ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાત / Tellyoood Actress Aamna Sharif took one lakh saree from Gujarat

ચર્ચા / ટીવીની આ જાણીતી અભિનેત્રી પહેરશે પાટણના ઘરચોળા, જાણો કેટલી છે કિંમત

Published By: Juhi

Last Updated: 04:24 PM, 31 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિવિઝન એક્ટ્રેસ આમના શરીફ શો ‘કસોટી ઝિંદગી કેય’માં કોમોલિકા તરીકે એન્ટ્રી કરીને સતત ચર્ચાનો વિષય બની છે. કોમોલિકા એવું અનોખું પાત્ર છે જેને આ પહેલા ઉર્વશી ધોળકિયા અને હિના ખાન જેવા દિગ્ગજ એક્ટ્રેસ ભજવી ચૂકી છે.

ADVERTISEMENT

આ પાત્ર પહેલાં હિના ખાન ભજવી રહી હતી. હિનાના જવા બાદ આમનાને પસંદ કરવામાં આવી છે. આમનાએ કોમોલિકાના રોલમાં સારી એક્ટિંગ કરીને  દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી છે. તાજેતરમાં જ અમને જાણવા મળ્યું છે કે આમના આ શોનો ભાગ બન્યા બાદ પોતાને માટે એક ખાસ ભેટ લેવા જઈ રહી છે.

આમના શરીફે પોતાને માટેની ભેટની શોધ કરી લીધી છે, અને એવું લાગે છે કે તેની નજર એક ખાસ સાડી ઉપર છે. હાલમાં જ તેની નજર તેની એક મિત્રની ગુજરાતમાં ખાસ રીતે તૈયાર કરાયેલી ઘરચોળા સાડી ઉપર પડી. એવું જાણવા મળ્યું છે કે તે હાથ બનાવટની ઘરચોળા સાડી માટે એક લાખ રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે!

જ્યારે આ વિશે પૂછ્યું ત્યારે આમના શરીફે જણાવ્યું કે, “મારી એક ખાસ મિત્રે નવરાત્રી દરમિયાન આ વિશેષ સાડીની વાત મને કરી અને ત્યારથી હું તેની શોધમાં લાગી હતી. જેવી મારી નજર ઘરચોળા સાડી ઉપર પડી, મને ખ્યાલ આવી ગયો કે મારે પોતાને આ જ ભેટ આપવી છે! મારે ગુજરાતમાં બની હોય તેવી અસલી સાડી જોઈતી હતી આથી મેં તેની શોધ શરૂ કરી છે અને મને લાગે છે કે મારી શોધ પૂરી થવા આવી છે. આ મારી અત્યંત ખાસ પસંદમાંની એક બની રહેશે."

સંકળાયેલા મુદ્દાઓ

Aamna Sharif Bollywood Entertainment ઘરચોળા સાડી Rumors

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ