બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Teesta Setalvad released from arrest, Met department predicts for 3 days, Watch 2 Min 12 News

સમાચાર સુપરફાસ્ટ / તીસ્તા સેતલવાડને ધરપકડમાંથી રાહત, હવામાન વિભાગે 3 દિવસની કરી આગાહી, જુઓ 2 મિનિટ 12 ખબર

Dinesh

Last Updated: 07:10 AM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદમાં વરસાદ થવાની સંભાવના છે

હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદમાં વરસાદ થવાની સંભાવના છે તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ થવાની સંભાવના છે. દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થઈ શકે છે.  

 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં હજુ પણ વરસાદ થશે, ગુજરાતમાં 2 જુલાઈએ વરસાદમાં ઘટાડો થશે. ગુજરાતમાં આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે. 

ગુજરાત હાઈકોર્ટે શનિવારે તિસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજી ફગાવી દઈને તેમને તાત્કાલિક સરેન્ડર થવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણયને પડકારતી સેતલવાડની અરજી પર સુપ્રીમ કોર્ટે શનિવારે સુનાવણી હાથ ધરી હતી. જેમાં તીસ્તા સેતલવાડને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે.

અમદાવાદીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે અમદાવાદની સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ શરૂ થઈ જશે. આજે (2 જુલાઈ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ સેવાનો પ્રારંભ કરાવશે. અંદાજે 12થી 15 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ક્રુઝની ટિકિટ લોકો ઓનલાઈન અને ઓફલાઈન બુક કરી શકશે. ખાનગી કંપની દ્વારા આ ક્રૂઝનું સંચાલન કરવામાં આવશે.

સિંગેતલ ડબાના ભાવે રૂ.2800ની સપાટી કુદાવી હતી અને ભાવ રૂ.2820નો થયો હતો, જેના કારણે મધ્યમવર્ગની કમર રીતસર તૂટી ગઈ છે. સિંગતેલની સાથે સાથે અન્ય સાઇડ તેલમાં પણ ભાવવધારો જોવા મળ્યો હતો. ખાદ્યતેલમાં 10 દિવસ પહેલાં તેજી-મંદી બંને જોવા મળી રહી હતી, પરંતુ છેલ્લા 2-3 દિવસથી ભાવ વધવાનું પાછું શરૂ થયું છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સિંગતેલ, કપાસિયા અને પામોલીનમાં રૂ.20નો ભાવવધારો થયો છે. સિંગતેલના ડબાદીઠ ભાવ રૂ.1775 થી રૂ.2825 રહ્યા છે, કપાસિયા તેલના ભાવ રૂ.1645થી રૂ.1695 છે. પામોલીન તેલના ભાવ રૂ. 1420થી રૂ.1425 છે અને સરસવ તેલના ભાવ રૂ. 1580થી રૂ.1600 છે, જયારે કોર્ન ઓઈલના ભાવ રૂ.1500થી રૂ.1530છે. વનસ્પતિ ઘીના ભાવ રૂ. 1550થી રૂ.1600 છે. કોપરેલના ભાવ રૂ. 2340થી રૂ.2380 અને દિવેલના ભાવ રૂ.2040થી રૂ. 2050 રહ્યા છે.

It will be expensive for the people of Ahmedabad to enjoy the luxury of dalwadas in the rain

જૂનાગઢના કેશોદના સુત્રેજ ગામે ફસાયેલા 2 લોકોનુ હેલિકોપ્ટરથી રેસક્યૂ કરાયું હતું. અત્રે તમને જણાવી કે, 2 લોકો 14 કલાકથી વધારે સમયથી ફસાયા હતા અને રેસ્ક્યૂ માટે જામનગરથી હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી. સ્થાનિકો અને વહીવટી તંત્રએ બચાવ કાર્ય માટે પ્રયાસ હાથ ધર્યો હતો. NDRFની ટીમને સફળતા ન મળતા હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી. ખેતરનુ ધ્યાન રાખવા ગયેલા 2 લોકો વરસાદને કારણે ફસાયા હતાં જેમનું ભારે રેસ્કૂય કરી બચાવી લેવાયા હતા.

રાજ્યમાં પડી રહેલ વરસાદને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર હંમેશા તૈયાર હોય છે. આપણું હવામાન વિભાગ પણ ખૂબ તૈયાર રહેલું છે. અને આપણને વખતો વખત માહિતી પણ મળતી રહે છે.  તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સતત હવામાન વિભાગનાં સંપર્કમાં છે. ઉપર વાળો રિસાય અને વધારે વરસાદ વરસાવે તો એકબાજુ આશીર્વાદ છે અને એકબાજુ આફત પણ છે. અને એ જ્યારે આફતરૂપ વરસાદ આપણને લાગતો હોય તે ભવિષ્યમાં આશીર્વાદ રૂપ પણ સાબિત થતો હોય છે. 

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં મધરાત્રે 2 વાગ્યે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર એસી બસ પલટી ગયા બાદ તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 મુસાફરોના મોત થયા છે. અકસ્માત સમયે બસમાં 33 મુસાફરો હતા. આ તરફ 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ' પર એક કાર્યક્રમને સંબોધિત કરતા  PM મોદીએ કૃષિ અને ખેડૂત કલ્યાણ પર સરકારી ખર્ચના આંકડા જાહેર કર્યાં છે.  PM મોદીએ કહ્યું કે તેમની સરકાર કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે વાર્ષિક 6.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. મોદીએ કહ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવે તેમની ઉપજ ખરીદીને 15 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકારે ગયા વર્ષે 10 લાખ કરોડની ખાતર સબસિડી આપી હતી. મોદીએ કહ્યું કે બીજા શબ્દોમાં કહીએ તો, સરકાર કૃષિ અને ખેડૂતો પર દર વર્ષે આશરે 6.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. 

pm modi says government is spending rs 6.5 lakh crore annually for agriculture and farmers welfare

30 જૂને PAN-Aadhaar લિંક કરવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. મોટાભાગના લોકો એવું વિચારી રહ્યા હતા કે આ વખતે પણ PAN-Aadhaar લિંક કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે પણ હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. હવે 1 જુલાઈથી આધાર-PAN લિંક કરવા માટે પહેલા કરતા વધુ દંડ ભરવો પડી શકે છે. જણાવી દઈએ કે 30 જૂન સુધી આધાર-PAN લિંક કરવા પર 1000 રૂપિયા દંડ ભરવામાં આવતો હતો એમ છતાં આ દરમિયાન આધાર-PAN લિંક કરવા પર અનેક લોકોને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે. આવા લોકો માટે આવકવેરા વિભાગ દ્વારા સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. 

PAN-Aadhaar Link Deadline Expires: PAN Card Cancellation Of These People, Look Who The Govt Gave Relief To

ગઈકાલથી જુલાઈ મહિનો શરૂ થયો છે અને દર મહિનાની જેમ આ મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થયા છે જેમાં રસોડાથી લઈને તમારા બેંક ખાતાને લગતા ફેરફારોનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ ફેરફારો 1 જુલાઈ 2023થી લાગુ કરવામાં આવશે, તેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. જો કે આ ફેરફારોમાંથી સૌથી મોટો ફેરફાર બેંકિંગ સેક્ટર સાથે સંબંધિત છે. હવે વાત એમ છે કે HDFC બેંક અને HDFC લિમિટેડનું મર્જર આજથી થઈ રહ્યું છે જએની સીધી અસર ખાતાધારકો પર પણ પડશે. ચાલો જોઈએ આજે કયા કયા ફેરફારો થયા છે.તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસના ભાવમાં ફેરફાર કરે છે અને તેની સીધી અસર સમગ્ર દેશમાં જોવા મળે છે. 

 'ગોલ્ડન બોય' નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. તેણે લૌઝેન ડાયમંડ લીગનું ટાઇટલ જીત્યું છે. નીરજે 87.66 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નોંધનીય છે કે આ વર્ષે 'ગોલ્ડન બોય' નીરજ નો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા તેણે મે મહિનામાં દોહામાં આયોજિત ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો. દોહામાં નીરજે 88.67 મીટર બરછી ફેંકી હતી. નીરજ ચોપરાએ ઈજા બાદ જોરદાર વાપસી કરી હતી. લગભગ એક મહિનાના ઈજાના વિરામ પછી તે ભાલા સાથે મેદાન પર ઉતર્યો હતો.  પાંચમા રાઉન્ડમાં તેણે 87.66 મીટરના થ્રો સાથે ટાઇટલ જીત્યું હતું. નીરજનો આ આઠમો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે. અગાઉ તેણે એશિયન ગેમ્સ, સાઉથ એશિયન ગેમ્સ, ઓલિમ્પિક ગેમ્સ અને ડાયમંડ લીગ જેવી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ