ તરફ હવે અમેરિકન હવામાન એજન્સીઓએ જણાવ્યું છે કે, અલનીનોની સ્થિતિ સર્જાઇ છે અને તે શિયાળા સુધી રહી શકે છે.
File Photo
અલનીનો કેમ સક્રિય થાય છે ?
અલનીનોની સ્થિતિ પ્રશાંત મહાસાગરના પાણીના 6 થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થવાને કારણે ઊભી થાય છે. આ વારંવાર ચોમાસાને અસર કરે છે અને વરસાદને ઘટાડે છે.
અલનીનો સક્રિય થયા શું અસર થાય છે ?
જોકે નોંધનીય છે કે, અલનીનોની અસરને કારણે દર વખતે આવું નથી થયું. કેટલીકવાર અલનીનોની અસર પછી પણ સામાન્ય અથવા તેના કરતાં થોડો ઓછો વરસાદ પડે છે. અલનીનો સામાન્ય રીતે 4 વર્ષના અંતરાલ પર સક્રિય હોય છે. નોંધનીય છે કે, અગાઉ 2018-19માં અલનીનો સક્રિય હતું.
શું કહ્યું અમેરિકન હવામાન એજન્સીઓએ ?
ગુરુવારે અમેરિકન હવામાન એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર પેસિફિક મહાસાગરમાં અલનીનોની સ્થિતિ બનવાનું શરૂ થઈ ગયું છે. સમુદ્રના પાણીનું તાપમાન સરેરાશ કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ વધુ ગયું છે.
વિશ્વભરની હવામાન એજન્સીઓએ પણ કરી છે આગાહી
તમને જણાવી દઈએ કે, છેલ્લા 2 મહિનામાં વિશ્વભરની હવામાન એજન્સીઓએ આગાહી કરી છે કે, આ ચોમાસામાં અલનીનો સક્રિય થઈ શકે છે. આ આગાહી સાચી સાબિત થઈ શકે છે. જોકે ભારતમાં તેની અસર કેટલી થશે તે જોવાનું રહેશે. આ તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે દેશમાં આ સરેરાશ વરસાદ પડશે.
અલનીનો ભારતમાં 22 વર્ષમાં કેટલી વખત સક્રિય થયું
વિગતો મુજબ અલનીનો વર્ષ 2000થી ભારતમાં 6 વખત સક્રિય થયું છે. સામાન્ય રીતે તે ચોમાસાની ઋતુમાં જ સક્રિય થાય છે અને તેની અસર વરસાદમાં ઘટાડાના રૂપમાં જોવા મળે છે. આ સાથે વર્ષ 2006માં જ્યારે સપ્ટેમ્બરમાં અલનીનો સક્રિય થયું ત્યારે તેણી ચોમાસા પર વધુ અસર જોવા મળી હતી. આ સિવાય બાકીના 5 વર્ષોમાં ઓછો વરસાદ પડ્યો હતો. જોકે આ વર્ષોમાં દેશમાં 90 ટકાથી ઓછો વરસાદ પડ્યો હતો.