બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / Team India showed excitement before the ODI World Cup, these 5 benefits will be given to India from the Asia Cup

ક્રિકેટ / વન ડે વર્લ્ડકપ પૂર્વે જ ટીમ ઇન્ડિયાએ દેખાડ્યો જલવો, એશિયા કપથી ભારતને થશે આ 5 ફાયદા

Megha

Last Updated: 10:37 AM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2023માં ભારતને બે મેચમાં શાનદાર જીત મળી હતી. હવે ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપ રમશે, આવી સ્થિતિમાં એશિયા કપથી ટીમને આ ટૂર્નામેન્ટની તૈયારીમાં 5 મોટા ફાયદા મળ્યા છે.

  • એશિયા કપ 2023 માં ભારતને બે મેચમાં શાનદાર જીત મળી હતી 
  • એશિયા કપથી ટીમને વર્લ્ડ કપની તૈયારીમાં 5 મોટા ફાયદા મળ્યા
  • વર્લ્ડ કપ માટે ઓપનિંગ જોડી સેટ થઈ ગઈ છે 

શ્રીલંકાને હરાવીને ભારતે 8મી વાર એશિયા કપ જીત્યો છે. કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકા તરફથી મળેલો ટાર્ગેટ પૂરો કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આ વખતનો કપ ભારતને સાવ સસ્તામાં મળ્યો હતો  તેને માટે તેની ઘાતક બોલિંગ જવાબદાર હતી. ભારતીય ટીમની ઓપનિંગ જોડી શુભમન ગિલ અને ઈશાન કિશને 51 રન બનાવી લેતા શ્રીલંકાને 10 વિકેટે પરાજય મળ્યો હતો. 

એશિયા કપમાં ભારતને બે વખત શાનદાર જીત મળી
આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું છે. જોકે, બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. પણ અંહિયા નોંધનીય વાત એ છે કે આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રને હરાવ્યું તો ફાઇનલમાં શ્રીલંકા ફક્ત 50 રન બનાવવા દીધા હતા. એટલે કે એશિયા કપ 2023માં ભારતને બે મેચમાં શાનદાર જીત મળી હતી. નોંધનીય છે કે હવે ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપ રમશે અને આવી સ્થિતિમાં એશિયા કપથી ટીમને તે આ ટૂર્નામેન્ટની તૈયારીમાં 5 મોટા ફાયદા મળ્યા છે.  

ઓપનિંગ જોડી સેટ થઈ ગઈ - 
એશિયા કપની જીત સાથે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે વર્લ્ડ કપમાં માત્ર રોહિત શર્મા અને શુભમન ગિલ જ ઇનિંગ્સની શરૂઆત કરશે. કારણ કે ફાઇનલ સિવાય દરેક મેચમાં રોહિત અને શુભમન ગિલે જ ઇનિંગની શરૂઆત કરી હતી અને આ જોડી હિટ પણ રહી હતી. નોંધનીય છે કે શ્રીલંકા સામેની સુપર-4 મેચમાં ગિલ-રોહિતે પ્રથમ વિકેટ માટે 80 રન જોડ્યા હતા તો પાકિસ્તાન સામે, આ જોડીએ 121 રનની ભાગીદારી કરી હતી. સાથે જ નેપાળ સામેની મેચમાં પ્રથમ વિકેટ માટે 147 રન જોડીને ભારતને જીત અપાવી હતી. 

કેએલ રાહુલ મજબૂતી સાથે પરત ફર્યો
ઈજા બાદ પરત ફરેલા વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલની સીધી એશિયા કપ માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારે ફેન્સને આશા નહોતી કે રાહુલ આવો ધમાકો કરશે. રાહુલે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ સુપર-4માં પાકિસ્તાન સામે રમી હતી, જેમાં તેણે 111 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગના કારણે તેણે વર્લ્ડ કપમાં પણ જીતની આશા જાગી છે. સાથે જ આ ટીમ માટે સૌથી મોટો ફાયદો ગણી શકાય, કારણ કે રાહુલે નંબર-4 પર બેટિંગ કરતા આ ઇનિંગ રમી હતી.  કેએલ રાહુલે વિકેટકીપર અને મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ભારતની બે ચિંતાઓ દૂર કરી. તે સ્પષ્ટ છે કે તે વર્લ્ડ કપ માટે તૈયાર છે. 

ફિટ અને હિટ બુમરાહએ  કરી શાનદાર વાપસી 
કેએલ રાહુલની જેમ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ ઈજા બાદ પરત ફર્યો છે. સાથે જ જસપ્રીત બુમરાહ પણ ફિટ અને હિટ છે. નવા બોલ સાથે એશિયા કપમાં જે પ્રદર્શન કર્યું છે તે જોઈને ભારતીય ટીમ મેનેજમેન્ટ ખુશ થશે. બુમરાહે આ સિઝનમાં 4 મેચની 3 ઇનિંગમાં 4 વિકેટ લીધી હતી. બુમરાહે ફાઇનલમાં શ્રીલંકાને પહેલો અને સૌથી મોટો ઝટકો આપ્યો હતો.

મોહમ્મદ સિરાજની બોલિંગ થી ડરશે બીજી ટીમ 
વર્લ્ડ કપ પહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એશિયા કપ ફાઇનલમાં એવી બોલિંગ કરી કેશ્રીલંકાની ટીમ 50 રનમાં સમેટાઈ ગઈ હતી. સિરાજે ફાઇનલમાં 7 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 21 રન આપીને 6 મોટી વિકેટ લીધી હતી. આ રીતે સિરાજે આ ટૂર્નામેન્ટમાં 5 મેચની 4 ઇનિંગ્સમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. 

પંડ્યાનું શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન
આ વખતે એશિયા કપમાં ભારતીય ટીમને ઝડપી બોલર હાર્દિક પંડ્યાના રૂપમાં વધુ એક મોટો ફાયદો મળ્યો છે. પંડ્યાએ આ ટૂર્નામેન્ટમાં બોલ અને બેટ બંનેથી ધૂમ મચાવી છે. પંડ્યાએ 5 મેચની 2 ઇનિંગ્સમાં બેટિંગ કરી, જેમાં તેણે 46ની શાનદાર એવરેજથી 92 રન બનાવ્યા. સાથે જ પંડ્યાએ બોલિંગમાં પણ તાકાત બતાવી છે. તેણે 5 મેચની 4 ઇનિંગ્સમાં 6 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 3 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે, જે ફાઇનલમાં શ્રીલંકા સામે કર્યું હતું. 

બધા સ્ટાર્સ ચમક્યા
વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાના તમામ સિનિયર ખેલાડીઓ એશિયા કપમાં ફોર્મમાં છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું, વિરાટે પાકિસ્તાન સામે સદી પણ ફટકારી. રોહિતે પણ ઘણી વખત ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ