બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Telugu Choreographer Chaitanya Suicide due to burden of debt

દુઃખદ સમાચાર / પ્રસિદ્ધ કોરિયોગ્રાફર ચૈતન્ય માસ્ટરે કર્યું સુસાઇડ, VIDEO સોશ્યલ મીડિયામાં વાયરલ, જણાવ્યું ચોંકાવનારું કારણ!

Arohi

Last Updated: 03:09 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Telugu Choreographer Chaitanya Suicide : તેલુગૂ કોરિયોગ્રાફર ચૈતન્યએ સુસાઈડ કરી પોતાનો જીવ આપી દીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોરિયોગ્રાફર પોતાનું દેવુ ન ચુકવી શકવાના કારણે ખૂબ જ પરેશાન હતો.

  • તેલુગૂના ફેમસ કોરિયોગ્રાફરે કરી આત્મહત્યા 
  • દેવુ ન ચુકવી શકવાના કારણે હતો પરેશાન 
  • વીડિયો શેર કરી જાહેર કર્યું દુઃખ 

તેલુગૂ કોરિયોગ્રાફર ચૈતન્યએ રવિવાર 30 એપ્રિલે કથિત રીતે સુલાઈડ કરી લીધુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચૈતન્ય પોતાનું દેવું ન હતો ચુકવી શકતો માટે પરેશાન થઈને તેણે આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં પોતાને ફાંસી લગાવી દીધી. દિવંગત કોરિયોગ્રાફર ચૈતન્ય પોપ્યુલર તેલુગૂ ડાંસ શો ધીમાં જોવા મળ્યા હતા. 

ચૈતન્યએ સુસાઈડના થોડા સમય પહેલા શેર કર્યો હતો વીડિયો 
એક રિપોર્ટ અનુસાર સુસાઈડના થોડા સમય પહેલા ચૈતન્યએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો હતો. વીડિયોમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે પોતાના દેવાને નહીં ચુકવી શકે. તેણે કહ્યું કે તે દબાણને સહન નથી કરી શકતો. 

ચૈતન્યએ વીડિયોમાં માતા-પિતા અને મિત્રોની માંગી માફી 
ચૈતન્યએ વીડિયોમાં કહ્યું, "મારી માતા, પિતાજી અને બહેને મારી ખૂબ સારી રીતે દેખરેખ કરી અને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો નથી કરવા દિધો. મારા દરેક મિત્રોની હું ઈમાનદારીથી ક્ષમા ઈચ્છુ છું. મેં ઘણા લોકોને પરેશાન કર્યા છે અને હું દરેકની માફી માંગતું છું. પૈસાના મામલામાં મેં મારી પોતાની ઈચ્છાઓ ગુમાવી દીધી. ફક્ત દેવું લેવું જ નહીં પરંતુ ચુકવવાની ક્ષમતા પણ હોવી જોઈએ. પરંતુ હું એમ ન કરી શકું, આ સમયે હું નેલ્લોરમાં છુ અને આ મારો છેલ્લો દિવસ છે. હું પોતાના દેવાથી જોડાયેલી સમસ્યાઓને સહન નથી કરી શકતો. "

ફેંસે ટ્વીટર પર ચેતન્યની મોત પર વ્યક્ત કર્યું દુઃખ 
ત્યાં જ ચૈતન્યના મોતની ખરબ આવવાના થોડા સમય બાદ ઘણા ફેંસને મોટો ઝટકો લાગ્યો. કોરિયોગ્રારને અંતિમ શ્રદ્ધાંજલી આપતા ટ્વીટર પર ફેંસ પોસ્ટ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ